ગુરુ ગેબીનાથ પરંપરાના જાદરાબાપુ વંશના લાખાબાપુની જગ્યા સોનગઢના મહંત કિશોરબાપુ ભગત સમાજસેવા અને ગૌ સેવાના પ્રતિક
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
ગુરૂવારે અષાઢ માસની પુનમ એટલે કે, ગુરૂ પૂનમની ભક્તિ ભાવથી ઉજવણી કરાઈ હતી. ગુરૂ ભગવંતોના દર્શન, સત્સંગ અને મહાપ્રસાદના ત્રિવેણી સંગમ સાથે ભકતોએ ગુરૂ પુર્ણિમાની ભાવ સભર ઉજવણી કરી હતી. સૌરાષ્ટ્રના વિવિધ ધાર્મિક સ્થાનોમાં ભક્તોએ ગુરૂજીના દર્શન કરી તેમને વંદન કરી ગુરૂ ભક્તી કરી હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સોનગઢ ગામે આવેલા શ્રી લાખા બાપુની જગ્યા ખાતે ગુરુપૂર્ણિમાના પાવન અવસરની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. અહીં ભક્તોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
ગુરુ પૂર્ણિમાને વહેલી સવારથી જ દેશ વિદેશમાં વસતા નાથ પરંપરાના ભાવિકો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ગુરુ ગેબીનાથ પરંપરામા ભક્તમાળના એક મણકા જાદરાબાપુ વંશના લાખાબાપુની જગ્યા સોનગઢના મહંત કિશોરબાપુ ભગત સમાજસેવા અને ગૌ સેવાના પ્રતિક માનવામાં આવે છે.