18 કીલો માવા અને રબડી મળી આવી:મનપાની ફૂડ શાખા ના દરોડા: પાંચ પેઢી ને લાયસન્સ બાબતે નોટીસ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડવિભાગ દ્વારા ફૂડસેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે રેલનગર – પોપટપરા વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 14 પેઢીની ચકાસણી અને વેંચાણ થતાં ઠંડાપીણાં, દૂધ, મસાલા તથા પ્રીપેર્ડ ફૂડવિગેરેના કુલ 19 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
- Advertisement -
શિવાંગી સુપર માર્કેટ ,નીલકંઠ એન્ટરપ્રાઈઝ,શિવમ સાઉથ ઇન્ડિયન ,અમુલ પાર્લર ,હીંગળાજ જનરલ સ્ટોર,ઈશ્વરીયા સુપર સ્ટોર ,ઈશ્વરીયા કોલ્ડ્રીંક્સ,જલારામ ખમણ ,શિવ શક્તિ લાઇવ પફ, અંબે સેલ્સ એજન્સી,નવરંગ ડેરી ફાર્મ ,શક્તિ જનરલ સ્ટોર,માલધારી રસ સેન્ટર,મઢુલી રસ સેન્ટરની જનરલ ચકાસણી કરવામાં આવી તેમજ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડવિભાગ દ્વારા ફૂડસેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે મંગળા રોડ – વિદ્યાનગર મેઈન રોડ વિસ્તારમાં ચકાસણી તથા લાઇસન્સ અંગેની અવેરનેશ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ 20 પેઢીની ચકાસણી તથા ચકાસણી દરમિયાન 05 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપી હતી.
અને શુભમજનરલ સ્ટોર, જલારામ નમકીન,છ.ઊં. શોપિંગ પોઈન્ટ ,અરીહંત નમકીન, ડીલક્સ કોલ્ડ્રીંક્સ ,ડોડીયા પાન કોલ્ડ્રીંક્સ, રાજાણી પ્રોવિઝન સ્ટોર,અમૃત જનરલ સ્ટોર, ખોડીયાર કોલ્ડ્રીંક્સ,ચટપટ નમકીન,શરબતવાલા જ્યુસ લચ્છી, ડીલકસ પાન કોલ્ડ્રીંક્સ,ટી પોસ્ટ ,રામદેવ નાસ્તા ગૃહ, ભવાની કોલ્ડ્રીંક્સની ચકાસણી કરવામાં આવી હતી.
પટેલવાડી પાસે પેડક રોડ પર આવેલા આઝાદ હિન્દ ગોલાવાલાને ત્યાંથી બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ કરેલો 08 સલ વાસી માવો તથા 10 સલ કસ્ટર્ડ પાઉડર મિશ્રિત રબડી મળી કુલ 18 સલ જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.તેમજ જૈન ફૂડ્સની તપાસ દરમિયાન પેઢીમાં સંગ્રહ કરેલ નમકીન બનાવવા ઉપયોગમાં લેવાતા દાજીયા તેલનો જથ્થો કુલ 40 સલ જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.