ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી વાતાવરણ સાથે માવઠુ પણ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી છે કે અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે પાકિસ્તાનના કરાચી વાયા ગુજરાત તરફ આ વરસાદી વાતાવરણ ફેલાશે. જેને પગલે 5થી 7 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.
પરિણામે ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થઇ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે.
- Advertisement -
હવામાન ખતાના જણાવ્યા મુજબ દરમિયાન ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા તથા સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં આજથી ત્રણ દિવસ દરમિયાન ઝાપટાંની શક્યતા છે. માવઠા બાદ ઠંડીમાં પણ વધારાની આગાહી કરવામાં આવી છે. હવામાન બે દિવસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં માવઠાની આગાહી છે.
અગાઉ દેશમાં 4થી 11 જાન્યુઆરીમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા અને કમોસમી વરસાદના કારણે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો સુધી હવામાનમાં પલટો આવશે અને માવઠું પડવાની આગાહી કરવામાં આવી હતી. જેમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો અને કચ્છ-સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે.