ગુજરાતમાં 7.2 ટકા કર્મચારીઓ સપ્તાહમાં 70 કલાકથી વધુ કામ કરે છે : સરવૅ
ગોવાના લોકો સૌથી ઓછું કામ કરતા હોવા છતાં કમાણીમાં મોખરે: ગુજરાતમાં શહેરી લોકો દૈનિક સરેરાશ 8.3 ટકા કામ કરે છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
ભારતીયોના કામ કરવાના કલાકો તથા કાર્યપદ્ધતિ વિશે કેટલાંક વખતથી જુદી-જુદી ચર્ચા છે.કેટલાંક વધુ કલાકો કામ કરવાની તરફેણ કરે છે. એક વખત કલાકોના સમયગાળાને બદલે બુદ્ધિપૂર્વકનાં કામને મહત્વ આપે છે ત્યારે એક સર્વેમાં કેટલાંક મહત્વના અને ચોંકાવનારા તારણો નિકળ્યા છે. ગુજરાતના લોકોનાં કામના કલાકો સૌથી વધુ છે.જયારે ગોવામાં લોકો સૌથી ઓછા કલાક કામ કરે છે છતાં ત્યાં કમાણી વધુ છે. અભ્યાસ-સર્વેમાં એવુ બહાર આવ્યુ છે કે ગુજરાતમાં 7.2 ટકા કર્મચારીઓ સપ્તાહમાં 70 કલાકથી વધુ કામ કરે છે.
આ આંકડો સમગ્ર દેશમાં સૌથી વધુ છે.જોકે, પંજાબ, મહારાષ્ટ્ર તથા પશ્ચિમ બંગાળના આંકડા પણ તેની આસપાસ છે. બીજી તરફ બિહારમાં સૌથી વધુ કલાક કામ કરનારા લોકોની સંખ્યા સૌથી ઓછી છે જયાં માત્ર 1.1 ટકા કર્મચારીઓ જ સપ્તાહમાં 70 કલાક કામ કરે છે.પંજાબમાં 7.1 ટકા, મહારાષ્ટ્રમાં 6.6 ટકા, પશ્ચિમ બંગાળમાં 6.2 ટકા તથા કેરળમાં પણ 6.2 ટકા કર્મચારીઓ 70 કલાક કામ કરે છે. દરરોજનાં કામના આધારે સરેરાશ કલાકની ગણતરી કરવામાં આવે તો દિલ્હીવાસીઓ મોખરે છે.દિલ્હીમાં લોકો દરરોજ સરેરાશ 8.3 કલાક કામ કરે છે. જયારે ગોવામાં માત્ર 5.5 કલાક જ લોકો કામ કરે છે.પૂર્વોતરનાં મોટાભાગનાં રાજયોમાં આ આંકડો 6 કલાક આસપાસનો છે.
સર્વેમાં એવુ પણ બહાર આવ્યું છે કે, ગામડા કરતા શહેરોમાં લોકો વધુ કામ કરે છે. શહેરોમાં કામના સરેરાશ કલાક દરરોજનાં 7.8 છે જયારે ગામડામાં 6.5 કલાક છે.સૌથી વધુ મહેનત કરવાવાળા શહેરી લોકોમાં 8.6 કલાક સાથે રાજસ્થાન મોખરે છે. ઉતરાખંડનો તથા ગુજરાતમાં 8.3 કલાક છે.મેઘાલયમાં 6.3 કલાક, મણીપુરમાં 6.7 કલાક, ગોવામાં 5.9 કલાક, શહેરી લોકો કામ કરે છે.ઉતરાખંડના ગ્રામીણ ક્ષેત્રમાં સૌથી વધુ 7.7 કલાક લોકો કામ કરે છે. પંજાબમાં 7.3 કલાક તથા ઝારખંડમાં 7.2 કલાક છે.આસામ, નાગાલેન્ડ તથા ગોવામાં ગ્રામીણ ક્ષેત્રમાં સૌથી ઓછા કલાક લોકો કામ કરે છે.