પાંચ વર્ષમાં ગુજરાતી ઈમિગ્રેન્ટસમાં સૌથી વધુ વધારો
કેનેડાનું ધીમે ધીમે ગુજરાતીકરણ થઈ રહ્યું હોય તેવું લાગે છે કારણ કે કેનેડામાં અત્યારે ગુજરાતી એ તમામ ભારતીય ભાષાઓમાં ત્રીજા નંબરે સૌથી વધુ બોલવામાં આવતી ભાષા છે.2016 અને 2021 વચ્ચે કેનેડામાં ગુજરાતીઓની વસતી બહુ ઝડપથી વધી છે અને તેના કારણે ભાષાની બાબતમાં પણ આગળ વધી ગયા છે.
- Advertisement -
ઈમિગ્રેશન ક્ધસલ્ટન્ટ્સ કહે છે કે અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડના વિઝા મેળવવા વધારે કઠિન હોવાના કારણે ભારતીયો કેનેડા તરફ વળ્યા છે. કેનેડાના લેટેસ્ટ આંકડા પ્રમાણે સૌથી વધુ ભારતીયો પંજાબી ભાષા બોલે છે અને ત્યાર પછી હિંદી બીજા નંબરે છે. ગુજરાતી ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. 1980ના દાયકાથી અત્યાર સુધીમાં ગુજરાતી ભાષા બોલતા લગભગ 87,900 માઈગ્રન્ટ્સ કેનેડા આવીને વસ્યા છે. તેમાંથી પણ 26 ટકા લોકો તો 2016 થી 2021 વચ્ચે કેનેડા આવ્યા છે.
આ સમયગાળામાં પંજાબીઓ ભાષાકીય રીતે સૌથી મોટું જૂથ છે અને તેની સંખ્યા 75,475 છે. જ્યારે હિંદી ભાષા બોલનારાઓની સંખ્યા 35,170 છે. ગુજરાતી ભાષા બોલતા હોય તેવા 22,935 ઈમિગ્રન્ટ કેનેડામાં વસે છે જ્યારે મલયાલમ ભાષા બોલનારા લોકોની સંખ્યા 15440 અને બંગાળી ભાષા બોલનારા ભારતીયોની સંખ્યા 13,835 છે. ડેટા દર્શાવે છે કે તમામ ભાષાકીય જૂથોમાં ગુજરાતી ઈમિગ્રન્ટ્સે બીજા નંબરે સૌથી વધુ ગ્રોથ નોંધાવ્યો છે અને તેમનો ગ્રોથ રેટ 26 ટકા રહ્યો છે.
જ્યારે પંજાબી ભાષા બોલનારાઓની સંખ્યામાં 22 ટકાના દરે વધારો થયો છે. આ ગાળામાં હિંદી ભાષા બોલનારા લોકોની સંખ્યામાં 114 ટકાનો તોતિંગ વધારો થયો છે. કેનેડાના સ્ટેટિસ્ટિક્સમાં કચ્છી ભાષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે મોટા ભાગે કચ્છ અને મુંબઈમાં બોલવામાં આવે છે. પરંતુ કચ્છી બોલનારાઓની સંખ્યા ઘટી છે અને 460માંથી 370 થઈ ગઈ છે.