લેબનોનથી શંકાસ્પદ વિમાનો ઈઝરાયેલમાં પ્રવેશ્યા: ઇઝરાયેલના હવાઇ હુમલામાં હમાસના સ્થાપક સભ્યનું મોત
ખાસ-ખબર સંવાદદાતા
ગાઝા પટ્ટી (ૠફુફ જિશિાં)માં હમાસના આતંકવાદી (ઇંફળફત યિિંજ્ઞિશિતતિં) પર ઈઝરાયેલ દ્વારા વળતો જવાબ આપતા સતત હુમલા ચાલુ છે અને આ હુમલાઓમાં ઘણા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે ત્યારે આ વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે કે હમાસ દ્વારા પણ મોટો હુમલો કરવામાં આવ્યો છે જેમા ઈઝરાયેલના સૌથી મોટા બેન ગુરિયન એરપોર્ટ (ઇયક્ષ ૠીશિજ્ઞક્ષ અશિાજ્ઞિિ)ં તરફ રોકેટ છોડ્યા છે. આ હુમલા બાદ તમામ ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. હાલ તમામ મુસાફરો સુરક્ષિત છે તેવું અધિકારીઓેએ જણાવ્યું છે.
ઈઝરાયેલમાં ગઈકાલે લેબનોન (કયબફક્ષજ્ઞક્ષ)થી ઘણા શંકાસ્પદ વિમાનો પ્રવેશ્ર્યા બાદ સાયરન વાગવા લાગ્યું હતું. આ બાદ ઉત્તરી ઈઝરાયેલના લોકોને સલામત સ્થળે આશ્રય લેવા (તવયહયિિં શક્ષ તફરય ાહફભયત) માટે કહેવામાં આવ્યું હતું. બીજી બાજુ ઈઝરાયેલની સેનાએ આ ઘટનાને નકારી કાઢી છે. સેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે લેબનોનથી આવા કોઈ વિમાન ઈઝરાયેલમાં પ્રવેશ્ર્યા નથી. હાલ આ માનવીય ભૂલ છે કે ટેક્નિકલ તેની તપાસ (શક્ષદયતશિંલફશિંજ્ઞક્ષ શત ીક્ષમયિૂફુ) ચાલી રહી છે.
આ યુદ્ધ દરમિયાન ઇઝરાયેલે આતંકી સંગઠન હમાસના સંસ્થાપક સદસ્ય પૈકીના એર અબ્દ અલ ફતહને ગાઝામાં મારી નાખ્યો હોવાનો દાવો કર્યો છે. અબ્દ અલ ફતહને અબૂ ઓસામા નામથી પણ ઓળખવામાં આવતો હતો. મધ્ય ગાઝામાં ઇઝરાયલના ફાઇટર વિમાનોએ બોંબ હુમલામાં મોતને ઘાટ ઉતાર્યો હતો.
ઇઝરાયેલના ગાઝા પટ્ટી વાળા વિસ્તારોમાં હમાસના આતંકીઓ રાઇફલ, ધારદાર હથિયારો સાથે ઘૂસ્યા હતા. ન્યૂયોર્ક પોસ્ટ અને સીએનએનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હમાસના આતંકીઓએ આશરે 40 જેટલા બાળકોની હત્યા કરી છે. જ્યારે ઇઝરાયેલ સૈન્યએ જણાવ્યું હતું કે હમાસના હુમલામાં માર્યા ગયેલા બાળકોમાં મોટાભાગના બાળકોના માથા કપાયેલા મૃતદેહો મળી આવ્યા છે. આતંકીઓ આ વિસ્તારોમાં રહેતા નાગરિકોના ઘરોમાં ઘૂસી ગયા હતા, જ્યાં કેટલાકને બંધક બનાવી લીધા અને પછી બાળકોની હત્યા કરી દેવામાં આવી.