ખાસ-ખબર ન્યૂઝ વિરપુર
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા 17 મેં થી એક માસ માટે વિશ્વ હાઈપર ટેન્શન જાહેર કરવામાં આવેલ છે જેમાં લોકોના બ્લડ પ્રેસર, ડાયાબિટીસ, એચઆઇવી સહિત લોકોમાં જનજાગૃતિ માટે જુદી જુદી રીતે હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે.
જેમને લઈને વિરપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા યાત્રાધામ વિરપુર જલારામ એસટી બસ સ્ટેન્ડ ખાતે વિરપુર સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિકારી બી.ડી.ડોડીયાના માર્ગદર્શન હેઠળ હેલ્થ ચેકપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં વિરપુર આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ ડો.રોનક મણવર બારોટ તીર્થરાજ, ભગીરથ અગ્રાવત, સંજય બાવરિયા સહિતના કર્મચારીઓની ટિમ દ્વારા વિરપુર આવતા યાત્રાળુંઓ તેમજ ખાસ કરીને પોતાની ફરજ પર સતત વ્યસ્ત રહેતા એસટી બસમાં ફરજ બજાવતા સીત્તેરથી વધુ ડ્રાઈવરો, કંડક્ટરોનું તેમજ એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોનું હેલ્થ ચેકપ
કરાયું હતું. આ હેલ્થ ચેકપ કેમ્પમાં વિરપુર એસટી વિભાગના ટી.સી.ઓફીસર કુલદીપસિંહ જાડેજા દ્વારા એસટી બસના દ્વાઈવરો તેમજ કંડક્ટરોના હેલ્થ અને આરોગ્ય જળવાઈ તે માટે જાગૃત કરાયા હતા.