પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવશે: ઈરાને સીધો હુમલો કરવાનો આદેશ આપ્યો
એજન્સી તેહરાન, તા.1
- Advertisement -
બુધવારે ઇઝરાયલના હુમલામાં માર્યા ગયેલા હમાસ ચીફ હાનિયાની આજે તેહરાનમાં દફનવિધી કરવામાં આવશે. હાનિયાના પાર્થિવ દેહને અહીં દર્શન માટે રાખવામાં આવશે. હમાસ ચીફને જાહેર જનતાની સામે સત્તાવાર રીતે અંતિમ વિદાય આપવામાં આવશે.
ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીએ હાનિયાના મૃતદેહ પાસે ઈસ્લામિક નમાજ અદા કરશે. ઈરાનમાં તેનું સામાન્ય રીતે સૌથી વરિષ્ઠ કમાન્ડરો અને અધિકારીઓ માટે આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ તેહરાન યુનિવર્સિટીમાં આયોજિત કરવામાં આવશે.
આ પછી, હાનિયાના મૃતદેહને આજે જ કતારની રાજધાની દોહા લઈ જવામાં આવશે, જ્યાં કાલે હમાસ ચીફને દફનાવવામાં આવશે.
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને તમામ પક્ષોને મિડલ-ઈસ્ટમાં શાંતિ જાળવવા અપીલ કરી છે. અલ જઝીરા અનુસાર, બ્લિંકને કહ્યું, “સૌએ યુદ્ધવિરામ માટે એકમત થવાની જરૂર છે. આ માટે, પહેલા તમામ પક્ષોએ એકબીજા સાથે વાત કરવી પડશે. આપણે તણાવને વધતો અટકાવવાની જરૂર છે.”
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ ગુરુવારે સવારે હાનિયાના પાર્થિવ દેહની સામે નમાજ અદા કરી હતી. આ પછી તેમણે હાનિયાના બાળકોને ભેટી પડ્યા હતા. આ પછી, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે કહ્યું કે હાનિયાના મોતની તપાસ કરવામાં આવી રહી છે. તેનો રિપોર્ટ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે.
ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફના સંબોધન સાથે ઈસ્માઈલ હાનિયાની અંતિમ યાત્રા તેહરાનમાં શરૂ થઈ હતી. તેમાં હજારો લોકો એકઠા થયા છે.
- Advertisement -
હાનિયાની હત્યા બાદ ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી
હમાસ ચીફ હાનિયાની હત્યા બાદ મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જાહેર કરીને લેબનોનની યાત્રા ટાળવાની સલાહ આપી છે. દૂતાવાસે જણાવ્યું હતું કે તમામ ભારતીય નાગરિકો અને લેબનોન જવાની યોજના ધરાવતા લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમની યાત્રા મર્યાદિત કરે અને તેમના ઈમેલ ભજ્ઞક્ષત.બયશિીળિંયફ.લજ્ઞદ.શક્ષ અથવા ઈમરજન્સી ફોન નંબર +96176860128 દ્વારા તેઓ ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે.