- શમીએ કહ્યું, હું ગુજરાતની ટીમનો ભાગ બની ખૂબ જ ઉત્સાહિત છું.
- હાર્દિક પંડ્યા
રૂ. 15 કરોડ - રાશિદ ખાન
રૂ. 15 કરોડ - શુભમન ગિલ
રૂ. 7 કરોડ - મોહમ્મદ શમી
રૂ. 6.25 કરોડ - જેસન રોય
રૂ. 2 કરોડ
IPL 2022 મેગા ઓક્શનનો પ્રારંભ થઈ ગયો છે. આ વખતે ઈંઙકમાં 10 ટીમ રમશે. લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ એમ બે નવી ટીમ જોડાઈ છે. આ ટીમ હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળ IPL-2022માં રમશે. ગુજરાત ટાઈટન્સ આ ઓક્શનમાં પોતાની નવી જ ટીમ માટે શ્રેષ્ઠ પ્લેયરો પસંદ કરશે.. ગુજરાત ટાઈટન્સે પોતાની ટીમનું નામ ત્રણ દિવસ પહેલાં, એટલે કે 9મી ફેબ્રુઆરીએ જાહેર કર્યું હતું. હરાજીમાં મોહમ્મદ શમીને 6.25 કરોડમાં ખરીદી ગુજરાત ટાઈટન્સે પોતાનું ખાતું ખોલાવ્યું છે. ઈંગ્લેન્ડના આક્રમક ઓપનર જેસન રોયને ટીમે 2 કરોડમાં ખરીદ્યો છે.
અત્યાર સુધી કયાં ખેલાડીઓ વેચાયા
1. દીપક હુડ્ડાને લખનઉ સુપર જાયન્ટ્સે 5.75 કરોડમાં ખરીદ્યો
2. હર્ષલ પટેલ ફરી આરસીબીમાં જોવા મળશે, 10.75 કરોડમાં ખરીદ્યો
3. શાકિબ અલ-હસનને કોઈ ખરીદદાર મળ્યું નહીં
4. હોલ્ડરને લખનઉ સુપર જાયન્ટ્સે 8.75 કરોડમાં ખરીદ્યો
5. ઓલરાઉન્ડર નીતિશ રાણાને કોલકત્તાએ 8 કરોડની મોટી રકમ આપી ખરીદ્યો
6. ચેન્નઈ સુપર કિંગ્સે 4.40 કરોડમાં બ્રાવોને ફરી પોતાની ટીમમાં સામેલ કર્યો
7. સ્ટીવ સ્મિથ ન વેચાયો
8. સુરેશ રૈનાને કોઈ ખરીદદાર મળ્યું નહીં
9. ઓપનર દેવદત્ત પડિક્કલને 7.75 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો
10. ડેવિડ મિલરને કોઈ ખરીદદાર ન મળ્યું
11. ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયને 2 કરોડમાં ગુજરાત ટાઈટન્સે ખરીદ્યો
12. વેસ્ટ ઈન્ડિઝના આક્રમક બેટર શિમરોન હેટમાયરને 8.50 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો
13. મનીષ પાંડેને 4.60 કરોડમાં લખનઉ સુપર જાયન્ટ્સે ખરીદ્યો
14. વિસ્ફોટક બેટર ડેવિડ વોર્નરને દિલ્હી કેપિટલ્સને 6.25 કરોડમાં ખરીદ્યો
15. લખનઉ સુપર જાયન્ટ્સે ક્વિન્ટન ડી કોકને 6.75 કરોડમાં ખરીદ્યો
16. આફ્રિકાના બેટર ફાફ ડુ પ્લેસિસને આરસીબીએ 7 કરોડમાં ખરીદ્યો
17. શમીને ગુજરાત ટાઈટન્સે 6.25 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો
18. શ્રેયસ અય્યરને કોલકત્તા બનાવશે કેપ્ટન! 12.25 કરોડમાં ખરીદ્યો
19. ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટને રાજસ્થાન રોયલ્સે 8 કરોડમાં ખરીદ્યો
- Advertisement -
IPL ઓક્શન દરમિયાન ઢળી પડ્યા ઓક્શનર
IPL 2022 મેગા ઓક્શન દરમિયાન મોટી ઘટના બની હતી. હરાજી કરનાર હ્યુજ એડમિડ્સ અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા. બ્રિટનના હ્યુજ એડમિડ્સને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા હતા અને ઓક્શનને રોકી દેવાયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે શ્રીલંકાના લેગ સ્પિનર વાનિંદુ હસરંગાની બોલી ચાલી રહી હતી, ત્યારે તેઓ અચાનક ઢળી પડ્યા હતા. આ જોઈને હાજર દિગ્ગજો ચોંકી ગયા હતા અને પોતાની જગ્યા પર ઊભા થઈ ગયા હતા.