રાજકોટ સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે પરંતુ શહેરની પ્રાથમિક સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે લક્ષ્મીનગરના નાલાથી આનંદ બંગલા ચોક સુધી જવાના રસ્તે ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે. ગંદકીના કારણે રોગચાળો ફાટી નિકળવાની ભીતિ છે. આ વિસ્તારના લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, અમે આ ગંદકીની સમસ્યા અંગે અનેક વાર મહાનગરપાલિકાના સત્તાધીશોને તેમજ અમારા વિસ્તારના કોર્પોરેટરોને ધ્યાન દોર્યું છે. પણ આ બાબતનો ઉકેલ બે મહિના વીતવા છતાં આવેલ નથી. અહીં રાત્રે આવારા તત્વોનો અડ્ડો જામે છે, તેમજ દારૂની ખાલી બોટલનો ઢગલો હોય છે.આ ગંદકીના લીધે અહીંના લોકોના આરોગ્ય પર ગંભીર જોખમ ઉભું થયું છે.
રાજકોટના લક્ષ્મીનગરના નાલા પાસે ગંદકીના ગંજ: લોકો ત્રાહિમામ
Follow US
Find US on Social Medias