સૌજન્ય: ઑપ ઈન્ડિયા, ગુજરાતી
ગુજરાતનો દરિયાકિનારો વર્ષ 1970માં 1,214 કિલોમીટર હતો, બાદમાં 1660 કિલોમીટર થયો, ત્યારબાદ 1945 કિલોમીટર થયો
- Advertisement -
પહેલાંના સમયમાં દરિયાકિનારાની લંબાઈ માપવા માટે નકશા, ફીલ્ડ સર્વે અને મેન્યુઅલ ગણતરીઓનો ઉપયોગ થતો હતો. આ પદ્ધતિઓમાં ચોકસાઈની મર્યાદાઓ હતી. હવે સેટેલાઈટ ઈમેજરી, ડ્રોન ટેક્નોલોજી અને ૠઈંજ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે, જે ખૂબ જ ચોક્કસ અને વિગતવાર માપન આપે છે. ગુજરાત (ૠીષફફિિ)ં ભારતનું પશ્ર્ચિમી રાજ્ય, દેશના સૌથી લાંબા દરિયાકિનારા માટે જાણીતું છે. તાજેતરના ડેટા અનુસાર, ગુજરાતના દરિયાકિનારાની લંબાઈમાં (ઈજ્ઞફતહિંશક્ષય કયક્ષલવિં) નોંધપાત્ર વધારો થયો છે. પહેલાં ગુજરાતનો દરિયાકિનારો લગભગ 1,600 કિલોમીટર ગણવામાં આવતો હતો, પરંતુ હવે તે 2,340.62 કિલોમીટર નોંધાયો છે. એટલે કે લગભગ 700 કિલોમીટરનો વધારો થયો એવું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતનો દરિયાકિનારો વર્ષ 1970માં 1,214 કિલોમીટર હતો, બાદમાં 1660 કિલોમીટર થયો, ત્યારબાદ 1945 કિલોમીટર થયો. આમ, ગુજરાતનો દરિયાકાંઠો છેલ્લા 53 વર્ષમાં લગભગ બમણો થઈને 2,340 કિલોમીટર થયો છે. આ નોંધપાત્ર વધારો શું છે? શું ગુજરાતનો દરિયાકિનારો ખરેખર ભૌગોલિક રીતે વધ્યો છે? કે આ માત્ર માપણીની ચોકસાઈનું પરિણામ છે? આજે જાણીએ કે આ પ્રશ્ર્નોના વાસ્તવિક ઉત્તર શું છે.ગુજરાતના દરિયાકિનારાની લંબાઈમાં થયેલો વધારો ભૌગોલિક વિસ્તરણને બદલે ચોક્કસ માપણી અને ગણતરીની નવી પદ્ધતિઓનું પરિણામ છે. ભારત સરકારે દરિયાકિનારાની લંબાઈની ગણતરી માટે નવી ટેક્નોલોજી અને પદ્ધતિઓનો ઉપયોગ કર્યો છે.
જેમાં સેટેલાઈટની મદદ સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આજે આપણે એ દરેક પદ્ધતિ વિશેની જાણકારી મેળવીશું.ગુજરાત ઉપરાંત, ભારતના અન્ય દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના દરિયાકિનારાની લંબાઈમાં પણ વધારો નોંધાયો છે. રાજ્યસભાના ડેટા અનુસાર, આંધ્રપ્રદેશનો દરિયાકિનારો 973.7 કિલોમીટરથી વધીને 1,779.91 કિલોમીટર, તમિલનાડુનો 1,076 કિલોમીટરથી 1,346.16 કિલોમીટર, મહારાષ્ટ્રનો 652.6 કિલોમીટરથી 1,213.08 કિલોમીટર, અને ઓડિશાનો 480 કિલોમીટરથી 671.12 કિલોમીટર થયો છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં, અંદમાન અને નિકોબાર ટાપુઓનો દરિયાકિનારો 1,962 કિલોમીટરથી 2,316.30 કિલોમીટર થયો છે. આ વધારો પણ ચોક્કસ માપણી અને નવી ટેક્નોલોજીના ઉપયોગને કારણે થયો છે. ગુજરાતના દરિયાકિનારાની લંબાઈમાં થયેલો વધારો એક આંકડાકીય અને ટેકનિકલ સુધારાનું પરિણામ છે, જે નવી માપણી પદ્ધતિઓ, જીઓસ્પેશિયલ ટેક્નોલોજી, અને વધુ વિગતવાર ગણતરીઓને કારણે શક્ય બન્યું. આનો અર્થ એ નથી કે ગુજરાતનો દરિયાકિનારો ભૌગોલિક રીતે વધ્યો છે, પરંતુ તેની ચોક્કસ લંબાઈ હવે વધુ સચોટ રીતે નોંધાઈ છે.
માપણીની પદ્ધતિમાં ફેરફારની વિગતો
આ નવી પદ્ધતિઓને કારણે ગુજરાતના દરિયાકિનારાની લંબાઈમાં આશરે 700 કિલોમીટરનો વધારો નોંધાયો છે. આ ફેરફાર માત્ર ગુજરાત સુધી મર્યાદિત નથી; ભારતના કુલ દરિયાકિનારાની લંબાઈ પણ 7,517 કિલોમીટરથી વધીને 11,098.81 કિલોમીટર થઈ છે.
- Advertisement -
ગુજરાતના દરિયાકિનારાની વિશેષતાઓ
ગુજરાતનો દરિયાકિનારો ભારતના કુલ દરિયાકિનારાનો લગભગ 21% હિસ્સો ધરાવે છે, જે તેને દેશનું સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય બનાવે છે. આ દરિયાકિનારો વિવિધ ભૌગોલિક વિશેષતાઓ ધરાવે છે. જેમકે, ઉત્તર-પશ્ર્ચિમ ગુજરાતમાં આવેલ કચ્છનો અખાત દરિયાકિનારાની લંબાઈમાં નોંધપાત્ર યોગદાન આપે છે. તેના અસંખ્ય નાના ટાપુઓ અને જટિલ કિનારાઓને કારણે ગણતરીમાં વધારો થયો. દક્ષિણ-પૂર્વ ગુજરાતમાં આવેલ ખંભાતના અખતે પણ દરિયાકિનારાની લંબાઈમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ ઉપરાંત ગુજરાતના દરિયાકિનારા પાસે ઘણા નાના-મોટા ટાપુઓ છે, જેમ કે દીવ, બેટ દ્વારકા, અને અન્ય નાના ટાપુઓ. આ ટાપુઓના કિનારાઓની લંબાઈ પણ હવે ગણતરીમાં સામેલ કરવામાં આવી છે. આ સિવાય ગુજરાતની નદીઓ જેમ કે નર્મદા, તાપી, અને સાબરમતી દરિયામાં મળે છે, જે નદીમુખો (યતિીંફશિયત) બનાવે છે.