ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.3
હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં મોરમનુ ગેરકાયદે ખનન કરતા હિટાચી અને ડંમ્પર સાથે એક કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી હળવદ પોલીસ હવાલે કરી ખનીજ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે. હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સફેદ માટીનો કારો કારોબાર બેફામ ફુલ્યો ફાલ્યો છે,ખુલ્લેઆમ ખનીજ ચોરી ધમધમી રહી છે, છતાં સ્થાનિક તંત્ર ને દેખાતુ નથી હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકોમાં સફેદ માટીનો કારો કારોબાર બેફામ ફુલ્યો ફાલ્યો છે ત્યારે રાજકોટ ફલાઈગ સ્કોવડ દડો પાડી એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરતાં ખનીજ માફીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ હળવદના સાપકડા ગામની સીમમાં મોરમનુ ગેરકાયદે ખનન થતું હતું તે દરમિયાન ફ્લાઈગ સ્ક્વોડ રાજકોટ દ્વારા દરોડો પાડીને 70 લાખનું હિટાચી અને 60 લાખનું ડંમ્પર કબજે કર્યુ હતું. ખાણ-ખનીજ વિભાગે દરોડો પાડયો ત્યારે હિટાચી ડ્રાઈવર પંકજ મહેશભાઈ અને ડંમ્પર ડ્રાઈવર પારસ પચાણભાઈની પુછપરછ કરતા ડંમ્પર અને હિટાચીના માલિક સુનિલ પોરડિયા હોવાનું સામે આવ્યું હતું હાલતો ખાણખનીજ વિભાગે ડંમ્પર જીજે -36 એક્સ 0051 અને હિટાચી કબજે કરવામાં આવ્યાં છે.હળવદ પોલીસ સ્ટેશનમાં હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હળવદ: સાપકડા ગામે રાજકોટ ફ્લાઈગ સ્ક્વોડ ત્રાટકી હિટાચી અને ડંમ્પર કબજે, 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત



