અમિત શાહ બે દિવસ ગુજરાતમાં: ભાડજમાં 447 કરોડનાં વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા
ગુજરાતીએ જ દેશભરમાં સ્વચ્છતાના સંસ્કાર આપ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે મંગળવારથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેઓ એસજી હાઈવે ખાતે મેગા મેડિકલ કેમ્પમાં હાજરી આપી ગોતા ખાતે વેજિટેબલ માર્કેટનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ ભાડજ ખાતે 447 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં બે મહિલાઓને ગરમીની અસર થઈ હતી. બંને બહેનોને ગરમી લાગતા પંખામાં બેસાડી રાખવા પડ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે 9 દિવસના શક્તિ અને આરાધના પર્વ નવરાત્રિની શરૂઆત થાય છે. ગુજરાતની નવરાત્રિ જોઈ નથી તેણે ગુજરાતને ઓળખ્યું નથી. વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ બનાવવામાં આવી છે તે સૌથી સારું કામ કર્યું છે. આજે બાળકો સાથે વાતચીત કરી છે. પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલની મુલાકાત લેશો તો ખ્યાલ આવશે ભારતનું ભવિષ્ય કેટલું ઉજળું છે. વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદના સૌ નાગરિકોને વિનંતિ કરું છું કે, સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદને ટોપ પર લાવવા માટે મ્યુનિસિપલ કમિશનરે પ્રયાસ હાથ ધર્યા છે. આપણે સાથે મળીને પ્રયાસ કરીએ કે દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ પહેલાં નંબરે આવે. આજે મેં સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ સાથે સ્વચ્છતા સર્વેક્ષણને લઈને મિટિંગ રાખી છે. દેશમાં દરેક ઘરમાં ટોયલેટ બને તે દેશની આઝાદીના 70 વર્ષ પછી થયું છે. દેશમાં સ્વચ્છતા પહોંચાડવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણ માટે અખઈએ નક્કી કર્યું છે તે પૂરો કરવાનો આપણે સંકલ્પ કર્યો અને ગુજરાતીએ જ દેશભરમાં સ્વચ્છતાના સંસ્કાર આપ્યા છે અને આવતા વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાત પહેલા નંબરે આવે સંકલ્પ કરીએ.