1,2,3,4,5,7,9,10,14ના કેટલાક વિસ્તારોમાં મનપા તંત્ર પાણી વિતરણ નહીં કરે
વોટરવર્કસની વિતરણ વ્યવસ્થામાં ખામી હોવાથી અવાર-નવાર મહાપાલિકા પાણીકાપ ઝીંકે છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ઉનાળાની કાળઝાળ ગરમી તોબા પોકારી રહી છે ત્યારે રાજકોટ શહેરમાં છતે પાણીએ પાણીકાપ વેઠવાનો ફરી એક વખત વારો આવ્યો છે. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી.ના હડાળા સમ્પ ખાતે રૂડાને હડાળાથી બેડી તરફની લાઇનમાંથી કનેક્શન લેવાની કામગીરી માટે શટડાઉન લેવાનું હોવાથી તેમજ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી. દ્વારા સમ્પ ઇન્ટર કનેકશન કામગીરી બાબતે કાલે પાણી વોર્ડ નં-1,2,3,4,5,7,14ના કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણ નહીં થાય જ્યારે એઈમ્સને પાણી આપવા માટે વોર્ડ નં-1,2,9 અને 10ના વિસ્તારોમાં પાણી કાપ ઝીંકાયો છે. એક તરફ રાજકોટમાં મનપા દ્વારા સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે. બીજી તરફ કાલે અડધા શહેરમાં ભરઉનાળે પાણી કાપ ઝીંકી દેવાયો છે. આમ આવતીકાલે વોર્ડ નં-1,2,3,4,5,7,9 અને 10માં લોકો તરસ્યા રહેશે.
એઈમ્સને પાણી આપવા માટે મનપાએ પાણી કાપ ઝીંક્યો
ૠઠઅઈંકની લાઈનમાંથી એઈમ્સને પાણી આપવા માટે જોડાણ કરવાનું હોય ન્યારા ઓપટેક પર તા. 1-6 ને બુધવારના રોજ પાણીનો જથ્થો ન મળવાથી વેસ્ટઝોનમાં આવતા રૈયાધાર આધારીત અને ગાંધીગ્રામ બુધવારના રોજ વોર્ડ નં-1-2માં રામેશ્વર પાર્ક (પાર્ટ 2), વિધુત નગર જજ બંગલો, આલાપ ગ્રીન સીટી, ગાંધીગ્રામ શેરી નં. 5 થી 8 ગૌશાળા ચોક, શાંતિનગર, રૈયાધાર સ્લમ ક્વાટર, સનસીટી એન્કલેવ, બંસીધર પાર્ક, ડિમોલીશન પ્લોટ પાસે, 13 માળીયા આવાસ, જ્યારે વોર્ડ નં-9માં ગાંધીગ્રામ સપ્લાય આધારીત, મીરાનગર, શ્રીજી પાર્ક, સરસ્વતી પાર્ક, અંજની પાર્ક, ગાંધીનગર તેમજ જ્ઞાન જીવન સોસાયટી, જીવન નગર, અમી પાર્ક, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, આફ્રિકા કોલોની, નવીન નગર, પારસ સોસાયટીમાં પાણી વિતરણ બંધ રહેશે.
સમ્પ કનેક્શનની કામગીરી હોવાથી પાણી વિતરણ બંધ
જ્યારે સમ્પ કનેક્શનની કામગીરી હોવાથી ગ્રીનલેન્ડ હેડવર્કસના વિસ્તારો જેવા કે વોર્ડ નં-1માં મીરા પાર્ક 1,ચિત્રકૂટ પાર્ક, વૃંદાવન વિલા 1-2-3, ડી માર્ટ, વિઝન સ્કુલ,શાંતિ સદન કોમ્પ્લેક્ષ,જય શક્તિ પાર્ક,વૃંદાવન પાર્ક 1,વૃંદાવન પાર્ક 2,વૃંદાવન પાર્ક 3 જ્યારે વોર્ડ નં 2માં અલકા પાર્ક, ભગીરથ સોસા., ગાંધી સ્મૃતિ સોસા-1-2, ગ્રામલક્ષ્મી સોસા., ગ્રીનગોલ્ડન પાર્ક, ગુજરાત સોસા., લાલપરી મફતીયાપરા, માલધારી સોસા. વોર્ડ નં-3માં 3 વેલનાથ પરા,સાગર પાર્ક,સાઈ પાર્ક,કબીર ધામ,સ્કાય રેસીડેનસી,રાજ લક્ષ્મી વોર્ડ નં-4માં મોચીનગર, પરસાણાનગર, જંકશન પ્લોટ સોસાયટી વોર્ડ નં-5માં જીલ્લા ગાર્ડન કરણપરા, પ્રહલાદ પ્લોટ, રામનાથપરા, દિવાનપરા, વોર્ડ નં-14માંલક્ષ્મીવાડી, ગુંદાવાડી, કેવડાવાડી, લલુડી વોકડી, બાપુનગર, બાપુનગર સ્લમ ક્વાટર, ગોવિંદપરા, કોઠારીયા કોલોનીમાં પાણી વિતરણ નહીં થાય.