મકરસંક્રાંતિ ના તહેવારને અનુલક્ષીને ચાઈનીઝ દોરી ના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં પાટણ જિલ્લાના હારીજ પંથકમાં સ્વીફ્ટ ગાડીમાં ચાઇનીઝ દોરીની હેરાફેરી થતી હોવાની મળેલી બાતમીના આધારે હારીજ પોલીસે તપાસ હાથ ધરી મળેલ હકીકત મુજબની સ્વીફટ કાર નજરે ચડતાં તેને ઉભી રખાવી તપાસ કરતાં ગાડી માથી ચાઈનીઝ દોરી ની ફીરકી નંગ-144 રૂા. 72000 સહિત સ્વીફટ કાર સાથે બે ઈસમોને હારીજ પોલીસે દબોચી કાયદેસરની કાયેવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. દરમ્યાન બાતમી હકીકત મળેલ કે સમી રોડ તરફથી એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી જી.જે.24.એ.યુ.03ર6નો છે તે હારીજ તરફ આવે છે જેની અંદર પ્લાસ્ટિક કે સીન્થેટીક મટીરીયલ્સથી બનેલ ચાઇનીઝ દોરા તથા ટોનીક મટીરીયલ્સ (ઝેરી દોરા) વેચાણ સારૂ ભરેલ છે તે હકીકત આધારે હારીજ હાઇવે ચાર રસ્તા આગળ વોચ તપાસમા રહી હકીકત (ચાઇનીઝ) દોરાની ફીરકીઓના ફીરકી નંગ-1 ની કી રૂા.500/- લેખે કુલ-144 ફીરકીની કુલ કિ મુજબની ગાડીમાંથી નાયલોન એક ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-144 મળી આવેલ જે .રૂા.72000 તથા સ્વીફ્ટ ગાડી કીમત રૂ.3,00,000 તથા મોબાઈલ નંગ-03 રૂ.-40,000 મળી કુલ રૂ.4,12,000ના મુદામાલ સાથે કૃણાલસિંહ બબાજી વાઘેલા રહે-જમણપુર તા-હારીજ જી-પાટણ અને જશવંતસિંહ હેતુભા વાઘેલા રહે-જમણપુર તા-હારીજ જી-પાટણ ને ઝડપી જીલ્લા મેજીસ્ટ્રેટ પાટણના જાહેરનામાં ભંગ બદલ હારીજ પો.સ્ટે ખાતે બી.એન.એસ. કલમ 23,54 તથા એમ.વી. એક્ટ કલમ 3,181 મુજબ ગુનો રજી કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
Follow US
Find US on Social Medias