પ્રેમની અભિવ્યક્તિ દર્શાવતા વેલેન્ટાઇન સપ્તાહનો પ્રારંભ : આજે રોઝ ડે ઉજવાશે
બજારમાં ખરીદીનો ધમધમાટ, સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન રોઝ, બુકે, ચોકલેટ એસોર્ટ બોક્સ,
આઇ લવ યુ બાર, કપલ બાર, ફ્રેન્ડશિપ બેલ્ટ, એન્ટિક વેડિંગ જવેલરી, સૌથી વધુ બેંટો કેકની માંગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
પ્રેમની અભિવ્યક્તિના અવસર ગણાતા વેલેન્ટાઇન સપ્તાહનો આવતીકાલથી પ્રારંભ થશે.યુવાઓ અને નવયુગલો દ્વારા સરપ્રાઈઝ ઉજવણીની તૈયારી શરૂ કરી છે.સપ્તાહ દરમિયાન ગુલાબ, ગિફ્ટ આર્ટીકલ, કાપડ એન્ટિક જ્વેલરી સહિતની ચીજોની ખરીદીનો ધમધમાટ રહેશે અનેક સ્થળોએ સરપ્રાઈઝ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.આવતીકાલે રોઝ ડે નિમિત્તે રોઝ બુકે અને ચોકલેટની અવનવી વેરાયટીઓની ખરીદી કરવામાં આવી હતી. આગામી 14 ફેબ્આરીના વેલેન્ટાઈન ડે ઉજવાશે. ફેબ્આરી માસના બીજા સપ્તાહને વેલેન્ટાઇન વીક તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસોની પ્રેમી પંખીડા આતુરતાથી રાહ જોતા હોય છે. દરેક દિવસનું અલગ અલગ મહત્વ રહેલું છે. જેથી કોલેજીયન યુવાઓ નવયુગલો તથા મિત્ર વર્તુળ દ્વારા સપ્તાહ દરમિયાન દરરોજ અલગ અલગ દિવસની ઉજવણી દ્વારા પ્રેમનો એકરાર કરાશે.આવતીકાલે વેલેન્ટાઈન વીકનો પ્રથમ દિવસ રોઝ ડે નિમિત્તે જૂનાગઢના ફૂલોના વેપારીના જણાવ્યા મુજબ વેલેન્ટાઈન વીક અંતર્ગત ગુલાબના ફૂલ મુખ્યત્વે બેંગ્લોરથી અને તાલુકા વિસ્તારોમાંથી આવે છે.વેલેન્ટાઇન વીક અંતર્ગત ગુલાબની કિંમતમાં 10 ટકાનો વધારો થયો છે. જોકે યુવા હૈયાઓને પ્રેમની અભિવ્યક્તિ આડે ભાવ વધારો આવતો નથી.હાલ લગ્ન ગાળો હોય જેથી પ્રસંગમાં આવનાર મહેમાનોને પણ ગુલાબનું ફૂલ આપી તથા સ્ટેજ પર ગુલાબની પાંખડીઓ ઉડાડી ઉજવણી થશે. પ્રેમની અભિવ્યક્તિ દર્શાવવા ચોકલેટની વધુ માંગ છે.રોઝ ડે નિમિત્તે રોઝ ફલેવર ચોકલેટ,કેક અને રોઝ લગાવેલ ડિઝાઇનિંગ બુકેની અવનવી થીમની માંગ છે. બ્યુટી પાર્લર ચલાવતી મહિલાના જણાવ્યા મુજબ મહિલાઓમાં ગુલાબ લગાવેલ નેકલેસની માંગ છે. સોશિયલ મીડિયાના ટ્રેન્ડમાં મેસેજ અને રીલના બદલે વેલેન્ટાઈન વીકની ઉજવણી સરપ્રાઈઝ પાર્ટી દ્વારા કરવામાં આવશે. આજે વેલેન્ટાઈન વીકના પ્રથમ દિવસે શનિવારે રોઝ ડે પ્રપોઝ ડે, રવિવારે પ્રપોઝ , સોમવારે ચોકલેટ, મંગળવારે ટેડી ડે, બુધવારે પ્રોમિસ ડે, ગુરુવારે હગ ડે, શુક્રવારે કિસ ડે, અને અંતિમ દિવસે શનિવારે વેલેન્ટાઈન ડે મનાવવામાં આવશે. કપલ, હાર્ટ, કિસિંગ થીમ, ડાર્ક, લોલીપોપ બુકે, ટેડી ચોકલેટ, લવ બાર પ્રિઝમ અને ચોકલેટ ઉપરાંત હાલ સૌથી વધુ બેન્ટો કેક ચોકલેટની માંગ અને કેકમાં અલગ અલગ વેરાયટી તૈયાર કરવામાં આવી છે. દંપતી અને નવયુગલો ચોકલેટ એસોર્ટ બોક્સ, આઇ લવ યુ બાર, કપલ બાર, ફ્રેન્ડશીપ બેલ્ટ, રોઝ બુકે, એન્ટિક વેડિંગ જવેલરી, ડ્રેસ મટીરીયલ, મોબાઈલ અને ઇલેક્ટ્રીક આઈટમ, સહિતની ચીજોની ખરીદી થશે. વેલેન્ટાઇન વીકનો પ્રારંભ થતાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં હોટલ, રેસ્ટોરન્ટમા પણ યુવાઓને આકર્ષવા નવા સુશોભન અને શણગાર જોવા મળશે.
કેમ ઉજવવામાં આવે છે ’રોઝ ડે’, ગુલાબના રંગો શું દર્શાવે છે?
વેલેન્ટાઈન વીક 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ઉજવવામાં આવે છે. રોઝ ડે એ 7 ફેબ્રુઆરીએ ઉજવાતા વેલેન્ટાઈન વીકનો પહેલો દિવસ છે. આ દિવસે યુવાનો ગુલાબ આપીને પોતાનો પ્રેમ અને મિત્રતા વ્યક્ત કરે છે. ફૂલોના રાજા ગુલાબને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. તેના વિવિધ સુંદર રંગો વિવિધ લાગણીઓ વ્યક્ત કરે છે. તેથી, પ્રેમીઓ આ દિવસે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.
સફેદ ગુલાબ – સફેદ રંગ પ્રેમ અને શાંતિનું પ્રતીક છે. સફેદ ગુલાબ, જે આદર, નિર્દોષતા અને શુદ્ધતાનું પ્રતીક છે, તે પ્રિયજનોને પણ આપી શકાય છે.
પીચ ગુલાબ – પીચ એક એવો રંગ છે જે સ્ત્રીઓને ગમે છે. પીચ ગુલાબનો ઉપયોગ નમ્રતા, પ્રામાણિકતા અને કરુણાના પ્રતીક તરીકે થાય છે. પાર્ટનર્સ વચ્ચે સારા સંબંધ માટે પ્રામાણિકતા જરૂરી છે. તેથી, પીચ ગુલાબ પ્રામાણિકતા દર્શાવવા માટે આપવામાં આવે છે.
લાલ ગુલાબ – પ્રેમમાં રહેલા યુગલો માટે લાલ ગુલાબ એક લોકપ્રિય પસંદગી છે. એટલા માટે પ્રેમીઓ ઘણીવાર એકબીજાને લાલ ગુલાબ આપે છે. જો તમે વેલેન્ટાઇન ડે પર કોઈને તમારો પ્રેમ વ્યક્ત કરવા માંગતા હો, તો તેમને લાલ ગુલાબ આપવું એ એક સારો વિચાર રહેશે. તમને ગમતી વ્યક્તિનું વ્યક્તિત્વ શોધો અને તેમને તે રંગનો ગુલાબ આપીને તમારો પ્રેમ વ્યક્ત કરો.
નારંગી ગુલાબ – જો તમને કોઈ ગમતું હોય, તો તેને તમારી લાગણીઓ વ્યક્ત કરવા માટે નારંગી ગુલાબ આપો. તે શક્તિ અને ખુશીનું પ્રતીક માનવામાં આવે છે. તમે એવા લોકોને નારંગી ગુલાબ પણ આપી શકો છો જે તમારા માટે સમય કાઢે છે અને તમારા રોજિંદા જીવનમાં તમને મદદ કરે છે.
પીળું ગુલાબ – પીળું ગુલાબ મિત્રતા, ખુશી અને સકારાત્મક ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. પીળો ગુલાબ ઘણીવાર મિત્રોને આપવામાં આવે છે. તમે તે તમારા શ્રેષ્ઠ મિત્ર અથવા જેને તમે મિત્ર બનાવવા માંગો છો તેને આપી શકો છો.
વાદળી ગુલાબ – વાદળી ગુલાબનો ઉપયોગ સંવેદનશીલતા અને લાગણીઓના પ્રતીક તરીકે થાય છે. આ રંગ બે લોકો વચ્ચેની લાગણીઓને નરમાશથી વ્યક્ત કરવામાં મદદ કરે છે. પતિ-પત્ની એકબીજાને તેમની લાગણીઓ શેર કરવા માટે વાદળી ગુલાબ આપી શકે છે.
ગુલાબી ગુલાબ – ગુલાબી રંગ લાલ રંગનો વિરોધી છે. ગુલાબી રંગ ઘણીવાર ગુલાબ સાથે સંકળાયેલો હોય છે. તે એક એવો રંગ છે જે વિશ્લેષકો સુંદરતા અને સુઘડતાનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરે છે. જો તમે તમારી ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડમાં ગ્રેસ અને સુઘડતાની પ્રશંસા કરો છો, તો તમે તેમને ગુલાબી ગુલાબ આપી શકો છો.



