GSEB બોર્ડ દ્વારા જાહેરાત કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપવાની હોય છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે લેવાનાર ગુજકેટની પરીક્ષા 3 એપ્રિલે યોજાશે. ગુજકેટની પરીક્ષા સવારે 10 થી 4 વાગ્યા સુધી યોજાશે.
ઉલ્લેખનીય છે કે, ગુજકેટની પરક્ષી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી ડિપ્લોમા, ડિગ્રી એન્જિનિરીંગ અને ફાર્મસીના પ્રવેશ માટે લેવામાં આવે છે. ધોરણ 12 (10+2)પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેવા માટે વર્ષ 2017થી કોમન એન્ટ્રેસ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજીયાત કરવામાં આવી છે. જેથી આ વર્ષે રાજ્યમાં ડિગ્રી એન્જિનિરિંગ, ડિગ્રી ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એ, ગ્રુપ-બી અને ગ્રુપ એ,બીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા આપતા હોય છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક – મશબ/1217410367 તા.21/10/2017 થી શૈક્ષણિક વર્ષ જૂન-2019 થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં ગઈઊછઝના પાઠ્યપુસ્તકનો અમલ કરેલ છે. ગઈઊછઝ આધારીત ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ ૠઞઉંઈઊઝ-2023 ની પરીક્ષા માટે રહેશે. ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે જણાવવામાં આવેલા વિષયના બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે અને તેની સામે દર્શાવેલ પ્રશ્નો, ગુણ અને સમય રહેશે.