ટંકારા-પડધરીથી લઈ સમગ્ર મોરબી પંથકમાં મહામારીના સમયમાં દુર્લભજીભાઈ દેથરિયાની પ્રશંસનીય કામગીરી
દુલાબાપા પ્રસિદ્ધિથી દૂર રહી પ્રજાસેવા પર વિશ્ર્વાસ ધરાવે છે, તેમનું કામ જાહેરખબરોમાં નહીં પરંતુ જમીનીસ્તરે જનજનમાં બોલે છે
- Advertisement -
ગરીબો, વંચિતો, પીડિતો માટે ખડેપગે સેવા, સાદગી અને સમર્પણનો પર્યાય દુર્લભજીભાઈ દેથરિયા
મહામારીના સમયમાં કોરોના એન્ટીજન ટેસ્ટકિટ, ઓક્સિજનથી લઈ અનાજકિટ-દવાઓ પૂરી પાડી
કેન્દ્રમાં નરેન્દ્ર, રાજ્યમાં ભૂપેન્દ્ર અને ટંકારા-પડધરીમાં દુર્લભજીની ટ્રિપલ એન્જીન ભાજપ સરકારને વિકાસની નવી પરિભાષા લખવાની તક આપવા મતદારો આતુર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ટંકારા-પડધરીમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ અને કોરોના મહામારી જેવી વિકટ સમસ્યાઓ આવી છે. આ તમામ આપત્તિઓમાં પાટીદાર પુત્ર દુર્લભજીભાઈ દેથરિયા જનતાની પડખે સતત ઊભા રહ્યા છે. જનતાના સુખે સુખી, જનતાના દુ:ખે દુ:ખી દુર્લભજીભાઈ દેથરિયાએ કોરોના અને લોકડાઉનના કપરા સમયમાં પ્રતિદિન 18-18 કલાક જનહિતલક્ષી કામ કર્યું છે. સમગ્ર મોરબી જિલ્લાના ગામેગામ અને પડધરી-ટંકારા વિસ્તારમાં રોજેરોજ દર્દીઓ, તબીબો, પેરા મેડિકલ સ્ટાફ, સુરક્ષાકર્મીઓ, સફાઈકર્મીઓ, સમાજના અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીશ્રીઓ વગેરે સાથે રહીને જનસેવા કરી છે. કોરોના મહામારીની પ્રથમ લહેર દરમિયાન રાજકોટ-મોરબી આસપાસના ક્ધટેઇન્મેન્ટ ઝોન્સમાં વ્યાપક મેડિકલ તપાસ થાય તેમજ ડોર-ટુ-ડોર આરોગ્ય સુવિધાઓ પૂરી મળી રહે તે માટે દુર્લભજીભાઈ દેથરિયા રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે દિન-રાત સંપર્કમાં હતા. ટંકારા-પડધરીના ગામેગામના લોકોમાં કોરોના વાઇરસ અંગે જાગૃતિ આવે તે માટે અથાક પ્રયત્નો કર્યા તેમજ કોરોના મહામારી અંગેની માહિતી અને તેનાથી બચવાના સુરક્ષા ઉપાયો જેવા કે, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝરનો ઉપયોગ, માસ્ક પહેરવું વગેરેનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
કોરોના મહામારીની બીજી લહેરમાં પણ કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવા માટે આરટીપીસીઆર અને રેપિડ એન્ટિજન ટેસ્ટમાં વધારો થાય, કોરોના વધુ ફેલાતો અટકાવી શકાય, કોરોનાના દર્દીને ઝડપથી પકડી સારવાર આપી શકાય તે માટે દુર્લભજીભાઈ દેથરિયાએ સ્વખર્ચે કોરોના ટેસ્ટ કીટ વહેંચી હતી. એટલું જ નહીં, કોરોનાકાળમાં દુર્લભજીભાઈ દેથરિયાએ દિલથી પીડિતો, ગરીબો, વંચિતોની સેવા કરી તેમને અનાજની કીટથી લઈ ઓક્સિજન અને દવાઓ પૂરા પાડ્યા છે. આજે સમગ્ર મોરબી પંથકમાં સૌના દુલારા દુલાબાપા એક લોકપ્રિય જનસેવક તરીકેની નામના ધરાવે છે. તેઓ સેવા, સાદગી અને સમર્પણનો પર્યાય બની ચૂક્યા છે. દુલાબાપા હંમેશા પ્રસિદ્ધિથી દૂર રહી પ્રજાસેવા પર વિશ્વાસ ધરાવે છે તેથી તેમનું કામ જાહેરખબરોમાં નહીં પરંતુ જમીનીસ્તરે જનજનમાં બોલે છે. ટંકારા-પડધરીથી લઈ સમગ્ર મોરબી પંથકમાં મહામારીના સમયમાં દુર્લભજીભાઈ દેથરિયાએ કરેલી પ્રશંસનીય કામગીરીની યાદી ઘણી લાંબી છે. ટૂંકમાં કહીએ તો તેમણે કરેલી જનસેવાનો બદલો હવે જનતા મત સ્વરૂપે આપવા માગે છે. ટંકારા-પડધરી મતવિસ્તારમાંથી દુર્લભજીભાઈ દેથરિયાને વિજેતા બનાવીને મતદારો કેન્દ્રમાં નરેન્દ્ર, રાજ્યના ભૂપેન્દ્ર અને ટંકારા-પડધરીમાં દુર્લભજીની ટ્રિપલ એન્જીન ભાજપ સરકારને વિકાસની નવી પરિભાષા લખવાની તક આપશે એવું જણાઈ આવે છે.