મિઝોરમમાં મંગળવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. રાજ્યમાં રેમલ ચક્રવાતની અસરને કારણે સતત વરસાદને કારણે લેન્ડસ્લાઇડ થયું હતું જેમાં 10 લોકોના મોત થયા છે.
મિઝોરમમાં રેમલ ચક્રવાતની અસરને કારણે સતત વરસાદ ચાલુ છે, એવામાં રાજધાની આઈઝોલમાં મંગળવારે સવારે ભારે વરસાદને કારણે એક પથ્થરની ખાણ તૂટી પડતાં કાટમાળ નીચે દટાઈ જતાં 10 લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટના સવારે 6 વાગે થઈ હતી.
દુર્ઘટના બાદ ઘણા લોકો લાપતા હોવાના અહેવાલ છે અને પોલીસનું કહેવું છે કે કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો પણ ચાલુ છે. જો કે ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.