હળવદના જૂનાં ઈસનપુર ગામે P.S.I.અંબારિયાની ટીમે દિવ્યાંગ મતદારોને સરળતાપૂર્વક મતદાન મથક સુધી પહોંચાડ્યાં
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.23
મતદાન પ્રક્રિયા એ લોકશાહીનો આધારસ્તંભ છે. લોકશાહીના આ અવસરને મજબૂત બનાવવા માટે તમામ લોકો મતરૂપી પોતાનું યોગદાન આપે એ અત્યંત જરૂરી છે.મતદારોને કોઈ અગવડતા ન પડે તે માટે વહીવટી તંત્રએ સુચારૂ વ્યવસ્થા ગોઠવી છે. જેથી મતદારો સરળતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.જેમ મતદાન પ્રક્રિયા લોકશાહીનો આધારસ્તંભ છે, એ રીતે હળવદ તાલુકાના જુના ઈસનપુર ગામે દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી દોરી દિવ્યાંગ મતદારો માટે પોલીસતંત્ર એક મજબૂત આધારસ્તંભ બન્યું હતું.
- Advertisement -
હળવદ પી.એસ.આઈ. કે એચ અંબારીયા અને તેમની ટીમ દ્વારા દિવ્યાંગ મતદારોને કોઈપણ પ્રકારની અગવડતાં ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી ના નેતૃત્વમાં તમામ ચુંટણી બુથોપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો,સાથે જ કોઈ મતદારોને અગવડતા ન પડે તેનું પણ ધ્યાન રાખવાનું જણાવ્યું હતું