– રાહુલ ગાંધી હાર્દિક તરફ અને તેના પ્રદેશ નેતૃત્વની વિરૂદ્ધમાં આપેલા નિવેદનોથી નાખુશ છે.
ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ હાર્દિક પટેલની છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ સાથે નારાજગી ચાલી રહી છે. આ બાબત ત્યારે નજરમાં આવી જયારે તેઓ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ હોવા છતાં પણ રાજસ્થાનના ઉદયપુરમાં ચાલી રહેલી કોંગ્રેસની રાષ્ટ્રીય ચિંતન શિબિરમાં પહોંચ્યા નહોતા. ઉલ્લેખનીય છે કે તેમણે ચિંતન શિબિરમાં આમંત્રિત થવા માટે નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં તેઓ ચિંતન શિબિરમાં જોવા મળ્યા નહીં.
- Advertisement -
છેલ્લા કેટલાક દિવસોથી હાર્દિક પટેલની કોંગ્રેસ સાથેની નારાજગીના સમાચાર સામે આવ્યા છે. એટલું જ નહીં, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાઇ શકે છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ રેલીમાં તેઓ તેમની સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા, પરંતુ તેઓ એક વાર પણ વાતચીત કરતા જોવા મળ્યા નહોતા. રાહુલ ગાંધી હાર્દિક તરફ અને તેના પ્રદેશ નેતૃત્વની વિરૂદ્ધમાં આપેલા નિવેદનોથી નારાજ છે.
- Advertisement -
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વાતની વધારે સંભઆવના છે કે થોડા સમયમાં હાર્દિક પટેલને પાર્ટીથી બહારનો રસ્તો દેખાડવામાં આવી શકે છે. ગુજરાતમાં વિધાનસભા ચુંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાઇ શકે છે. એવામાં ભાજપ, કોંગ્રેસની સાથે-સાથે આમ આદમી પાર્ટી અને એમઆઇએણઆઇએમએ પણ પોતાની તૈયારી શરી કરી દીધી છે.
આપના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા થોડા સમયથી ત્રીજી વાર ગુજરાતની યાત્રાએ આવ્યા હતા. જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં થોડા સમયથી કેટલી વાર આવી રહ્યા છએ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ ચુંટણીની તૈયારીના ભાગરૂપે છેલ્લા દિવસોમાં પ્રદેશના પ્રવાસે આવ્યા હતા.