ભાજપના દિગ્ગજ આર. કે. પટેલનું હાર્યા બાદ દર્દ છલકાયું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.8
- Advertisement -
લોકસભાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતાઓ હાર્યા છે. જેઓ હવે હારના કારણો જણાવી રહ્યા છે. બાંદા ચિત્રકુટથી હારેલા ભાજપના ઉમેદવાર આર. કે. પટેલે હાર માટે પક્ષના ટોચના પદાધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા.
સપા ગઠબંધનના ઉમેદવાર કૃષ્ણા પટેલે વર્તમાન સાંસદ આર. કે. પટેલને 71 હજાર મતોથી હરાવ્યા હતા. હાર અંગે વાત કરતા આર. કે. પટેલે કહ્યું હતું કે પક્ષના ટોચના પદાધિકારી અને નેતાઓએ ભીતરઘાત જ નહીં ખુલીને હુમલો કર્યો છે. જાતિ સામે ખુલીને અભિયાન ચલાવવામાં આવ્યું. મોટા મોટા નેતાઓ ખુલ્લીને વિરોધ કરતા હતા. સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની વાતો ફેલાવવામાં આવી હતી. હું તેમને નમન કરુ છુ કે જેઓ આજે પણ મોદીની સાથે છે.
વર્ષ 2014માં આ બેઠક પર ભાજપ એક લાખથી વધુ મતોથી જીતી હતી, અહીંયા નેતાઓએ કુર્મીવાદ, બ્રાહ્મણવાદનું ખુલ્લેઆમ અભિયાન ચલાવ્યું હતું જેને કારણે હારનો સામનો કરવો પડ્યો. સ્થાનિક સ્તરે શું થઈ રહ્યું હતું તેની જાણકારી ટોચના નેતાઓથી લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી હતી. આગળ પક્ષ આ અંગે શું પગલા લેશે તે સમય જણાવશે. તેમણે શાયરીના અંદાજમાં કહ્યું હતું કે અપનોને હમે લૂંટા ગેરો મે કહાદમેં થા, મેરી કશ્તી વહાં ડૂબી જહા પાની કમ થા.
સમાજવાદી પાર્ટીના પૂર્વ જિલ્લા અધ્યક્ષે ડીપી યાદવે શનિવારે સવારે ગોળી મારી આત્મહત્યા કરી છે. સૂચના મળતાં તેમના પરિવારજનો અને કાર્યકરો તેમના બુદ્ધિવિહાર આવાસ પહોંચ્યા હતા. પૂર્વ રાજ્યસભા સાંસદ વીરસિંહે પોલીસને આ મામલે સૂચના આપી હતી. હાલ, આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણી શકાયુ નથી.
- Advertisement -
ડીપી યાદવ સમાજવાદી પાર્ટીના પ્રણેતાઓ (કો-ફાઉન્ડર્સ) પૈકી એક હતા. તેમને પાર્ટીમાં મહત્ત્વપૂર્ણ પદ મળ્યુ ન હતું. તેમ છતાં તે પાર્ટીની મજબૂતી માટે કામ કરતાં રહ્યા હતા. ગ્રામ પંચાયત ચૂંટણીમાં પાર્ટીના ગઠબંધનના પગલે તેમના સાળા અને સપા જિલ્લા અધ્યક્ષ જયવીર સિંહને પદ પર દૂર કરી તેમને જિલ્લા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
રૂચી વીરાને ઉમેદવાર બનાવતાં વિરોધ કર્યો
ડીપી યાદવે લોકસભા ચૂંટણી દરમિયાન ડો. એસટી હસનના સ્થાને રૂચી વીરાને ઉમેદવાર બનાવવા બદલ વિરોધ કર્યો હતો. નારાજ યાદવ ચૂંટણી પ્રચારમાં પણ સામેલ થયા ન હતાં. તેમની ફરિયાદ સપા પ્રમુખ અખિલેશ યાદવને કરવામાં આવતાં જિલ્લા અધ્યક્ષ પદ પરથી દૂર કરી ફરી જયવીર સિંહને જિલ્લાધ્યક્ષ બનાવ્યા હતા. ત્યારથી તેઓ રાજકીય ગતિવિધિઓથી અંતર જાળવી રહ્યા હતા.
પરિવારમાં પત્નિ, પુત્રી, અને પુત્ર છે. પુત્રી અંજલી સુપ્રીમ કોર્ટમાં વકીલાતની સાથે પીડિત સ્ત્રીઓના હક માટે કામ કરતી સંસ્થા ચલાવે છે. ડીપી યાદવનો પુત્ર પણ વકીલ છે.