અવારનવાર રજૂઆતો કરી છતાં મહાપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.31
મોરબીની નાસ્તા ગલીમાં ગટરની ગંદકીથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. આ મામલે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં મહાપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાની સ્થાનિકોએ રાવ કરી છે.
- Advertisement -
ગટરની સમસ્યા મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે અહીં ગટરના પાણી ઉભરાઈ છે. લાઈટની પણ સમસ્યા છે. અહીં કોઈ જાતની સાફ સફાઈ થતી નથી. સફાઈ કામદારોની હાજરી એમનમ પુરાઈ જાય છે. મહાપાલિકામાં અવારનવાર રજુઆત કરી છે. અમુક અધિકારીઓએ તો નંબર પણ બ્લોક કરી દીધા છે. મહાપાલિકા અહીં તુરંત કાર્યવાહી કરાવે તેવી માંગ છે.