એઇમ્સ રોડ પર એલસીબીનો બાતમી આધારે દરોડો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એલસીબી ઝોન 2ની ટીમે બાતમી આધારે એઇમ્સ રોડ પર દરોડો પાડી 45.36 લાખની કિમતનો 7560 બોટલ દારૂ ભરેલા ટ્રક સાથે હરિયાણાના શખ્સની ધરપકડ કરી 55.44 લાખનો મુદામાલ કબજે કરી જેની સાથે ફોનમાં સંપર્કમાં હતો તે શખ્સ સામે ગુનો નોંધી ડ્રાયવરની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સૂચના અન્વયે એલસીબી ઝોન 2ના પીએસઆઇ ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફના એએસઆઇ જયંતીભાઈ ગોહિલને બાતમી મળી હતી કે મોરબી બાયપાસથી એઇમ્સ રોડ તરફ જતાં રસ્તામાં એક ટ્રક ઊભી છે જેમાં દારૂનો મોટો જથ્થો છે જેથી બાતમી આધારે દરોડો પાડી શંકાસ્પદ ટ્રક કોર્ડન કરી જડતી લેતા તેમાંથી 45 લાખ 36 હજારની કિમતનો જુદી જુદી બ્રાન્ડનો 7560 બોટલ દારૂ મળી આવતા હરિયાણાના ડ્રાયવર સાજિદ અલી હાકમ અલીની ધરપકડ કરી પૂછતાછ કરતાં તેણે એક મોબાઈલ નંબર આપેલ જેમાં પૂછવાથી શખ્સ આગળનું લોકેશન આપવાનો હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી 55,44,300નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.