By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો
    23 hours ago
    ભારતીયો માટે ગુડ ન્યૂઝ! અમેરિકામાં WISA બિલ પાસ થાય તો H-1B વિઝા મામલે મળશે મોટી રાહત
    24 hours ago
    ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત
    24 hours ago
    હવે બેન્કો અને મોટી કંપનીઓ ઈરાનના નિશાને, લોકોએ 1 કિલોમીટર દૂર રહેવા ચેતવણી
    2 days ago
    દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    21 hours ago
    LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત
    21 hours ago
    LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો: કેન્દ્રનો રાજ્યોને આદેશ
    24 hours ago
    મિડલ ઈસ્ટ તણાવનો અસરકારક ઝટકો એર ઇન્ડિયા ટિકિટ પર ₹399 ફ્યુઅલ સરચાર્જ
    2 days ago
    ઙખ કોમ્પ્રોમાઈઝ્ડ, અમને બોલતા રોકવામાં આવ્યા: રાહુલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
    24 hours ago
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    2 days ago
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    2 days ago
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    4 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    3 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    6 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    7 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 week ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર, અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ગુજરાતનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર, અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવાશે
ગુજરાત

ગુજરાતનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર, અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવાશે

Khaskhabar Editor
Last updated: 2026/02/18 at 1:57 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
20 Min Read
SHARE

નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે રાજ્યનું ભાવિ નક્કી કરતું નાણાકીય વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. જેમાં ખાસ કરીને આવાસ યોજના, આંગણવાડી કેન્દ્રો તથા 5 નવી GIDC બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતનું 4,08,053  કરોડનું વિક્રમી બજેટ જાહેર કરવામાં આવ્યું છે.

- Advertisement -

સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે ₹1237 કરોડ

દરિયામાં વહી જતાં નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સુકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે ₹1237 કરોડ, સૌની યોજના માટે ₹473 કરોડ તથા કચ્છની યોજના માટે ₹1333 કરોડ એમ કુલ ₹3043 કરોડની જોગવાઇ.

અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના છેવાડાના ગામોને પાઇપલાઇન અને કેનાલ મારફતે સિંચાઇ સુવિધા પૂરી પાડવાનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયેલ છે અને બીજા તબક્કાનું કામ શરૂ કરવામાં આવેલ છે. જેના માટે ₹958 કરોડની જોગવાઇ.

- Advertisement -

મત્સ્ય ઉદ્યોગ માટે શું? 

રાજ્યના મત્સ્ય અને પશુપાલન ક્ષેત્રને આવક, રોજગાર અને પોષણનો મજબૂત આધાર બનાવવા સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યની હાલની મત્સ્ય પેદાશનું ઉત્પાદન અને નિકાસ વધારવાના લક્ષ્ય માટે માળખાકીય સુવિધા, સાધન સહાય અને સ્ટોરેજ માટે ₹1340 કરોડની જોગવાઇ.

ગૌમાતા સંવર્ધન માટે 500 કરોડની જોગવાઈ 

પશુઓના સંવર્ધન, સંરક્ષણ, રોગ નિદાન અને તેને લગતી માળખાકીય સુવિધાઓમાં સહાય આપી દેશના દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 10%થી વધુ લઇ જવાશે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ ગૌ માતા પોષણ યોજના ગાયોના સંરક્ષણ, ગૌસંવર્ધન તથા ગૌકલ્યાણ પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. જેના માટે ₹500 કરોડની જોગવાઇ.

કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ વ્યાજ સહાય માટે મોટી જાહેરાત 

ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડૂઓ પોતાની પ્રવૃત્તિઓ સમયસર કરી શકે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય આપવા ₹1539 કરોડની જોગવાઇ કરું છું.

4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્‍ટની સ્થાપના કરાશે 

સહકારી મંડળીઓને બહુહેતુક કાર્ય કરવા સક્ષમ બનાવવામાં આવશે. જેમાં અનાજ સંગ્રહથી લઇને રાજ્યના 4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્‍ટની સ્થાપના કરવામાં આવશે. જેનાથી પશુપાલકોને પૂરક આવક તેમજ વાહનો માટે ગ્રીન ફ્યુઅલ ઉપલબ્ધ થશે. જેના માટે ₹112 કરોડની જોગવાઇ.

ખેડૂતો માટે 1565 કરોડની ફાળવણી 

– ખેડૂતોને ખેતીક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્વ છે. ટ્રેકટર, પાવરટીલર, સીડડ્રીલ, હાર્વેસ્ટર જેવા યંત્રો દ્વારા ખેતીકામમાં ઝડપ અને ચોકસાઇ આવે છે. નાના-સીમાંત સહિતના ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ₹1565 કરોડની જોગવાઇ.

– વધુમાં વધુ ખેડૂતો પાકૃતિક ખેતી અપનાવે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. જેનો વ્યાપ વધારી પ્રોત્સાહન આપવા સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવા, બજાર સુવિધા ઉપલબ્ધ કરાવવા, માર્કેટિંગ અને બ્રાન્‍ડ પ્રમોશન તથા હેન્ડ હોલ્ડિંગ અને સર્ટીફિકેશન સહાય માટે ₹39 કરોડની જોગવાઇ.

– રાજ્યમાં ડાંગર, કઠોળ, તેલીબિયાં, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડીશન અને એગ્રો પ્રોસેસિંગ માટે 6 સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઊભા કરવાનું આયોજન છે. જેના માટે ₹12 કરોડની જોગવાઇ.

GIDC માટે મોટી જાહેરાત 

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને આગળ વધારતાં આગામી સમયમાં 25 જી.આઇ.ડી.સી.ને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવામાં આવશે. જેમાં ₹1250 કરોડના રોકાણથી પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કનું સુદ્રઢીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત ₹50 કરોડના રોકાણથી 120 મીની GIDCના નવીનીકરણનું આયોજન છે.

પાંચ નવી GIDC બનશે 

રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની તકો મળી રહે તે માટે દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં બે તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય જિલ્લાઓમાં ત્રણ એમ પાંચ નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવશે.

ટેક્સટાઈલ ઉદ્યોગ માટે મોટી જાહેરાત

રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે “ગુજરાત ટેક્સટાઇલ પોલિસી” અંતર્ગત ₹67 હજાર કરોડથી વધુનું મૂડીરોકાણ થયેલ છે. જેને લીધે બે લાખથી વધારે પ્રત્યક્ષ રોજગારી સર્જાયેલ છે. આવનાર સમયમાં આ ક્ષેત્રમાં વધારે મૂડીરોકાણ અપેક્ષિત છે અને તેથી મોટા પાયે પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે. આ માટે ₹2755 કરોડની ફાળવણી.

ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્‍સિલની સ્થાપના કરાશે 

રાષ્ટ્રની માલસામાન નિકાસમાં 26% થી વધુ યોગદાન સાથે ગુજરાત સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. આ ક્ષેત્રને પ્રોત્સાહન, તાલીમ, આર્થિક અને માર્કેટ સપોર્ટથી વધુ વેગ આપવા ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્‍સીલ (GEPC)ની સ્થાપના કરવાની જાહેરાત કરું છું.

હસ્તકલા માટે મોટો નિર્ણય 

રાજ્ય સરકાર આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે “વોકલ ફોર લોકલ”ની પહેલ હેઠળ તમામ જિલ્લાઓનાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોના સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપી રહી છે. ભારત સરકાર દ્વારા રાજ્યના હાથશાળ-હસ્તકલાના અને ગ્રામોદ્યોગના 90 જેટલા ઉત્પાદનોને “એક જિલ્લો, એક ઉત્પાદન” અંતર્ગત પસંદ કરવામાં આવ્યાં છે. આ ચીજવસ્તુઓ તૈયાર કરનાર કારીગરોને તેના વેચાણ માટે સ્વદેશી હાટ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.

મોટા શહેરોમાં સ્ટાર્ટઅપ માટે I-HUb સ્થપાશે

અમારી સરકારે ટેકનોલોજીને પરિવર્તનનું સાધન ગણેલ છે. સ્ટાર્ટઅપ માટે i-Hub અમદાવાદ ખાતે ઊભી થયેલ ઇકોસિસ્ટમને વિસ્તારતાં સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે i-Hubના રીજનલ સેન્‍ટર સ્થાપવામાં આવશે. જેના માટે ₹80 કરોડની જોગવાઇ.

MSME માટે ₹1775 કરોડની જોગવાઇ

દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 19% યોગદાન સાથે, ગુજરાત રોજગારી સર્જન માટે ખૂબ જ મજબૂત MSME (નાના અને મધ્યમ ઉદ્યોગ) ઇકોસિસ્ટમ ધરાવે છે. 29 લાખથી વધુ MSME રજીસ્ટ્રેશન ધરાવતાં અગ્રેસર રાજ્યોની સૂચીમાં ગુજરાત સ્થાન ધરાવે છે. આ એકમોને પ્રોત્સાહન માટે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમ.એસ.એમ.ઈ. માટે ₹1775 કરોડની જોગવાઇ સૂચવું છું.

સંકલિત શાળાઓ બનાવાશે 

‘એક કેમ્પસ-અવિરત શિક્ષણ-મજબૂત ભવિષ્ય’ના ધ્યેય સાથે બાલવાટિકાથી ધોરણ-10 સુધી વિદ્યાર્થીઓના અભ્યાસમાં તૂટ ન પડે તે માટે સંકલિત શાળાઓ બનાવવાની જાહેરાત કરું છું. જેનાથી શિક્ષણમાં ગુણવત્તા અને સ્થિરતા જળવાઇ રહેશે. તેના માટે ₹120 કરોડની જોગવાઇ સૂચવું છું.

નમો સેન્ટ્રલ લાઈબ્રેરી બનાવાશે 

ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે. જેમાં અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના માટે આ બજેટમાં ₹100 કરોડની જોગવાઇ. તેમજ આદિજાતિ વિસ્તારના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરવાના આયોજનના ભાગરૂપે આ વર્ષે 15 તાલુકાઓમાં લાઇબ્રેરી સ્થાપવામાં આવશે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે 250 કરોડની જોગવાઈ 

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓનો વિજ્ઞાન પ્રવાહના પ્રવેશમાં રસ વધ્યો છે. જેના કારણે છેલ્લાં બે વર્ષમાં કુલ પ્રવેશમાં 19% જેટલો વધારો થયો છે. જેના માટે ₹250 કરોડની જોગવાઇ. 

દિવ્યાંગજનો માટે મોટી જાહેરાત

દિવ્યાંગજનને શાળામાં અભ્યાસ કરવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે હેતુથી પરિવહન વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાન્‍સપોર્ટ/એસ્કોર્ટ એલાઉન્‍સ આપવા તેમજ અન્ય સુવિધાઓ માટે જોગવાઈ.

નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન માટે ₹226 કરોડની જોગવાઇ 

કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપી યુવાનોને આત્મનિર્ભર તેમજ રોજગારલક્ષી બનાવવા ઉદ્યોગો સાથે સક્રિય ભાગીદારીથી ભાવિ જરૂરિયાતોને અનુરૂપ માનવ સંસાધન તૈયાર કરવાના હેતુસર નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશનને વેગ આપવા ₹226 કરોડની જોગવાઇ સૂચવું છું.

એપ્રેન્ટિસ કરતાં તાલીમાર્થીઓએ ભથ્થું આપવા માટે 80 કરોડની જોગવાઈ 

યુવાનોને રોજગારી માટે કૌશલ્યપૂર્ણ તાલીમ આપવાના હેતુથી “મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના” હેઠળ 1 લાખથી વધુ એપ્રેન્‍ટીસ તાલીમ મેળવે છે. આ યોજના સેવાક્ષેત્ર દ્વારા પૂરા પાડવામાં આવતા એપ્રેન્‍ટીસ કાર્યક્રમોને પણ આગળ વધારવામાં મદદરૂપ બનશે. આ તાલીમાર્થીઓને માસિક ₹3000 સુધીની સહાય આપવા ₹80 કરોડની જોગવાઇ સૂચવું છું.

LD કોલેજમાં રિસર્ચ પાર્ક માટે 51 કરોડની ફાળવણી 

રાજ્યમાં સંશોધન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા આઇ.આઇ.ટી.ના મોડલ પર એલ.ડી. ઇજનેરી કોલેજ, અમદાવાદ ખાતે રિસર્ચ પાર્કની સ્થાપના કરવા ₹51 કરોડની જોગવાઇ.

SC-ST અને અન્ય અનામત જાતિના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત 

આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમશાળાઓ અને ગ્રાન્‍ટ-ઈન-એઈડ છાત્રાલયોમાં અભ્યાસ કરતા આશરે 2,77,552 વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય ₹2160માં ₹340નો વધારો કરી ₹2500 કરવાની જાહેરાત.

નવી 926 પીએમ શ્રી શાળાઓ શરુ કરાશે 

અત્યાધુનિક ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર સાથે આવકારદાયક વાતાવરણમાં શિક્ષણ મળી રહે તે માટે વધુ 926 પી.એમ.શ્રી શાળાઓ શરૂ કરવામાં આવશે.

પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના લાભ માટે આવક મર્યાદા વધારીને 6 લાખ કરાઈ 

ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી ઘડતર કરી શકે તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કન્યાઓને આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય અને વાર્ષિક ₹2 લાખ 50 હજાર આવક મર્યાદા ધરાવતા કુમારોને આ લાભ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિનો લાભ વધુ કુમાર વિદ્યાર્થીઓને પહોંચાડવા માટે તેઓની વાર્ષિક આવક મર્યાદા ₹2 લાખ 50 હજારથી વધારીને ₹6 લાખ કરવાની જાહેરાત કરાઈ છે.

– શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોમાં વધારો કરાશે, નવા 121 કેન્દ્ર શરૂ થશે 

– 154 ધન્‍વંતરિ આરોગ્ય રથની સંખ્યામાં વધારો કરતાં વધુ નવા 50 આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે. જેના માટે કુલ ₹260 કરોડની જોગવાઇ

VB-G RAM G માટે 1500 કરોડની ફાળવણી 

– VB-G RAM G (વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્‍ડ આજીવિકા મીશન(ગ્રામીણ)) યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારી માટે એક મહત્વપૂર્ણ પગલું ભરતાં કામના દિવસો 100થી વધારી 125 કરવામાં આવેલ છે. જેના માટે કુલ ₹1500 કરોડની ફાળવણી.

શિષ્યવૃત્તિ માટે 5967 કરોડની ફાળવણી 

– ગુજરાતની વસ્તીમાં 36% કરતા વધુ યુવા છે. તે માટે સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે 97 લાખ વિદ્યાર્થીઓને ₹5967 કરોડની શિષ્યવૃત્તિ માટેની ફાળવણી.

પ્રધાનમંત્રી જન આરોગ્ય-મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના) માટે 3472 કરોડની ફાળવણી 

‘પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના)’ યોજના હેઠળ 2 કરોડ 72 લાખથી વધુ લોકોનો સમાવેશ કરાયો છે. જેમાં 68 લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો છે. આ યોજના માટે ₹3472 કરોડની જોગવાઇ.

હાયર એજ્યુકેશન લોન માટે 869 કરોડની ફાળવણી 

નાણામંત્રીએ કહ્યું કે સમાજના પછાત અને નબળા વર્ગના તેમજ આદિજાતિ લોકોના વિકાસ માટે સરકાર હંમેશા સંવેદનશીલ છે. વિવિધ નિગમો દ્વારા છેલ્લાં ત્રણ વર્ષમાં 1 લાખ 35 હજારથી વધુ લાભાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોન તેમજ આર્થિક સહાય આપવામાં આવી છે. નિગમોની આ કામગીરીને વેગ આપવા માટે કુલ ₹869 કરોડની જોગવાઇ કરું છું.

આંગણવાડી કેન્દ્રોના નિર્માણ માટે 360 કરોડની જોગવાઈ 

રાજ્ય સરકાર દ્વારા 53 હજારથી વધુ આંગણવાડી કેન્‍દ્રોને પોષણ, પ્રારંભિક બાળ શિક્ષણ અને આરોગ્ય સેવાના મજબૂત આધાર સ્તંભ તરીકે વિકસાવવામાં આવી રહ્યાં છે. આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં વધારો કરતાં આ વર્ષે નવી બે હજાર આંગણવાડીઓના નિર્માણ માટે ₹360 કરોડની જોગવાઇ સૂચવું છું.

GYAN એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ માટે ખાસ જોગવાઈ 

GYAN એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વધુ સશક્ત બનાવવા આ બજેટમાં વિવિધ જોગવાઇઓ કરવામાં આવેલ છે.

‘ઘર સૌના માટે’ : આવાસ યોજના માટે 4272 કરોડની જોગવાઈ 

એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકું ઘર આપી “ઘર સૌના માટે”નો સંકલ્પ સાચા અર્થમાં સાકાર કરવામાં આવી રહ્યો છે. જે હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ અને શહેરી), ડૉ.આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ હેઠળ આ વર્ષે આશરે 3 લાખ 15 હજારથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. જેના માટે ₹4272 કરોડની જોગવાઇ સૂચવું છું.

દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2% 

રાજ્ય સરકારના આ પ્રયાસોથી ગુજરાતની આર્થિક ગતિશીલતા રાષ્ટ્રીય વિકાસમાં આગવી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આજે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2 ટકા છે. ગુજરાતની માથાદીઠ આવક ₹3 લાખ 1 હજાર છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60%થી વધારે છે. જેમાં ગુજરાત દેશના રાજ્યોમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

ગુજરાત પોલિસી ડ્રાઈવન સ્ટેટ તરીકેની નીતિઓ જાહેર 

પોલિસી ડ્રાઈવન સ્ટેટ તરીકે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરેલ છે. જેમાં ગુજરાત સ્પેસટેક પોલિસી, ગુજરાત ઇલેકટ્રોનિક્સ કોમ્પોનન્‍ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી, એકશન પ્લાન ફોર ઇમ્પલિમેન્ટેશન ઓફ AI, ઇન્‍ટીગ્રેડેટ રીન્યુએબલ એનર્જી પોલિસી અને ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો સમાવેશ થાય છે.

પીએમ મોદીના સંકલ્પનો ઉલ્લેખ 

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ જનસેવક તરીકે જનસેવાના અવિરત 24 વર્ષ પૂર્ણ કરી ગુજરાત અને દેશના વિકાસને નવી દિશા આપી છે. સુશાસન અને જનકલ્યાણના કાર્યો દ્વારા જન અપેક્ષાઓને સાકાર કરી વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે અને એ સાથે ભારતને વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા બદલ ગુજરાતની સમગ્ર જનતા વતી હું તેમને અભિનંદન પાઠવું છું. વિકસિત ભારત@2024 અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ ધપાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસયાત્રા આગળ વધી રહી છે.

બજેટ અગાઉ વિધાનસભામાં કોંગ્રેસના દેખાવ 

બજેટ અગાઉ જ કોંગ્રેસના નેતાઓએ વિધાનસભામાં દેખાવ કર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના કદાવર નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે સરકારે બજેટમાં માત્ર જાહેરાતો કરવાની જગ્યાએ નક્કર પગલાંઓ ભરવાની જરૂર છે.

ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભા પહોંચ્યા 

ગુજરાતના નાણામંત્રી આજે સતત પાંચમી વખત ગુજરાતનું બજેટ રજૂ કરવાના છે. તે વિધાનસભા પહોંચી ગયા છે. બસ થોડીક જ મિનિટોમાં બજેટ રજૂ કરવામાં આવશે. આ વખતે 4 લાખ કરોડથી વધુનું બજેટ હોવાના સંકેત મળી રહ્યા છે. આ વખતે કનુ દેસાઈની બજેટપોથી ચર્ચાનો વિષય છે. તેના પર બીના હસમુખ પટેલે વારસી ચિત્રકલા ઉકેરી છે. જે છેલ્લા ચાર વર્ષથી બજેટ પોથી પર અવનવા ચિત્રો દોરતા આવ્યા છે.

બજેટનું કદ: ₹4 લાખ કરોડનો ટાર્ગેટ

નિષ્ણાતોના મતે, આ વખતે ગુજરાતનું બજેટ ₹4,00,000 કરોડને પાર કરી શકે છે. જેનું મુખ્ય કારણ રાજ્યમાં વધી રહેલું આંતરમાળખાકીય રોકાણ અને સામાજિક કલ્યાણની યોજનાઓ છે.

આવક અને ખર્ચનું ગણિત (રૂપિયો ક્યાંથી આવ્યો અને ક્યાં ગયો?)

આવકના મુખ્ય સ્ત્રોત:

GST અને અન્ય કરવેરા: 43.22%

જાહેર દેવું અને લોન વસૂલાત: 30.47%

કેન્દ્રીય વેરામાં હિસ્સો: 13.47%

કેન્દ્રીય ગ્રાન્ટ: 11.97%

ખર્ચની ફાળવણી

વિકાસલક્ષી ખર્ચ: 65.57% (શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ)

બિન-વિકાસલક્ષી ખર્ચ: 23.45% (વહીવટી ખર્ચ)

દેવું ચૂકવણું: 9.16%

લોન અને પેશગી: 1.31%

આ વખતે બજેટમાં આ ક્ષેત્રો પર વિશેષ ભાર રહેશે

કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારી: સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટેડિયમોના આધુનિકીકરણ માટે મોટી ફાળવણી.

મેટ્રો કનેક્ટિવિટી: અમદાવાદ-ગાંધીનગર બાદ હવે સુરત અને અન્ય શહેરોમાં મેટ્રોના વિસ્તરણ માટે બજેટ ફાળવાશે.

ગ્રીન એનર્જી: સોલાર પેનલ અને ગ્રીન હાઇડ્રોજન મિશન માટે નવી સબસિડી યોજનાઓ.

શહેરી વિકાસ: મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક હોવાથી સ્માર્ટ સિટી અને ફ્લાયઓવર પ્રોજેક્ટ્સની લહાણી થઈ શકે છે.

કૃષિ રાહત: ખેડૂતો માટે વ્યાજ સહાય અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ માટે પ્રોત્સાહન.

કનુ દેસાઈનું આ પાંચમું બજેટ ‘વિકસિત ગુજરાત @ 2047’ ના પાયા સમાન હશે. વધતા જતા જાહેર દેવા વચ્ચે વિકાસની ગતિ જાળવી રાખવી એ સરકાર માટે મુખ્ય પડકાર રહેશે.

1. ‘ગ્રીન ગ્રોથ’ (Green Growth) પર વિશેષ ભાર

આ વખતે ગુજરાત સરકાર તેના બજેટમાં ‘નેટ ઝીરો’ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે મોટી રકમ ફાળવી શકે છે.

વિશેષતા: કચ્છ અને બનાસકાંઠામાં રિન્યુએબલ એનર્જી પાર્ક માટે ખાસ પ્રોત્સાહન.

ઇલેક્ટ્રિક વ્હીકલ (EV): જાહેર પરિવહનમાં (ST બસો અને સિટી બસો) 100% ઇલેક્ટ્રિક બસો લાવવા માટે મોટું બજેટ ફાળવવામાં આવી શકે છે.

2. ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારી (Mission 2030/2036)

ગુજરાત 2030ની કોમનવેલ્થ અને 2036ની ઓલિમ્પિક ગેમ્સ માટે બિડ કરી રહ્યું છે.

સ્પોર્ટ્સ સિટી: અમદાવાદના નારણપુરા અને મોટેરા વિસ્તારને ‘વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ડિસ્ટ્રિક્ટ’ તરીકે વિકસાવવા માટે ₹2,000 થી ₹5,000 કરોડની વિશેષ જોગવાઈ થઈ શકે છે.

ખેલાડીઓ માટે: ‘શક્તિદૂત’ જેવી યોજનાઓના બજેટમાં વધારો કરીને ગ્રામીણ સ્તરે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની જાહેરાત થઈ શકે છે.

3. ‘સેમિકન્ડક્ટર હબ’ અને ‘ગિફ્ટ સિટી’ (GIFT City) નો વિસ્તાર

ટેકનોલોજી: સાણંદ અને ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર (પાણી અને વીજળી) પાછળ મોટો ખર્ચ કરવામાં આવશે.

GIFT City: ગિફ્ટ સિટીના બીજા ફેઝના વિસ્તરણ માટે અને ત્યાં આંતરરાષ્ટ્રીય સ્તરની ફિન્ટેક યુનિવર્સિટીઓ સ્થાપવા માટે જમીન અને સબસિડીની જાહેરાત થઈ શકે છે.

4. આરોગ્ય ક્ષેત્રે ‘પીએમ જેવાય’ (PM-JAY) માં વધારો

ગત બજેટમાં આયુષ્માન કાર્ડની મર્યાદા ₹10 લાખ કરવામાં આવી હતી. આ વખતે આ યોજના હેઠળ વધુ ગંભીર રોગોને આવરી લેવા અને નવી સરકારી મેડિકલ કોલેજો (ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં) માટે ફાળવણી વધી શકે છે.

5. ડ્રોન અને એગ્રી-ટેક (Agri-Tech)

ખેડૂતો માટે માત્ર સબસિડી નહીં, પરંતુ ‘નેનો યુરિયા’ અને ‘ડ્રોન દ્વારા છંટકાવ’ માટે સહકારી મંડળીઓને મોટી ગ્રાન્ટ આપવાની યોજના અમલમાં આવી શકે છે.

આર્થિક પડકાર

બજેટમાં એક મહત્વનો મુદ્દો ‘દેવું (Public Debt)’ રહેશે.

ચિંતાનો વિષય: વર્ષ 2025-26 ના અંતે દેવું ₹3.99 લાખ કરોડની આસપાસ હતું. જો બજેટ ₹4 લાખ કરોડને પાર કરે છે, તો દેવું પણ ₹4.50 લાખ કરોડ સુધી પહોંચી શકે છે.

વ્યાજની ચુકવણી: રાજ્ય સરકાર તેની કુલ આવકનો આશરે 15% થી 18% હિસ્સો માત્ર જૂના દેવાના વ્યાજ ચૂકવવામાં વાપરે છે, જે એક મોટો આર્થિક પડકાર છે.

1. ‘ગ્રીન ગ્રોથ’ (Green Growth) પર વિશેષ ભાર

આ વખતે ગુજરાત સરકાર તેના બજેટમાં ‘નેટ ઝીરો’ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે મોટી રકમ ફાળવી શકે છે.

વિશેષતા: કચ્છ અને બનાસકાંઠામાં રિન્યુએબલ એનર્જી પાર્ક માટે ખાસ પ્રોત્સાહન.

ઇલેક્ટ્રિક વ્હીકલ (EV): જાહેર પરિવહનમાં (ST બસો અને સિટી બસો) 100% ઇલેક્ટ્રિક બસો લાવવા માટે મોટું બજેટ ફાળવવામાં આવી શકે છે.

2. ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારી (Mission 2030/2036)

ગુજરાત 2030ની કોમનવેલ્થ અને 2036ની ઓલિમ્પિક ગેમ્સ માટે બિડ કરી રહ્યું છે.

સ્પોર્ટ્સ સિટી: અમદાવાદના નારણપુરા અને મોટેરા વિસ્તારને ‘વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ડિસ્ટ્રિક્ટ’ તરીકે વિકસાવવા માટે ₹2,000 થી ₹5,000 કરોડની વિશેષ જોગવાઈ થઈ શકે છે.

ખેલાડીઓ માટે: ‘શક્તિદૂત’ જેવી યોજનાઓના બજેટમાં વધારો કરીને ગ્રામીણ સ્તરે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની જાહેરાત થઈ શકે છે.

3. ‘સેમિકન્ડક્ટર હબ’ અને ‘ગિફ્ટ સિટી’ (GIFT City) નો વિસ્તાર

ટેકનોલોજી: સાણંદ અને ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર (પાણી અને વીજળી) પાછળ મોટો ખર્ચ કરવામાં આવશે.

GIFT City: ગિફ્ટ સિટીના બીજા ફેઝના વિસ્તરણ માટે અને ત્યાં આંતરરાષ્ટ્રીય સ્તરની ફિન્ટેક યુનિવર્સિટીઓ સ્થાપવા માટે જમીન અને સબસિડીની જાહેરાત થઈ શકે છે.

4. આરોગ્ય ક્ષેત્રે ‘પીએમ જેવાય’ (PM-JAY) માં વધારો

ગત બજેટમાં આયુષ્માન કાર્ડની મર્યાદા ₹10 લાખ કરવામાં આવી હતી. આ વખતે આ યોજના હેઠળ વધુ ગંભીર રોગોને આવરી લેવા અને નવી સરકારી મેડિકલ કોલેજો (ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં) માટે ફાળવણી વધી શકે છે.

5. ડ્રોન અને એગ્રી-ટેક (Agri-Tech)

ખેડૂતો માટે માત્ર સબસિડી નહીં, પરંતુ ‘નેનો યુરિયા’ અને ‘ડ્રોન દ્વારા છંટકાવ’ માટે સહકારી મંડળીઓને મોટી ગ્રાન્ટ આપવાની યોજના અમલમાં આવી શકે છે.

વિગતઆંકડાકીય માહિતી (આશરે)
કુલ બજેટનું કદ3.70 લાખ કરોડ રૂપિયા
રાજ્યનું જાહેર દેવું3.99 લાખ કરોડ રૂપિયા
નાગરિક દીઠ દેવું57000 રૂપિયા પ્રતિ વ્યક્તિ
મહેસૂલી ખર્ચ2.36 લાખ કરોડ રૂપિયા
મૂડી ખર્ચ (વિકાસલક્ષી)1.34 લાખ કરોડ રૂપિયા
કર્મચારીઓના પગાર ખર્ચ52,847 કરોડ રૂપિયા(4.55 લાખ કર્મચારીઓ)
પેન્શન ખર્ચ28,833 કરોડ રૂપિયા (5.28 લાખ પેન્શનર)
સબસિડી ખર્ચ27,000 કરોડ રૂપિયા

You Might Also Like

મોરબી: ₹12 કરોડના ખર્ચે 7 નવા ફાયર ફાઇટિંગ વાહનોની થશે ખરીદી

પાલિતાણા: આદિનાથ દાદાના જન્મ કલ્યાણકની અનોખી ઉજવણી, ભક્તિ અને ટેકનોલોજીનો સંગમ

લોકોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવી એ જ મુખ્ય લક્ષ્ય: વહીવટદાર રેમ્યા મોહન

પોરબંદર મનપા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાશે

રામપરાના ખેડૂતો અને ઙજક કંપની વચ્ચેના વિવાદનો સુખદ અંત; વિઘા દીઠ રૂ.2.51 લાખનું વળતર જાહેર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચીનના રોબોટને ‘મેક ઈન ઈન્ડિયા’ બતાવતા હોબાળો, AI સમિટમાંથી ગલગોટિયા યુનિવર્સિટીની હકાલપટ્ટી
Next Article અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’, 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે રૂ. 1278 કરોડનું બજેટ ફાળવાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

સોમનાથ-પ્રભાસ પાટણમાં તહેવારો પૂર્વે પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ: રામનવમી, ચેટીચાંદ, રમઝાન માટે કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
દારૂ અને નોનવેજના સેવનના કથિત વિડીયોથી મંદિરની ગરિમા જોખમાઇ
થાનગઢ પંથકના સોનગઢ ગામના ખારા વિસ્તારમાં કોલસાનું ખનન યથાવત
વઢવાણના વસ્તડી ગામે રેતી ચોરીનો ધમધમતો કારોબાર
મોરબી: ₹12 કરોડના ખર્ચે 7 નવા ફાયર ફાઇટિંગ વાહનોની થશે ખરીદી
પાલિતાણા: આદિનાથ દાદાના જન્મ કલ્યાણકની અનોખી ઉજવણી, ભક્તિ અને ટેકનોલોજીનો સંગમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબી: ₹12 કરોડના ખર્ચે 7 નવા ફાયર ફાઇટિંગ વાહનોની થશે ખરીદી

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ગુજરાત

પાલિતાણા: આદિનાથ દાદાના જન્મ કલ્યાણકની અનોખી ઉજવણી, ભક્તિ અને ટેકનોલોજીનો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

લોકોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવી એ જ મુખ્ય લક્ષ્ય: વહીવટદાર રેમ્યા મોહન

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?