– નદીઓમાં ઘોડાપુરથી અનેક પુલો-નાના ગામો તણાયા: સિંધુ નદી ખતરાના નિશાનથી ઉપર
અહીં ભારે વરસાદ અને પૂરે વ્યાપક તબાહી મચાવી છે, ખેબર-પખ્તુનખ્વા સરકારે ચાર જિલ્લામાં ઈમર્જન્સી લગાવી દીધી છે. અનેક નદીઓમાં ઘોડાપુરથી અનેક પુલો તણાઈ ગયા છે. પુરમાં અનેક લોકોના મોત થયા છે. પંજાબના ડેરા ગાઝી ખાન અને રાજનપુર જિલ્લામાં રાહત સામગ્રી મોકલાઈ હતી.
- Advertisement -
અહીં અનેક પરિવારો પીડિત છે. પંજાબ અને બલુચિસ્તાન વચ્ચે રાષ્ટ્રીય રાજમાર્ગ લિંકને બહાલ કરવાની કોશીશ થઈ રહી છે. ખૈબર પખ્તુનખ્વા સરકારે ડેરા ઈસ્માઈલ ખાન, ચિત્રાલ કોહીસ્તાની જીલ્લામાં કટોકટી લાદી છે.
ગિલગિટ બાલ્ટીસ્તાનમાં ગ્લેશિયર પીગળવાથી ભેપરઘાટી અને નગર ખાસમાં ખૂબ જ કહેર ફેલાયો છે. અહીં પુરના કારણે શમન અને તોકરકોટ જેવા નાના ગામો પુરમાં તણાઈ ગયા છે અને અનેક પરિવારો બેઘર થયા છે.
- Advertisement -
પુર અને ભારે વરસાદના કારણે સિંધુ નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઘણુ ઉપર છે. બલુચિસ્તાનમાં કવેટા, શાંહબતપુર, મુસાખેલ, ડૂકી, ખુજદાર વગેરે જિલ્લા સર્વાધિક અસરગ્રસ્ત છે.