-દાગીનાની ઉત્પાદન તારીખનો નિયમ પણ રદ કરવા તૈયારી
સોનાના દાગીનાની ખરીદીમાં લોકોને છેતરાતા બચાવવા તથા શુદ્ધતા નિયત કરવામાં ઉદેશ સાથે હોલમાર્કીંગ ફરજીયાત કરવામાં આવ્યુ છે.જયારે આ કાયદામાં એક મહત્વનો ફેરફાર કરાયો છે.જે અંતર્ગત હવે દાગીનામાં જવેલર્સનું નામ કે લોગો નહિં હોય. હોલમાર્કીંગ કાયદાનો અમલ કરાવતી એજન્સી બ્યુરો ઓફ ઈન્ડીયન સ્ટાર્ન્ડડ (બીઆઈએસ) દ્વારા કરાયેલા આ બદલાવને પગલે હવે બીઆઈએમ કેર અપમાં છ આંકડાના આઈડી નંબર નાખવામાં આવ્યા બાદ હોલમાર્કીંગ કરનારા જવેલરનું નામ નહીં દેખાવ.
- Advertisement -
જવેલર્સ સંગઠનની માંગણીને લક્ષ્યમાં લઈને આ ફેરફાર કરવામાં આવ્યો છે. બીઆઈએસ દ્વારા ગત 1લી એપ્રિલથી દેશનાં 288 જીલ્લામાં છ આંકડાનાં આઈડી નંબર સાથેની હોલમાર્કીંગ સીસ્ટમ લાગુ કરવામાં આવી હતી.આ સીસ્ટમ અંતર્ગત બીઆઈએસ કેર એપમાં છ આંકડાની આઈડી નાખ્યા બાદ ઝવેરાત તથા તે બનાવનાર જવેલર્સની માહીતી અપલોડ કરવાની રહેતી હતી. આ વ્યવસ્થાથી ઘણી મુશ્કેલીઓ થઈ રહી હોવાની રજુઆત દેશભરનાં ઝવેરી સંગઠનો દ્વારા કરવામાં આવી હતી જેનો સ્વીકાર કરીને જવેલરનુ નામ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જોકે વજન સંબંધી ગેરરીતી રોકવા માટે કેર એપમાં દાગીનાનું વજન દર્શાવવાનું ફરજીયાત છે. ઝવેરી સંગઠનોએ રજુઆતમાં એમ કહ્યું હતું કે નાના મોટા જવેલર્સો દાગીના ઉત્પાદકો પાસેથી પણ ખરીદી કરતા હોય છે બીઆઈએસનાં નિયમમાં દાગીનાનું ઉત્પાદન કરનારનું નામ લખવાનું ફરજીયાત છે. ઉત્પાદકો પાસેથી ખરીદેલા દાગીનાનાં વેચાણ વખતે ગ્રાહકો જે તે જવેલરે બનાવ્યા ન હોવાથી કચવાટ દર્શાવી રહ્યા છે. તેઓને ભરોસો બેસતો નથી એટલે ગ્રાહકો જવેલરને બદલે સીધા ઉત્પાદક પાસે પહોંચી જાય છે.
નાના જવેલર્સોને વેપાર ગુમાવવો વખત આવે છે.રોજગારીનું સંકટ સર્જાઈ શકે છે. આ મમાલે ઝવેરી સંગઠનો સાથે કેન્દ્રનાં ગ્રાહક બાબતોનાં સચીવ રોહીતકુમારસિંહે, બેઠક કરી હતી. તેઓની રજુઆત સાંભળી હતી અને તેના આધારે જવેલર્સનું નામ હટાવવાનો નિર્ણય લેવાયો છે. સુત્રોએ કહ્યું કે જવેલર્સનું નામ ઉપરાંત દાગીનાં ઉત્પાદનની તારીખનો નિયમ પણ દુર કરવાની તૈયારી છે. અનેક કિસ્સામાં મહિનાઓ સુધી દાગીના વેચાતા નથી ઉત્પાદન જુનુ હોય તો ગ્રાહકો ખરીદવામાં ખચકાટ રાખતા હોવાની રજુઆત કરવામાં આવી છે.