આર્યુવેદ નિદાન, હોમીયોપેથી નિદાન અગ્નિકર્મ, સુવર્ણપ્રાશન, ઉકાળા કેમ્પ સહિત 15 સ્ટોલના માધ્યમથી 4000 થી વધુ લાભાર્થીઓ લીધો મેળાનો લાભ લીધો હતો સ્વાસ્થ્ય જાળવવા અને શરીરની તંદુરસ્તી માટે આયુર્વેદ ઓષધીઓનો પણ ખુબ મહત્વ રહ્યો છે. પરંપરાગત ઔષધિઓની માહિતી લોકોને મળે અને લોકો રોજબરોજની જીવનશૈલીમાં અપનાવતા થાય તે હેતુથી આયુષમેળા યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ઉના યોગા હોલ ખાતે હર દિન હર ઘર આર્યુંવેદ અંતર્ગત ધારાસભ્ય કે.સી.રાઠોડની અધ્યક્ષતામા આયુષમેળો યોજાયો હતો. જેમાં જિલ્લામાં ઉત્કૃષ્ટ કામાગીરી કરનાર મેડીકલ ઓફીસર સતિષ પડશાળા, વૈધ રાકેશ શાહ અને વૈધ પાંચાભાઇ દમણીયાને મહાનુભાવો દ્વારા પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા નિર્દેશીત ગીર-સોમનાથ આયુર્વેદશાખા દ્વારા આયોજીત આયુષ મેળામાં 4000 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં આર્યુવેદ નિદાન-190 લાભાર્થીઓ, હોમીયોપેથ ચિકિત્સા-137, સુવર્ણપ્રાશન હોપ્સ-93, અગ્નિકર્મ ચિકિત્સા-13, ઉકાળા કેમ્પ-630, હોમીયોપેથી દવા-380, પ્રકૃતિ પરીક્ષણ-84 તેમજ જરા ચિકિત્સા, પંચકર્મ વન્સપતિ, ઓષધી પ્રદર્શન, સ્વસ્થવૃત પ્રદર્શનપ્રદર્શન, હર્બલ વાનગી પ્રર્દશનના મળી કુલ 4000 થી વધુ લાભાર્થીઓ આયુષમેળાનો લાભ લીધો હતો.
“ઊના ખાતે હર દિન હર ઘર આયુવેંદ”અંતર્ગત આયુષમેળો યોજાયો

You Might Also Like
Follow US
Find US on Social Medias