90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરશે ગુજકોમાસોલ
1715 કરોડની 2.45 લાખ મેટ્રિક ટન તુવેરની કરશે ખરીદી
1762 કરોડની 3.23 લાખ મેટ્રિક ટન ચણાની કરશે ખરીદી
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.19
- Advertisement -
ગુજકોમાસોલ કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરતા ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. કેન્દ્ર સરકારની નોડલ એજન્સી તરીકે કરશે ટેકાના ભાવે ખરીદી,જેમાં મુખ્યત્વે તુવેર,ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે.ગુજકોમાસલ 853 કરોડની 1.51 લાખ મેટ્રિક ટન રાયડાની,તો 140 કેન્દ્રો પર તુવેરની,187 કેન્દ્રો પર ચણાની, 110 કેન્દ્રો પર રાયડાની કરશે ટેકાના ભાવે ખરીદી,તો રાજયના 3.25 લાખ ખેડૂતોને આનો સીધો લાભ મળવા જઈ રહ્યો છે.
ખેડૂતો પાસેથી સરકાર તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે અગાઉ જણાવ્યું હતુ. તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલે એ પણ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા તુવેર, ચણા અને રયાડા પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી આપતા કહ્યું હતું કે, ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી હાથ ધરાશે. કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે, અને આ માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરૂ આયોજન પણ કરાશે.
ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે
- Advertisement -
ખેડૂતોને ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા અનુરોધ કરતા મંત્રીએ ઉમેર્યું હતું કે, ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ટઈઊ મારફત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ માટે રવિ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા.