માણાવદર – વંથલી વિસ્તારના રૂપિયા 394.38 લાખના કુલ 122 કામોના લોકાર્પણ
ખાસ-ખબર સંવાદદાતા
વિશ્ર્વાસથી વિકાસયાત્રા અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માણાવદર અને વંથલી વિસ્તાર માટે જનસુખાકારીના રૂપિયા 394.38 લાખના કુલ 122 વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ માણાવદરનાં ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને માણાવદર વિસ્તારનાં ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, હર હમેંશ દેશની ચિંતા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી તથા ગુજરાતના સાંસદ અને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ તથા લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્યના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારને વિવિધ યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે.
- Advertisement -
રાજ્યની ડબલ એન્જિન સરકારે ગુજરાતના નાગરિકોની સુખાકારી માટે અનેક લોકહીત લક્ષી નિર્ણયો લઈને સંકલ્પથી સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્ય સરકારે અનેક સેવાઓને ઘર આંગણે પહોંચાડી લોકોની સરળતામાં વધારો કર્યો છે. સરકારે માળખાગત તમામ કામો પૂર્ણ કર્યા છે.ગુજરાત આજે દરેક ક્ષેત્ર દેશમાં રોલ મોડલ બન્યું છે.