આરોગ્ય વિભાગની 273 ટીમ દ્વારા 5529 ઘરોમાં જંતુનાશક દવાનો છંટકાવ
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.23
રાજ્યના કેટલાક જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયેલા છે. જે સેન્ડ ફ્લાય દ્વારા ફેલાય છે.
0 થી 14 વર્ષના બાળકોમાં રોગપ્રતિકારક શકિત ઓછી હોવાના કારણે આ બીમારીની સંભાવના વધારે છે. આથી, બાળકો માટે જોખમી સેન્ડફ્લાયને ઓળખીને તેના વિષે જાગૃતિ કેળવવી જરૂરી છે.
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લામાં વાઈરલ એનકેફાલાઈટીસ(ચાંદીપુરા) જિલ્લામાં કોઈ શંકાસ્પદ કેસ જોવા મળ્યો નથી તેમજ વાઈરલ એનકેફાલાઈટીસ (ચાંદીપુરા) ન ફેલાય તે માટે અગમચેતી અન્વયે જિલ્લાના તમામ તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, આરબીએસકે ડોક્ટરને રોગ વિષે માહિતગાર કરી પૂર્વતૈયારી/રોગ અટકાયત અને નિયંત્રણ અંગે અત્યાર સુધીમાં 273 જેટલી ટીમ દ્વારા 545 જાહેર સ્થળો તેમજ 5529 ઘરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.