ગાઝા પટ્ટીમાં અલ-અહલી અરબ હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટને લઈને આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોનો દોર ચાલુ છે. જ્યાં પેલેસ્ટાઈન અને હમાસનો આરોપ છે કે, ઈઝરાયેલે હોસ્પિટલ પર બોમ્બમારો કર્યો છે. આ હુમલામાં 500થી વધુ લોકોના મોત થયા હતા. આ તરફ હવે ઈઝરાયેલે દાવો કર્યો છે કે, પેલેસ્ટાઈનના ઈસ્લામિક જેહાદ દ્વારા છોડવામાં આવેલ રોકેટ ખોટી રીતે ફાયર થઈને હોસ્પિટલ પર પડ્યું હતું. આટલું જ નહીં ઈઝરાયલે પોતાના દાવાની પુષ્ટિ કરતા ઘણા પુરાવા પણ રજૂ કર્યા છે.
ઈઝરાયેલે હમાસનો ઓડિયો જાહેર કર્યો
મહત્વનું છે કે, ઈઝરાયેલે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે જે પુરાવા રજૂ કર્યા છે તે હમાસના લડવૈયાઓનો ઓડિયો છે. ઈઝરાયેલનો દાવો છે કે, આ ઓડિયો હોસ્પિટલ પર હુમલા બાદનો છે. દાવો કરવામાં આવ્યો છે કે, આમાં હમાસના બે લડવૈયાઓ વાત કરી રહ્યા છે કે પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદનું એક રોકેટ મિસ ફાયર થઈને હોસ્પિટલ પર પડ્યું હતું. હમાસના લડવૈયાઓ વચ્ચે એવું કહેતા સાંભળવા મળે છે કે, આ ઈઝરાયેલનું રોકેટ નથી, અમારું છે.
- Advertisement -
Check your own footage before you accuse Israel.
18:59 – A rocket aimed at Israel misfired and exploded.
18:59 – A hospital was hit in Gaza.
You had one job. https://t.co/iCgYOkaE84 pic.twitter.com/Ag2mKCBb6M
- Advertisement -
— Israel Defense Forces (@IDF) October 18, 2023
ઇઝરાયલે હોસ્પિટલના પહેલા અને પછીના ફોટા જાહેર કર્યા
ઈઝરાયેલની એરફોર્સે એક ફૂટેજ પણ બહાર પાડ્યું છે. જેમાં હોસ્પિટલ પર હુમલા પહેલા અને પછીની તસવીર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રોકેટ મિસફાયર થયું અને હોસ્પિટલના પાર્કિંગમાં પડ્યું હતું. જેમાં ઈઝરાયેલે દાવો કર્યો છે કે, આ રોકેટ ઈસ્લામિક જેહાદ આતંકી સંગઠન દ્વારા છોડવામાં આવ્યું છે.
A failed rocket launch by the Islamic Jihad terrorist organization hit the Al Ahli hospital in Gaza City.
IAF footage from the area around the hospital before and after the failed rocket launch by the Islamic Jihad terrorist organization: pic.twitter.com/AvCAkQULAf
— Israel Defense Forces (@IDF) October 18, 2023
હમાસના ઠેકાણાઓનો વીડિયો પણ જાહેર
ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં હમાસના અડ્ડાઓનો વીડિયો જાહેર કર્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે, હમાસના અડ્ડા ગાઝા પટ્ટીમાં ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં છે. અહીંથી તેઓ ઈઝરાયેલ પર હુમલો કરવા માટે રોકેટ છોડે છે. ઈઝરાયેલનો દાવો છે કે, તેનું સૌથી મોટું નુકસાન હમાસ દ્વારા છોડવામાં આવેલા ઘણા રોકેટ તેના વિસ્તારમાં પડી રહ્યા છે. એટલું જ નહીં ઇઝરાયલે દાવો કર્યો છે કે, હમાસ આવું એટલા માટે કરી રહ્યું છે કારણ કે તે ઇચ્છે છે કે જ્યારે ઇઝરાયેલ તેની સ્થિતિ સામે જવાબી કાર્યવાહી કરે તો ગાઝામાંથી બને તેટલા લોકો માર્યા જાય.
This is the tragic result of firing rockets from densely populated neighborhoods. pic.twitter.com/7iAxwLUQzV
— Israel Defense Forces (@IDF) October 18, 2023
ઈઝરાયેલે મિસ ફાયર કરેલા રોકેટના ફૂટેજ જાહેર કર્યા
ઈઝરાયલે એક વીડિયો ફૂટેજ પણ જાહેર કર્યો છે. ઈઝરાયેલે દાવો કર્યો છે કે, આ એ જ રોકેટનો વીડિયો છે જે મિસફાયર થઈને હોસ્પિટલ પર પડ્યો હતો. ઈઝરાયેલના જણાવ્યા અનુસાર ઈસ્લામિક જેહાદ દ્વારા સાંજે 6.59 કલાકે રોકેટ છોડવામાં આવ્યું હતું, તે જ સમયે ગાઝાની હોસ્પિટલમાં વિસ્ફોટ થયો હતો.
Zoom in on Hamas’ terrorist infrastructure 🔎 pic.twitter.com/ZKqYYD5hnB
— Israel Defense Forces (@IDF) October 18, 2023
ઈઝરાયેલને અમેરિકાએ આપી ક્લીનચીટ
આ તરફ ગાઝા હોસ્પિટલ પર હુમલામાં અમેરિકાએ પણ ઈઝરાયેલને ક્લીનચીટ આપી દીધી છે. વાસ્તવમાંઅમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન બુધવારે ઇઝરાયેલની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, ઈઝરાયેલે હોસ્પિટલ પર હુમલો કર્યો નથી. હુમલામાં અન્ય કોઈનો હાથ હોવાનું જણાય છે. તેમણે ઈઝરાયેલ પરના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા. એટલું જ નહીં બિડેને કહ્યું કે, હમાસના લોકોએ નરસંહાર કર્યો છે. હમાસ આખા પેલેસ્ટાઈનનું પ્રતિનિધિત્વ કરતું નથી. તેમણે ગાઝા હોસ્પિટલ પર થયેલા હુમલા અંગે શોક વ્યક્ત કર્યો હતો. બિડેને કહ્યું, અમે સમજીએ છીએ કે આ લડાઈ ઈઝરાયેલ માટે સરળ નથી.