અભિલાષનું અક્ષયપાત્ર: અભિલાષ ઘોડા
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે શુભેચ્છાઓ પાઠવી
- Advertisement -
આ જ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રી માનસી પારેખ અને શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઈન માટે નીકી જોષીના નામો જાહેર થયા
ગઇકાલે શુક્રવાર, 16 ઑગસ્ટના રોજ 70 મા રાષ્ટ્રીય ફિલ્મ પારિતોષિક- 2024 ની જાહેરાત કરવામાં આવી. જેમાં પાર્થીવ ગોહીલ – માનસી પારેખ ગોહીલ નિર્મીત અને વિરલ શાહ દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ’કચ્છ એક્સપ્રેસ’ ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ નો એવોર્ડ જાહેર થયો છે. ( પર્યાવરણ કેટેગરી ) સાઉથની સ્ટાર નિત્યા મેનન અને ગુજરાતી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. નિત્યા મેનનને ફિલ્મ તિરુચિત્રંબલમ માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. તો ગુજરાતી અભિનેત્રી માનસી પારેખને ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત આ ફિલ્મ ના કોસ્ચ્યુમ ડીઝાઇનર નીકી જોષીને પણ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતી ફિલ્મ ને એક સાથે ત્રણ ત્રણ રાષ્ટ્રીય એવોર્ડ ની કદાચ આ પ્રથમ ઘટના છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ-2022માં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મળેલા ત્રણ-ત્રણ એવોર્ડ સન્માન માટે આ ફિલ્મનાં નિર્માતા, દિગ્દર્શક અને કલાકાર કસબીઓને અભિનંદન પાઠવ્યા છે. ગ્રામીણ નારી શક્તિ સંગઠનો દ્વારા સ્થાનિક હસ્તકલા અને અન્ય કલા કારીગરીની વસ્તુઓને પ્રમોટ કરવાના કથાનક પર આ કચ્છ એક્સપ્રેસ ફિલ્મ આધારિત છે. 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ-2022માં આ હેતુસર કચ્છ એક્સપ્રેસને બેસ્ટ ફિચર ફિલ્મ પ્રોમોટીંગ નેશનલ, સોશિયલ વેલ્યુસ માટેનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ એક્સપ્રેસ ફિલ્મને મળેલા આ ત્રણ-ત્રણ એવોર્ડ સન્માનને ગુજરાતી ફિલ્મોના ઈતિહાસની ગૌરવવંતી ઘટના ગણાવતા વિચાર પ્રેરક કથાનક અને ઉત્કૃષ્ઠ કલાકસબ ધરાવતી વધુને વધુ ગુજરાતી ફિલ્મોનું નિર્માણ થતુ રહેશે તેવી અભ્યર્થના વ્યક્ત કરી છે. કચ્છના બેકડ્રોપ પર આધારિત હેલ્લારો પછી આ બીજી ફિલ્મ છે જેનો રાષ્ટ્રીય એવોર્ડ માં સમાવેશ કરવામાં આવ્યો છે. જાણીતા લેખક રામ મોરી લીખીત આ ફિલ્મ માં માનસી પારેખ ઉપરાંત રત્ના પાઠક શાહ નો પણ ઉત્કૃષ્ટ અભિનય છે. આ રાષ્ટ્રીય એવોર્ડની જાહેરાતથી સમગ્ર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ખુશીનો માહોલ છે.
રાજકોટ ના જ નિર્માતા અને દિગ્દર્શક તથા મોટા ભાગના રાજકોટના જ કલાકારોને લઈ ને તૈયાર કરવામાં આવેલ ગુજરાતી ફિલ્મ ’રણભૂમી’ આગામી 30 ઓગષ્ટે રીલિઝ માટે તૈયાર છે. અનેક ફિલ્મોના પ્રોડક્શન ડીઝાઇન ના અનુભવી એવા નિલેશ ચોવટીયા દિગ્દર્શિત આ ગુજરાતી ફિલ્મ ’રણભૂમી’ માં ફિલ્મ ’યુવા સરકાર’ અને પેન્ટાગોન’ ફેમ હર્ષલ માંકડ, નવોદિત અભિનેત્રી શીતલ પટેલ સહીત રંગભુમી અને ફિલ્મોના જાણીતા કલાકારો એવા મેહુલ બુચ, વિપુલ વિઠ્ઠલાણી, પુજા સોની, માનીન ત્રીવેદી, મીત્રેશ વર્મા, ચેતસ ઓઝા અભિનય કરી રહ્યા છે. કચ્છ ના ટુરીઝમ તથા છેવાડાના ગામની એક સુંદર વાર્તા સાથે તૈયાર કરવામાં આવેલી આ ફિલ્મ માટે આખે આખા કચ્છી ગામનો આબેહુબ વિશાળ સેટ રાજકોટ ખાતે જ તૈયાર કરવામાં આવેલો, આ ઉપરાંત આ ફિલ્મ માં ભુજીયો ડુંગર, કચ્છનો પ્રખ્યાત રણોત્સવ જેવી અનેક જાણીતી જગ્યાઓ કંડારવામાં આવી છે. ગુજરાતના બહોળા પ્રેક્ષક વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી ફિલ્મ ’રણભૂમી’ આગામી 30 ઓગસ્ટે ગુજરાત અને મુંબઇ ના સિનેમાઘરો માં રીલીઝ કરવામાં આવશે તેવી માહીતી મળી છે.
- Advertisement -
વરીષ્ઠ કલાકારો, કસબીઓ માટે ‘હવે માંદા છે, કામ નહીં કરી શકે’ તેવી અફવા ઉડાડતી ટોળકી સક્રિય
મુંબઈમાં ખાસ કરીને ગુજરાતી નાટક, ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી સાથે વર્ષોથી જોડાયેલ તથા ઉત્તમ કામ કરતા કેટલાક વરીષ્ઠ કલાકારો માટે બોગસ અફવાઓ ઉડાડતી એક ખાસ ટોળકી કાર્યરત થઇ છે તેવી બીન આધારભૂત માહીતી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ના કેટલાક નામી અને વરીષ્ઠ કલાકારો પાસેથી મળી છે. આરોગ્ય ની દ્રષ્ટીએ સંપુર્ણ રીતે ફીટ હોવા છતાં આ કલાકારો હવે શારીરિક ક્ષમતા ગુમાવી બેઠા છે અથવા તો સ્વૈચ્છીક નિવૃતી લઈ લીધી છે આવી મનધડત વાતો ગુજરાતી મનોરંજન જગતના જ કેટલાક હીત શત્રુઓ ફેલાવી રહ્યા છે તેમ જાણવા મળ્યું છે. અમુક સીનીયર કલાકારો ને વધુ કામ મળી રહે તેવા બદ આશય સાથે આવા કલાકારોના અંગત સ્ટાફ દ્વારા જ આવી આફવાઓ બજારમાં વહેતી મુકવામાં આવે છે તેવો ઘટસ્ફોટ પણ સુત્રો દ્વારા કરવામાં આવ્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના કેટલાક સીનિયર અને હાલ પણ સંપુર્ણ એક્ટિવ એવા કેટલાક કલાકારો એ આ ફરિયાદ આ લખનાર ને કરી છે. આવનાર સમયમાં આવી બોગસ વાતો ફેલાવનાર શખ્શો ના નામો પણ ખુલ્લા પાડવાની તજવીજ આ કલાકારોએ કરી લીધી છે.
વસ્ત્રાપુર ખાતે આવેલું સ્વ.ક્ષેમુ દિવેટીયા એમ્ફી થીએટર યથાવત રહેશે
મળતા સમાચાર મુજબ અમદાવાદ ના વસ્ત્રાપુર લેક ખાતે બનાવવામાં આવેલ સ્વ.ક્ષેમુ દિવેટીયા એમ્ફી થીએટર ની જગ્યાએ વસ્ત્રાપુર લેકની બહાર ઉભા રહેતા ખાણી પીણી ની લારીઓ વાળાઓને સમાવી ફુડ કોર્ટ બનાવવાની જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામા આવેલી. પરંતુ સ્વ. ક્ષેમુભાઇ દીવેટીયાના પરીવારજનો સહીત કલાજગતના અગ્રણીઓ તરફથી એમ્ફી થીએટર યથાવત રાખવાની જોરદાર માંગ ઉઠેલી. અત્રે એ નોંધવું જરૂરી છે કે હાલ ગુજરાતના ખુબ જાણીતા સ્વરકાર એવા સ્વ. ક્ષેમુભાઇ દિવેટીયા નું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે ત્યારે આવો દુખદ નિર્ણય લેવાતા પરીવારજનો સહીત કલાજગતમાં ખુબ મોટી નારાજગી ઉભી થયેલી. પરંતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તરફથી એવો ખુલાસો કરી દેવામાં આવ્યો છે કે હાલ સ્વ. ક્ષેમુ દિવેટીયા એમ્ફી થીએટર યથાવત રહેશે. પરીવાર જનો તરફથી એવી પણ લાગણી દર્શાવવામાં આવી છે કે શક્ય હોય ત્યાં સુધી આ એમ્ફી થીએટર માં લગ્ન સમારોહ કે એવી બીજી કોઈ ઇવેન્ટના બદલે માત્ર કલા પ્રવૃત્તિઓ જ થાય અને તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના સત્તાધીશો વિના મુલ્યે અથવા નજીવા દરે આ જગ્યાનો ઉપયોગ કરવાની મંજુરી આપે. આ મંજુરી જ્યારે મળે ત્યારે પરંતુ હાલ પુરતો વિવાદ પુરો થયો છે. સ્વ. ક્ષેમુ દિવેટીયા એમ્ફી થીએટર યથાવત રહેશે.
કચ્છના જ બેકડ્રોપ સાથે તૈયાર થયેલી ગુજરાતી ફિલ્મ ‘રણભૂમી’ આગામી 30 ઓગસ્ટે રીલીઝ થશે
દેશ-વિદેશથી આવેલા 800 જેટલા શાસ્ત્રીય કલા સાધકો સાથે તાલિમ શિબિર શ્રુંખલાનું સમાપન
આપણાં અમદાવાદ શહેરમાં આવેલી જેજી કોલેજ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ” ના ઉપક્રમે તાજેતર માં જ યોજાયેલા તથા આજની યુવા પેઢી માટે શાસ્ત્રિય કલાઓ ના ક્ષેત્રે સર્વાગી વિકાસમાં સાચે જ ખૂબજ ઊપયોગી અને અતિ મહત્ત્વપુર્ણ માગેદશેન પુરું પાડવા ના આશય થી સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાસ્ત્રિય નૃત્ય, નાટ્ય તથા સંગીત કલા નાં ક્ષેત્રે વર્તમાન ભારત નાં વિવિધ સ્થળે થી આમંત્રિત તેમજ ઉજ્જ્વળ કારકિર્દી પ્રાપ્ત એવા શ્રેષ્ઠ કલા ગુરુઓ કે જેમાં (1) પંડિત વિકાસ પરીખ- શાસ્ત્રિય ગાયન-અમદાવાદ: (2) કુમારી રાધિકા પરીખ – શાસ્ત્રિય ગાયન-અમદાવાદ: (3) શ્રી પી.ટી નરેન્દ્રન-ભરત નાટ્યમ – તામિલનાડુ તથા (4) શ્રી હેમંત હજારે – નાટ્ય (ડ્રામા) – મુંબઈ તથા (5) શ્રી આશિષ ખોખર – માસ્ટર ક્લાસ-નવી દિલ્હી તથા (6) પંડિત શ્રી રાજેન્દ્ર ગાંગાણીજી-કથ્થક નૃત્ય-ન્યુ દિલ્હી તથા (7) શ્રી અજીથ કુમાર – કલ્લરી આર્ટ- કેરાલા, થી અત્રે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આમ આવા અત્યંત શ્રેષ્ઠ કલા ગુરુઓ ના ઉમદા માર્ગદર્શન હેઠળ એક આખી “તાલિમ શિબિર શૃંખલા” નું ખૂબજ શિસ્તબધ્ધ તથા સંપૂર્ણ રીતે સફળ આયોજન સંપન્ન થયું હતું. આ વિવિધ વિષયો નું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અમારી કોલેજ ના 95 જેટલા વિધાર્થીઓ ઉપરાંત દેશ વિદેશ થી આવેલા લગભગ 250 જેટલા વિદ્યાર્થી તથા એશિયા ઇંગ્લિશ સ્કુલ ના 500 જેટલા મળી કુલ 800 થી પણ વધારે વિદ્યાર્થીઓ એ ખૂબજ મોટી સંખ્યા માં ભાગ લીધો હતો.