ધો. 12 કોમર્સની પરીક્ષામાં આજે વાણિજ્ય વ્યવસ્થાનું પેપર
આજે ધોરણ 10 અને 12 સાયન્સ તથા કોમર્સની બોર્ડની પરીક્ષા છે. જેમાં ધોરણ 10માં આજે વિજ્ઞાનનું પેપર છે જ્યારે ધોરણ 12 સાયન્સમાં ગણિત અને 12 કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થાનું પેપર છે. ધોરણ 10 અને 12 સાયન્સના બંને પેપર આજે વિદ્યાર્થીઓ માટે મહત્વના રહેશે. અગાઉના તમામ પેપર સહેલા હતા જેથી આજનું પેપર સહેલું ના આવે તેવો વિદ્યાર્થીઓને ડર છે. ધોરણ 10ની પરીક્ષા 10 વાગ્યાથી શરૂ થઈ હતી.
જે 1:15 વાગે પુરી થશે, જ્યારે ધોર તણ 12 સાયન્સની પરીક્ષા 3 વાગે શરૂ થશે અને 6:30 વાગે પુરી થશે જ્યારે 12 કોમર્સની પરીક્ષા 3 વાગે શરૂ થઈને 6:15 વાગે પુરી થશે. ધોરણ 12 સાયન્સમાં અ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે આજે ગણિતનું પેપર છે, આજનું પેપર પૂર્ણ થતાં 12 સાયન્સના મહત્વના પેપર પુરા થશે જે બાદ ઈંગ્લીશ અને કોમ્પ્યુટરની પરીક્ષા બાકી રહેશે.
- Advertisement -
નોંધનીય છે કે, રાજ્યભરમાં 28 માર્ચથી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. કોરોના બાદ પ્રથમવાર ધો.10-12ના કુલ 14,98,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં ધોરણ 10ની પરીક્ષામાં કુલ 958 કેન્દ્રો પર 9,64,529 વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં 140 કેન્દ્રો પર 1,08,067 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ ઉપરાંત ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 527 કેન્દ્રો પર 4,25,834 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.