રાજ્યના 126 તાલુકામાં મેઘમહેર: 42 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ
ખાસ-ખબર સંવાદદાતા
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે અને કાલે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં અમુક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અમુક જગ્યાએ અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં અમુક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
- Advertisement -
સાઉથ વેસ્ટ મોન્સૂન આગળ વધી રહ્યું છે અને અરબી સમુદ્રમાં બાકી રહેલા ભાગોમાં તથા ગુજરાતમાં બાકી રહેલા ભાગમાં તે ઝડપભેર છવાઈ જશે અને તેના કારણે હજુ ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ ચાલુ રહે તેવી આગાહી કરવામાં આવી છે. સાઉથ વેસ્ટ મોન્સૂન આગળ વધી રહ્યું છે અને અરબી સમુદ્રમાં બાકી રહેલા ભાગોમાં તથા ગુજરાતમાં બાકી રહેલા ભાગમાં તે ઝડપભેર છવાઈ જશે અને તેના કારણે હજુ ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ ચાલુ રહે તેવી આગાહી કરવામાં આવી છે.