66940 બાળકોને સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ જિલ્લામાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વર્ષ 2024-25 અંતર્ગત 0 થી 18 વયના કુલ 2,19,585 બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવી છે. આમ, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ બાળકોના વાલીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે.રાજ્ય સરકાર દ્વારા બાળકોને ઉત્તમ શિક્ષણ મળે તેની સાથે સાથે સ્વસ્થ આરોગ્ય મળે તેની પણ દરકાર કરી રહી છે. શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વર્ષ એકમાં આરોગ્ય વિભાગ દ્વારા કુલ 2,19,585 બાળકોની આરોગ્ય તપાસણી આંગણવાડી, શાળાની મુલાકાત લઇ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની મોબાઇલ હેલ્થ ટીમના મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.
- Advertisement -
આ કાર્યક્રમ અન્વયે આરોગ્ય વિભાગ દ્વારા સૌપ્રથમ દરેક બાળકોનું પ્રાથમિક સ્ક્રિનિંગ કરીને સામાન્ય બીમારીવાળા 66940 બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવી છે. તેમાંથી ગંભીર બીમારી ધરાવતા બાળકો કે જેમા હૃદયની બીમારીવાળા 78 બાળકોને યુ.એન. મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, કિડનીની બીમારીવાળા 14 બાળકોને ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, કેન્સરની બીમારીવાળા 13 બાળકોને ધી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયુટ અને બહેરા મુંગા 4 બાળકોને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે, ક્લેફટ ક્લીપ અને પેલેટની ખામીવાળા 12 બાળકોને મિશન સ્માઈલ ટ્રેન અંતર્ગત ધ્રુવ હોસ્પિટલ રાજકોટ ખાતે તેમજ કલબફુટની ખામીવાળા 40 બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે સંદર્ભ સેવા હેઠળ રિફર કરી મફત સારવાર કરવામાં આવેલ છે. ઉપરોક્ત સમગ્ર કામગીરી ડીડીઓ નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા આરસીએચ અધિકારી તથા તેમની છઇજઊં ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી.અને કેશોદની 4 મહિનાની બાળકીને હૃદય રોગમાં મળી વિનામૂલ્યે સારવાર મળી.