‘અગલે બરસ તું જલદી આના’ના નાદ સાથે આજે વાજતે-ગાજતે બાપ્પાનું વિસર્જન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
‘સર્વેશ્ર્વર ચોક કા રાજા’ યાજ્ઞિક રોડ ખાતે શ્રી ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરરોજ મહાઆરતી, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સાથે જ તા. 15ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 125થી વધુ બોટલ રક્ત એકત્ર થયું હતું. દરરોજ મહાઆરતીમાં વિવિધ સમાજના, ક્ષેત્રના આગેવાનોએ બાપ્પાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
ગઈકાલે મહાઆરતીમાં જાણીતા આર્કિટેક પ્રદીપ ત્રિવેદી, વેપારી અગ્રણી જયેશ કોઠારી, ચિરાગ પોપટ અને તેમનો પરિવાર તથા ભુપત બોદર, ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, મનુભાઈ વઘાસીયા, સુજીત ઉદાણી, મયુરસિંહ પરમાર સહપરિવાર સહિત મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. આ આયોજન દરમિયાન અંદાજે 4થી 5 લાખ લોકો સર્વેશ્ર્વર ચોક ખાતે શ્રી ગણપતિ બાપ્પાના દર્શનાર્થે આવ્યા હતા. આજરોજ આજી ડેમ ખાતે ‘અગલે બરસ તુ જલદી આના’ના નાદ સાથે શ્રી ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં સભ્યો અને કાર્યકરોે હાજરી આપી વાજતે-ગાજતે બાપ્પાને વિદાય આપી હતી.