ખેડૂતો અને પશુપાલકોને તાત્કાલિક સહાયની માંગ
ખાસ-ખબર ન્યૂઝ પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ચલવાડા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. મગ, અડદ, તલ, એરંડા, બાજરી, જુવાર સહિતના પાકો પાણીમાં ગરકાવ થતાં 100% નષ્ટ થઈ ગયા છે. ખેતરોમાં પાણી સાત દિવસ સુધી ઓસર્યા નથી, જેના કારણે ખેડૂતો અને ખેત મજૂરોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ મોંઘા બીજ ખરીદી વાવેતર કર્યું હતું અને સીઝનમાં સારું ઉપજ આવવાની આશા રાખી હતી, પરંતુ અચાનક વરસાદથી તેઓ પરેશાન થયા છે. પશુપાલકો પણ આ સમયે નુકસાનમાંથી અસરિત થયા છે. ચાલવાડા ગામના લોકોને સરકારની તાત્કાલિક મદદ અને યોગ્ય સહાય પેકેજની માંગ છે, જેથી ખેડૂતો અને પશુપાલકોને આકસ્મિક નુકસાનથી રાહત મળી શકે.