આજે યુપી અને બિહાર સહિત 24 રાજ્યોમાં વાવાઝોડું-વરસાદ પડશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
- Advertisement -
રાજસ્થાનમાં ભીષણ ગરમી અને લુ ફુંકાવાનું ચાલુ છે. હવામાન વિભાગે આજે ગુરુવારે જયપુર અને જોધપુર સહિત 17 જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી આપી છે. આમાંથી 4 જિલ્લાઓ માટે રેડ એલર્ટ છે. બુધવારે, જેસલમેરમાં દિવસનું મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું, જે છેલ્લા 6 વર્ષમાં એપ્રિલમાં સૌથી વધુ તાપમાન હતું.
મધ્યપ્રદેશમાં પણ વરસાદ બાદ ગરમીની અસર વધી છે. બુધવારે રાજ્યના 9 શહેરોમાં દિવસનું તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું હતું. રતલામ સૌથી ગરમ હતું. જ્યાં તાપમાન 42.6 ડિગ્રી નોંધાયું હતું. આજે ભોપાલ, ઇન્દોર, ઉજ્જૈન, ગ્વાલિયર અને જબલપુરમાં પણ તાપમાન વધી શકે છે.બીજી તરફ, તેલંગાણાના 28 જિલ્લાઓમાં ઓછામાં ઓછા 15 દિવસ સુધી લુ ફુંકાવાની શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને, સરકારે લુને આપત્તિ જાહેર કરી છે. ગરમીના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને સરકારે 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. તેલંગાણા કદાચ આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય હશે.
ગરમી વચ્ચે હવામાન વિભાગે યુપી અને બિહાર સહિત દેશના 24 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરી છે. ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ અને બિહારમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ, છત્તીસગઢમાં કરા પડવાની અને બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે.
બુધવારે સાંજે જમ્મુમાં અચાનક હવામાન પલટાયું હતું. ભારે પવન અને વરસાદને કારણે સિવિલ સચિવાલયની બાઉન્ડ્રી વોલનો એક ભાગ પડી ગયો હતો. દિવાલ પડતા ઘણા વાહનો ઝપેટમાં આવી ગયા હતા. જો કે, કોઈને ઈજા થઈ ન હતી.
આ ઉપરાંત, શહેરમાં મોબાઈલ ટાવર, વૃક્ષો અને વીજળીના થાંભલા પડવાના અહેવાલો છે. તેમજ, રામબન જિલ્લામાં કરા પડવાથી કેટલાક પશુઓના મોત થયા. કરા અને વરસાદ અને ભૂસ્ખલન પછી રાજૌરી જિલ્લા નજીક જમ્મુ-પુંછ નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો.
રાજકોટ ફરી રાજયનું સૌથી ગરમ શહેર: 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું
- Advertisement -
અમરેલીમાં 42.5 સહિત રાજયનાં સાત શહેરોમાં 40થી 43 ડિગ્રી વચ્ચે તાપમાન
ગઈકાલે પણ રાજયનું સૌથી ગરમ શહેર રાજકોટ રહેવા પામ્યું હતું અને 43.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જયારે, અમદાવાદમાં 41.9, અમરેલીમાં 42.5, વડોદરામાં 40.4, ભુજમાં 41.5, ડિસામાં 40.6 અને ગાંધીનગરમાં 41.5 ડિગ્રી, તાપમાન નોંધાવા પામ્યુ હતું.
ઉપરાંત જામનગરમાં છેલ્લા કેટલાય દિવસથી પારો સતત ઉપર નીચે થઈ રહ્યું છે ત્યારે ફરી એકવાર મહતમ તાપમાનમાં એક ડીગ્રીનો વધારો નોંધાતા મહત્તમ તાપમાન 36.5 ડીગ્રી નોંધાયું હતું જેના પગલે ગરમીમાં વધારો થયો હતો.
જ્યારે એક ડીંગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 23.5 ડીગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં થયેલા વધારાના પગલે બપોરે ગરમી અનુભવાઈ હતી. નગરમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણમાં ત્રણ ટકાના વધારા સાથે 85 ટકા રહ્યું હતું. તો પવનની ગતિ પ્રતિકલાક 12.1 કિમીના તેજીલા વાયરાઓના પગલે સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરવા લાગતા પ્રજાજનોએ રાહત અનુભવે છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાનનો પારો 42 થી 44 ડીગ્રી વચ્ચે ઝોલા ખાતો હોય વાતાવરણમાં આકરી ગરમીનો અનુભવ સૌ કોઈ કરી રહયા છે. અને બપોરનાં 12 વાગ્યાથી લઈને સાંજનાં પ સુધી રાજ માર્ગો પર સુમસામ ભાસી રહયા છે.
અમરેલી શહેરમાં આકરી ગરમીથી પશુ પક્ષીઓ પણ સલામત સ્થળે ખસી જાય છે. અને ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં પણ ચકલુ ફરકતું નથી. શહેરના ચિતલ રોડ, લાઠી રોડ, ટાવર રોડ, લાયબ્રેરી રોડ સહિતનાં વિસ્તારોમાં બપોરે પાંચ કલાક સુધી સુમસામ બની જાય છે.
અમરેલીમાં પાલિકા દ્વારા થતાં પાણી વિતરણમાં પણ વિલંબ થઈ રહયો છે. તો પાદરમાં આવેલ ઠેબી જળાશયનું પણ તળિયું દેખાયુ હોય સૌની યોજના અંતર્ગત ઠેબી જળાશયને પાણીથી ભરવાની પણ જરૂરીયાત ઉભી થઈ છે.