દુષ્કર્મના કેસમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
હાઈકોર્ટે માત્ર રેકોર્ડ સામગ્રીના આધારે જ ફેંસલો ન કરવો જોઈએ : સુપ્રીમ કોર્ટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.15
સુપ્રીમકોર્ટે એક મહત્વના ફેસલામાં જણાવ્યું હતું કે, લગ્નનો વાયદો કરીને યૌન સંબંધ બાંધવાનો દરેક મામલે દુષ્કર્મ નહીં માનવામાં આવે. જસ્ટિસ બી.વી.નાગરત્ના અને સતીષ ચંદ્ર શર્માની પીઠે દુષ્કર્મના કેસમાં દિલ્હી હાઈકોર્ટનો ફેસલો રદ કરતા ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.સુપ્રીમ કોર્ટે હાલમાં જ પસાર નિર્ણયમાં વારંવાર એ સ્પષ્ટ કર્યું હતું કે, માત્ર લગ્નનો વાયદો કરીને શારીરિક સંબંધ બાંધવાનો દરેક કેસ દુષ્કર્મ નહીં માનવામાં આવે.પીઠે સ્પષ્ટ કર્યું હતું કે, આઈપીસીની ધારા 375 અંતર્ગત અપરાધ ત્યારે બને છે, જયારે આરોપી દ્વારા લગ્નનો વાયદો માત્ર યૌન સંબંધ બાંધવાની સહમતી પ્રાપ્ત કરવાના ઉદેશથી કરવામાં આવી હોય અને તેનો શરૂઆતમાં જ વાયદો પૂરો કરવાનો કોઈ ઈરાદો ન હોય.સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ફેસલા વિરુદ્ધ આરોપી વ્યક્તિ તરફથી દાખલ અપીલ સ્વીકારતા આ ટિપ્પણી કરી હતી. પીઠે દિલ્હી હાઈકોર્ટના 3 જાન્યુઆરી 2024ના ફેસલાને રદ કરી દીધો. હાઈકોર્ટે સેશન્સ કોર્ટ દ્વારા 8 જૂન 2023ના આરોપીને આરોપમુક્ત કરવાનો ફેસલો રદ કરી દીધો હતો અને તેની સામે દુષ્કર્મનો કેસ ચલાવવાનો નિર્દેશ આપ્યો હતો.સુપ્રીમ કોર્ટે પોતાના ફેસલામાં કહ્યું હતું કે, બધા તથ્યો પર વિચાર કર્યા બાદ અમને લાગે છે કે અદાલત માટે સીઆરપીસીની ધારા-227 અંતર્ગત શક્તિઓનો પ્રયોગ કરવા અને અપીલકર્તાને આરોપમુક્ત કરવા માટે રેકોર્ડ સામગ્રી પર્યાપ્ત હતી.પીઠે જણાવ્યું હતું કે, હાલના કેસમાં અમને એવું પણ લાગે છે કે હાઈકોર્ટે નોધાયેલી એફઆઈઆર અને ચાર્જશીટમાં આરોપોનું વિસ્તૃત વિશ્લેષણ કર્યું છે, પરંતુ એ વિચાર કરવામાં વિફળ રહી કે આરોપો નકકી કરવાના ચરણમાં અદાલતે માત્ર રેકોર્ડ પર સામગ્રીના આધારે જ નિર્ણય કરવો જોઈએ.શીર્ષ અદાલતે કહ્યું કે, હસ્તક્ષેપ અને સમીક્ષા અધિકાર ક્ષેત્રના પ્રયોગનું ક્ષેત્ર અત્યંત સીમીત છે અને તેનો પ્રયોગ ખૂબજ સંયમથી કરવો જોઈએ. મહિલાની ફરિયાદ પર એક વ્યક્તિ સામે દિલ્હી પોલીસે 2021માં દુષ્કર્મનો કેસ દાખલ કર્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે વ્યક્તિએ તેની સાથે લગ્ન કરવા અને બે બાળકોની સારસંભાળ રાખવાનો વાયદો કરીને અનેકવાર શારીરિક સંબંધ બનાવ્યા હતા. બાદમાં લગ્નનો ઈન્કાર કરી દીધો હતો. કેસ મુજબ ફરિયાદી મહિલા અને આરોપી એકબીજાને 2011થી ઓળખતા હતા અને બન્ને વચ્ચે 2016માં પ્રેમ થયો હતો.