ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત પોલીસમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના અનિલભાઈ ગુજરાતીએ કાયદો અને વ્યવસ્થાની કામગીરી ઉમદા અને ખંતપુર્વક કરી જેમાં રાજકોટ જિલ્લામાં ગઇ તા.09/04/2024ના રોજ આ કામના ફરિયાદી મહેશભાઇ વિઠ્ઠલભાઇ વેકરીયા જાતે પટેલ ઉ.વ.37ની ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આવેલ મહારાજા એન્ટરપ્રાઇઝ નામ દુકાન નં.બી-113માં કોઇ અજાણ્યા આરોપીએ ગેર કાયદેસર પ્રવેશ કરી ટેબલનું ખાનું તોડી તેમાં રાખેલ તીજોરીની ચાવી લઇ તેમાં રાખેલ રૂ.5,50,000/-ની ચોરી કર્યાની ફરિયાદ ગોંડલ સિટી બી ડિવીઝનમાં નોંધાવી હતી.
- Advertisement -
આ ગુનાની ગંભીરતા ધ્યાને લઇ આ ગુનાના આરોપીને પોતાના ખાનગી બાતમીદારો તેમજ આગવી સુઝબુઝ તેમજ ટેકનીકલ રીસોર્સ આધારે આ ઘરફોડ ચોરીના આરોપી હિતેશભાઇ ઉર્ફે શીવો નાનજીભાઇ તાળાને મુદ્દામાલ સાથે પકડી પ્રશંસનીય કામગીરી કાયદો અને વ્યવસ્થાને ઉપલક્ષ કરવાની થતી તમામ કામગીરી નિષ્ઠાપુર્વક અને ખંતપુર્વક કરવાં બદલ રાજકોટ ગ્રામ્ય એલસીબીના હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતીને બેસ્ટ ઇન્વેસ્ટીગેશન પ્રશંસાપત્ર એવોર્ડ રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર પાદવ દ્વારા આપવામાં આવ્યો હતો. જેમને લઈને અનિલભાઈ ગુજરાતીને પોલીસ સ્ટાફ તેમજ ખાંટ રાજપૂત સમાજના અગ્રણીઓ,વડીલો તેમજ યુવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.