ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદી ખતરો હજુ ટળ્યો નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા છે.
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં કેટલાય દિવસોથી વરસી રહેલા વરસાદે ચારે તરફ તબાહી મચાવી દીધી છે. આટલા દિવસોથી અવિરત વરસાદને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. સાથે જ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ખતરો હજુ ટળ્યો નથી. હાલ પણ હિમાચલના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા છે અને તેની સાથે જ કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
- Advertisement -
ભારે વરસાદથી નદીઓમાં પાણીનું સ્તર વધશે
હિમાચલમાં 21મી ઓગસ્ટે એટલે કે આજે ભારે વરસાદ થઈ શકે છે, સાથે જ 22મીથી 24મી ઓગસ્ટ સુધી વરસાદ વધવાની સંભાવના છે. હવામાન વિભાગે ચંબા અને મંડી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ એવી પણ ચેતવણી આપી છે. આ સાથે કહેવામાં આવ્યું છે કે 26 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ રહેશે. એવો અંદાજ છે કે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરનું જોખમ વધશે. સાથે જ નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર વધી શકે છે જેના કારણે પાક અને ઇમારતોને પણ નુકસાન થશે.
આ રાજ્યમાં 21 થી 24 ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે 21મી ઓગસ્ટથી 24મી ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રવિવારે જ IMDએ જણાવ્યું હતું કે લો પ્રેશર એરિયાને કારણે મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં આગામી 2-3 દિવસમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
Current district & station Nowcast warnings at 0930 IST Date, 21st August. For details kindly visit:https://t.co/AM2L3hjkRWhttps://t.co/uP8lcY7kk6
- Advertisement -
If you observe any weather, kindly report it at: https://t.co/5Mp3RJYA2y@moesgoi @DDNewslive @ndmaindia@airnewsalerts pic.twitter.com/irt7LaqbY7
— India Meteorological Department (@Indiametdept) August 21, 2023
શિમલામાં શિવ મંદિર ધરાશાયી થતાં 28 વર્ષીય યુવકનું મોત
છેલ્લા એક સપ્તાહથી હિમાચલ પ્રદેશમાંથી તબાહીની તસવીરો સામે આવી રહી છે. વરસાદ અને પૂરના કારણે 78 લોકોના મોત થયા છે. તાજેતરમાં જ શિમલામાં શિવ મંદિર ધરાશાયી થવાને કારણે અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હતા. ઘણા લોકો ઘાયલ થયા. એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી બાદ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું.
હિમાચલમાં બચાવ કામગીરી ચાલુ છે
ચોમાસાના વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં ઘણું નુકસાન થયું છે અને શિમલામાં જ અત્યાર સુધીમાં 25 ભૂસ્ખલન થઈ ચૂક્યા છે. નદીઓમાં પૂર આવી રહ્યા છે અને ઘણી ઇમારતો ધરાશાયી થવાના અહેવાલ છે. આ તબાહીને જોતા નેશનલ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, પોલીસ અને હોમગાર્ડ દ્વારા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત ડ્રોનની મદદથી જોખમી વિસ્તારોમાં પણ દેખરેખ કરવામાં આવી રહી છે.