રાજકોટ મહાપાલિકાની ફૂડ સેફ્ટી વાનએ સતત પાંચ દિવસ સુધી ચેકિંગ કર્યુ
747 કિ.ગ્રા. વાસી, અખાદ્ય તથા એક્સપાયરી ખાદ્ય ચીજોનો સ્થળ પર જ નાશ કરાયો
- Advertisement -
દરેક સ્ટોલ અને ફેરિયાઓ દ્વારા વેચાણ થતી ખાદ્યચીજોની તપાસ કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના લોકમેળામાં મુલાકાતીઓના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતાના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ-અલગ ટીમ દ્વારા તા.14-08-2025 થી તા.18-08-2025 સુધી ખાદ્યચીજોનું વેચાણ કરતાં વિક્રેતાઓને તથા ફેરિયાઓનું સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફેરિયાઓ દ્વારા વેંચાણ થતા બિન આરોગ્યપ્રદ રીતે ધૂળમાં જમીન પર રાખેલ બરફ 300 કિ.ગ્રા., વપરાશમાં લેવાતું દાઝીયુ ખાદ્યતેલ 70 કિ.ગ્રા., વાસી સડેલા બટેટા 44 કિ.ગ્રા., વાસી બાફેલા બટેટા 57 કિ.ગ્રા., મસાલાવાળા બટેટા 13 કિ.ગ્રા., પડતર મરચું પાવડર તથા એકપાયરી થયેલ ચાટ મસાલો 09 કિ.ગ્રા., તીખી ચટણી 14 કિ.ગ્રા., મીઠી ચટણી 52 કિ.ગ્રા., કોટિંગ લિક્વિડ 10 કિ.ગ્રા., વાસી ટોપરાનો મસાલો 05 કિ.ગ્રા., વાસી ઘુઘરા 08 કિ.ગ્રા., વાસી બ્રેડ પકોડા 37 કિ.ગ્રા., વાસી ખાટિયા ઢોકળા 08 કિ.ગ્રા., વાસી સડેલા -કાપેલા શાકભાજી 15 કિ.ગ્રા., વાસી ફ્રુટ 47 કિ.ગ્રા., ફરાળી ચીપ્સ માટે વપરાતો મકાઇનો લોટ 34 કિ.ગ્રા. ફરાળી ચટણી 15 કિ.ગ્રા., પાણિપુરીનું પાણી 08 લિટર, વાસી મીઠો પાન મસાલો 01 કિ.ગ્રા. મળીને અંદાજીત કુલ 747 કિ.ગ્રા. વાસી અખાધ્ય તથા એકપયાયરી થયેલ મળી આવેલ ખાદ્ય ચીજોનો લોકમેળામાં સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
તેમજ સ્થળ પર ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન ના સ્ટાફ દ્વારા અવેરનેશ તથા ચકાસણી હાથ ધરવામાં આવી. જે અંગે કુલ 49 ધંધાર્થિઓને ટેમ્પ. લાઇસન્સ આપવામાં આવેલ તથા દરેક સ્ટોલ અને ફેરિયાઓ દ્વારા વેચાણ થતી પેક્ડ- લુઝ તથા પ્રિપેર્ડ ખાદ્યચીજોની તપાસ કરાઈ હતી. ફૂડ વિભાગની ટીમ દ્વારા ઋજઠ વાન સાથે હનુમાન મઢીથી રૈયા ચોકડી વિસ્તારમાં ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ હતી જેમાં 4 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.



