‘ધ ઈમરજન્સી’ ઈન્ડિયન એક્સપ્રેસના પત્રકાર અને લેખિકા કૂમી કપુર દ્વારા જાતે અનુભવેલી અને આંખે દેખેલી ઘટનાઓનો ચિતાર આપતું અંગ્રેજીમાં લખાયેલું 400 પાનાનું દળદાર પુસ્તક છે. સૌરભ શાહે આનો અત્યંત રસપ્રદ ગુજરાતી અનુવાદ ખૂબ જહેમતથી કર્યો છે
જર્મન ફિલોસોફર કાર્લ માર્કસે કહેલું કે ‘ઈતિહાસ ખુદને પુનરાવર્તિત કરે છે પ્રથમ ત્રાસરૂપે અને ફરી હાસ્યાસ્પદ બનીને…’ પરંતુ કમનસીબ ભારતીય પ્રજા પર ઈતિહાસ દરેક વાર ત્રાસદાયી બની તૂટ્યે રાખે છે તો પણ ટૂંકી યાદદાસ્તનો ભોગ બનેલી આ પ્રજાને સમયાંતરે નવા-નવા ‘રીંગ-માસ્ટર્સ’ મળ્યે રાખે છે, જેના ઈશારે ફરી અભિભૂત થઈ નાચ્યે રાખે છે. આતતાયીઓના, અત્યાચારીઓના કરતૂતો બે-પાંચ લીટીનો ઈતિહાસ બની ચોપડીઓમાં ધરબાઈ જાય છે. ઘા રૂઝાતા જાય છે તો ક્યાંક સમયની સપાટી નીચે દબાયેલો અન્યાય, લાચારી કે પીડારૂપી લાવા વલોવાતો રહે જે તક મળ્યે ડોકિયા કરી પ્રજાને જગાડવાનો પ્રયાસ કરે કે ‘મુજ વીતી તુજ વીતશે…’ બસ આવો જ એક પ્રયત્ન લાગ્યું આ પુસ્તક ‘ધ ઈમરજન્સી ‘ધ ઈમરજન્સી’ ઈન્ડિયન એક્સપ્રેસના પત્રકાર અને લેખિકા કૂમી કપુર દ્વારા જાતે અનુભવેલી અને આંખે દેખેલી ઘટનાઓનો ચિતાર આપતું અંગ્રેજીમાં લખાયેલ 400 પાનાનું દળદાર પુસ્તક છે. શ્રી સૌરભ શાહે આનો અત્યંત રસપ્રદ ગુજરાતી અનુવાદ ખૂબ જહેમતથી કરેલ છે, જે દરેક ગુજરાતી પર શાહના ઋણરૂપે છે જેને દરેક સમજદાર ગુજરાતીએ વાંચીને ચૂકવવાનું છે જેથી અનેક નામી-અનામી શહીદોના બલિદાન બાદ મળેલ લોકતંત્રને કલંક લગાડનારી હરકતો કરનાર, દેશને હડપવાનો મનસૂબો રાખનારી તાકાતોને નવી પેઢી ઓળખી કાઢે.
- Advertisement -
દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ અને સૌથી મોટું લોકતંત્ર હોવાનું માન મળ્યું છે, તે દેશમાં પોતાની સત્તા બચાવવા એક જ વ્યક્તિ આંતરિક વિખવાદના નામે કટોકટી લાદે તેના મૂળરૂપ બનાવો અને ત્યારબાદના અત્યાચારોની સાલવાર યાદી પુસ્તકની શરૂઆતે આપેલ છે. ઈમરજન્સીની તરફેણ કે વિરૂદ્ધમાં થોડું છુટુંછવાયું વાંચવાનું થયેલું જેમાં એલ. કે. અડવાણીએ ઈન્દિરા ગાંધીને કટોકટીનો વિચાર ઈરવીંગ વોલેસના પુસ્તક ‘આર-ડોક્યુમેન્ટ’ને વાંચ્યા બાદ આવેલો તેવો ઉલ્લેખ યાદ આવે છે પરંતુ આટલી ઊંડાણપૂર્વકની માહિતી તો આ પુસ્તક દ્વારા જ મળી. બ્રિટિશ શાસનમાં વિના વકીલ, વિના દલીલ અને વિના અપીલનો રોલેટ એકટ જે ભારતીયોના મૂળભૂત હક્કોને છીનવી લેનાર હોય ગાંધીજીએ તેને ‘કાળો કાયદો’ કહી નકારી કાઢેલ, એ જ ભારતમાં બીજા ગાંધીએ 19-19 મહીના બંધારણે આપેલ મૂળભૂત હક્કો છીનવી લીધા. 25 જૂન 1975થી 27 માર્ચ 1977 સુધી એક કુટુંબે દેશના તમામ
કુટુંબને બાનમાં લીધા અને તેના અત્યાચારોની
ઈમરજન્સીનો વિરોધ કરનારાંઓના સગાં-સંબંધીઓ, મિત્રોને પણ હદબહાર હેરાન કરાતાં આવા લોકો બધી બાજુથી એકલા પડી ગયા
આર્થિક રીતે નોકરી-ધંધો ગુમાવી બેઠાં તે તથા આની વિરોધ અને તરફેણમાં બનેલા બનાવોનું વર્ણન રોચક છે
- Advertisement -
સજા ભારતની એકપણ કોર્ટ ન આપી શકી. તેના કાળા કામોને ન વર્તમાન પત્રો ચીતરી શક્યા, ન રેડિયો વર્ણવી શક્યો. જાણે એક આસુરી શક્તિએ કાળને કેવો બાંધી રાખ્યો તે ભયાનકતા પુસ્તકના પાને-પાને અનુભવાઈ છે.
1971ની ચૂંટણીમાં શ્રીમતી ગાંધી સરકારી નાણાં અને માણાનો દુરુપયોગ કરી જીતેલા, એ આક્ષેપો પૂરવાર થતાં 1975માં અલાહાબાદ કોર્ટે તેમનું સંસદસભ્યપદ રદ થયાનો ચૂકાદો આપ્યો તે તો બારૂદ પર જામગરી ચાંપવાનું માત્ર કારણ હતું, મૂળમાં કોંગ્રેસના શાસનમાં વ્યાપેલ ભ્રષ્ટાચાર, મોંઘવારી, સગાવાદ વિરૂદ્ધ આંદોલન ચલાવનાર જયપ્રકાશ નારાયણ જેવા નેતા નાના-મોટા પક્ષ જે કોંગ્રેસ અને શ્રીમતી ગાંધી અને તેના અવિચારી પુત્રના પગલાંઓ વિરૂદ્ધ લડતાં, જેને સાથ આપનાર ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ જેવા અખબારના જાંબાઝ માલિક રામનાથ ગોએન્કા, જનસંઘના અનેક કાર્યકર્તાઓ વગેરેનો શિકાર કરવા શ્રીમતી ગાંધી આણી ટોળકીએ અગાઉથી જે પ્લાનીંગ કરી રાખેલ તે હતું. આ સમગ્ર ષડયંત્રના પાત્રો અને ઘટનાઓનું દિલધડક વર્ણન પુસ્તકને રોમાંચક બનાવે છે. ‘ઈન્દિરા ઈઝ ઈન્ડિયા’ના નારાના શરણે જનારા તરી ગયા અને વિરોધ કરનારાઓથી દેશની જેલો ઉભરાઈ ગઈ છતાં પ્રજાને આ બધું દેશના હિતમાં થઈ રહ્યું છે-ની ખાતરી આપવામાં પણ આ ધુતારાઓ સફળ રહ્યાં, જાણે ફુંકી-ફુંકીને કરડનારા મૂષકો માનવદેહે અવતરેલાં!! શ્રીમતી ગાંધીના રબ્બર સ્ટેમ્પસમા રાષ્ટ્રપતિજી ફખરૂદ્દીન અલીઅહમદ પાસે ચાર લીટીના આદેશ પર કરાવાયેલી સહી અને મા-દીકરો ને એના સાથીદારો બેલગામ બની કાળોકેર વર્તાવા લાગ્યા.
બધું કાયદાકીય દેખાડવા ‘મિસા’ એક્ટ હેઠળ તમામ વિરોધીઓની ધરપકડો કરાઈ. દરેક ધરપકડની અને તેના જેલવાસની સ્ટોરી અલગ, રાજકીય ધરપકડો ઉપરાંત નાના-મોટા ગુંડાઓ અને સામાન્ય પ્રજામાંથી પણ વાંકગુનો દર્શાવ્યા વિના સેંકડોને ઉપાડી લઈ પ્રજામાં જબરદસ્ત ભય ફેલાવી દીધો. જેલોની ક્ષમતા કરતાં ચાર-પાંચગણા કેદીઓ ભરાતાં સર્જાયેલી અવ્યવસ્થા, શારીરિક અને માનસિક રીતે તૂટી જતાં પાત્રો, રાજમાતા ગાયત્રીદેવી અને રાજમાતા વિજ્યારાજે સિંધિયાનો કષ્ટદાયક જેલવાસ, ધરપકડથી બચવા ભાગનારા ફરી પકડાતા વર્તાવાતો કહેર… આ બધું લોખંડી દિવાલમાં અકબંધ રખાતું હોવાછતાં અને અખબારો પર કડક સેન્સરશિપ હોવા છતાં ‘સ્ટેટસમેન’ જેવા અખબારોમાં બીટવીન ધ લાઈન્સ લખાતું રહેતું. વિદેશી પત્રકારોને પણ ન બક્ષાયાં. બાંહેધરીપત્રક પર સહી ન કરનારાને હાંકી કઢાયા જેમાં બીબીસીનો પણ સમાવેશ હતો. ત્યારપછી બીબીસીની વિશ્ર્વસનીયતા 100 ટકા ગેરેન્ટેડ બની ગઈ. તે સમયના સંજય ગાંધીના પરાક્રમોના અને અન્ય બ્લેકઆઉટ કરાયેલા ન્યુઝ અંગે પુસ્તકમાં વાંચવા મળશે.
ઈમરજન્સીનો વિરોધ કરનારાંઓના સગાં-સંબંધીઓ, મિત્રોને પણ હદબહાર હેરાન કરાતાં આવા લોકો બધી બાજુથી એકલા પડી ગયા. આર્થિક રીતે નોકરી-ધંધો ગુમાવી બેઠાં તે તથા આની વિરોધ અને તરફેણમાં બનેલા બનાવોનું વર્ણન રોચક છે. જેમકે ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’માં છપાયેલી લોકશાહીની મરણનોંધ, રાષ્ટ્રપતિજીએ ઉતાવળે કરેલી સહીનું કાર્ટુન, મા-દીકરાની સ્તુતિ ગાતા સમાચારપત્રો અને ઓલ ઈન્ડિયા રેડિયોની વાતો, સરકારી કાર્યક્રમોમાં ગાવાની ના પાડનાર મનમોજી પણ મહાન એવા ગાયક કિશોરકુમારની હેરાનગતિ ને શરણાગતિ, લેખિકાના બનેવી, જનસંઘના સંસદસભ્ય અને ઈકોનોમિસ્ટ એવા સુબ્રહ્મણ્યમ સ્વામીએ દેશ-વિદેશમાં સરકારના કારનામાઓના કરેલા પર્દાફાશ, લેખિકાના પતિ વિરેન્દ્ર કપુરની વિનાકારણે કરાયેલી ધરપકડ અને તેમાં સંજય ગાંધીની નિકટ રહેતી અંબિકા સોનીની વરવી ભૂમિકા, વીરેન્દ્ર કપૂરનો જેલવાલ, જુલમો, રામનાથ ગોએન્કા જેવા તાકાતવર વ્યક્તિની હેરાનગતિ વગેરે અંગેના પ્રકરણો માહિતીસભર અને સાથેસાથે ‘શોકિંગ’ પણ ખરાં.
શેરનીનું બિરૂદ લઈને ફરતાં શ્રીમતી ગાંધી ખુદના નાના દીકરા સંજય સામે બકરી બની દોરવાયા કરે, અપમાનિત અને બ્લેકમેઈલ થયા કરે, સતત ચિંતિત અને અસલામતીથી પીડાયા કરે અને દીકરાનો માર પણ ખાય તેવા માની ન શકાય તેવા શ્રીમતી ગાંધીના વ્યક્તિત્વના પાસા બાબતે પુસ્તકમાં અનેક પ્રસંગો અપાયેલ છે. ‘અક્કલનો અધૂરો ને જીદે પૂરો’ એવી ગુજરાતી કહેવતને સાર્થક કરનાર દીકરો અને તેના અવિચારી કૃત્યોથી પુસ્તકના પાનાંઓ ભરાઈ ગયા છે. જેની સાથે ગાઢ અને પારિવારિક સંબંધો હતા એવા જયપ્રકાશ નારાયણ-જે.પી. જે સરકારના ભ્રષ્ટાચાર અને તાનાશાહ વિરૂદ્ધ આંદોલન ચલાવતા હોવાથી શ્રીમતી ગાંધીએ તેમની કીડનીઓ ફેઈલ થઈ ગઈ તે હદે જેલમાં અત્યાચાર ગુજારાવ્યો. દેશને લાખો-કરોડોમાં પડેલ સંજય ગાંધીની ઘેલછા સમાન મારૂતિ પ્રોજેકટ, માના વીસ મુદ્દાના અને દીકરીના પાંચ મુદ્દાના કાર્યક્રમે પ્રજાને હેરાન-પરેશાન કરી દીધેલ. બંધારણની ઐસીતૈસી કરી 1 વર્ષ ચૂંટણી પાછી ઠેલ્યા બાદ જાસુસીતંત્રએ જીતની ખાતરીનો રિપોર્ટ આપતાં માર્ચ 1977માં ચૂંટણી જાહેર કરાઈ અને ફંડની કમીથી લઈ વેરવિખેર કાર્યકર્તાઓ અને મા-બેટાની વફાદાર ટોળકીના હવનમાં હાડકા નાખવાના તમામ પ્રયત્નો છતાં મા-બેટાની કારમી હાર, નવી સરકાર તથા બંને પક્ષે અસરકારક ભૂમિકા ભજવી તે વ્યક્તિઓનું આગળ શું થયું તેનું વર્ણન અને રેફરન્સની યાદી સાથે પુસ્તક પૂર્ણ થાય છે ત્યારે મન ઉદાસ થઈ જાય છે પણ આગળ જતાં થયેલા કુદરતના ન્યાયે બધું સરભર કરી આપ્યું તેવી ધરપત પણ થાય છે.
સજા ભારતની એકપણ કોર્ટ ન આપી શકી. તેના કાળા કામોને ન વર્તમાન પત્રો ચીતરી શક્યા, ન રેડિયો વર્ણવી શક્યો. જાણે એક આસુરી શક્તિએ કાળને કેવો બાંધી રાખ્યો તે ભયાનકતા પુસ્તકના પાને-પાને અનુભવાઈ છે.
1971ની ચૂંટણીમાં શ્રીમતી ગાંધી સરકારી નાણાં અને માણાનો દુરુપયોગ કરી જીતેલા, એ આક્ષેપો પૂરવાર થતાં 1975માં અલાહાબાદ કોર્ટે તેમનું સંસદસભ્યપદ રદ થયાનો ચૂકાદો આપ્યો તે તો બારૂદ પર જામગરી ચાંપવાનું માત્ર કારણ હતું, મૂળમાં કોંગ્રેસના શાસનમાં વ્યાપેલ ભ્રષ્ટાચાર, મોંઘવારી, સગાવાદ વિરૂદ્ધ આંદોલન ચલાવનાર જયપ્રકાશ નારાયણ જેવા નેતા નાના-મોટા પક્ષ જે કોંગ્રેસ અને શ્રીમતી ગાંધી અને તેના અવિચારી પુત્રના પગલાંઓ વિરૂદ્ધ લડતાં, જેને સાથ આપનાર ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ જેવા અખબારના જાંબાઝ માલિક રામનાથ ગોએન્કા, જનસંઘના અનેક કાર્યકર્તાઓ વગેરેનો શિકાર કરવા શ્રીમતી ગાંધી આણી ટોળકીએ અગાઉથી જે પ્લાનીંગ કરી રાખેલ તે હતું. આ સમગ્ર ષડયંત્રના પાત્રો અને ઘટનાઓનું દિલધડક વર્ણન પુસ્તકને રોમાંચક બનાવે છે. ‘ઈન્દિરા ઈઝ ઈન્ડિયા’ના નારાના શરણે જનારા તરી ગયા અને વિરોધ કરનારાઓથી દેશની જેલો ઉભરાઈ ગઈ છતાં પ્રજાને આ બધું દેશના હિતમાં થઈ રહ્યું છે-ની ખાતરી આપવામાં પણ આ ધુતારાઓ સફળ રહ્યાં, જાણે ફુંકી-ફુંકીને કરડનારા મૂષકો માનવદેહે અવતરેલાં!! શ્રીમતી ગાંધીના રબ્બર સ્ટેમ્પસમા રાષ્ટ્રપતિજી ફખરૂદ્દીન અલીઅહમદ પાસે ચાર લીટીના આદેશ પર કરાવાયેલી સહી અને મા-દીકરો ને એના સાથીદારો બેલગામ બની કાળોકેર વર્તાવા લાગ્યા. બધું કાયદાકીય દેખાડવા ‘મિસા’ એક્ટ હેઠળ તમામ વિરોધીઓની ધરપકડો કરાઈ. દરેક ધરપકડની અને તેના જેલવાસની સ્ટોરી અલગ, રાજકીય ધરપકડો ઉપરાંત નાના-મોટા ગુંડાઓ અને સામાન્ય પ્રજામાંથી પણ વાંકગુનો દર્શાવ્યા વિના સેંકડોને ઉપાડી લઈ પ્રજામાં જબરદસ્ત ભય ફેલાવી દીધો. જેલોની ક્ષમતા કરતાં ચાર-પાંચગણા કેદીઓ ભરાતાં સર્જાયેલી અવ્યવસ્થા, શારીરિક અને માનસિક રીતે તૂટી જતાં પાત્રો, રાજમાતા ગાયત્રીદેવી અને રાજમાતા વિજ્યારાજે સિંધિયાનો કષ્ટદાયક જેલવાસ, ધરપકડથી બચવા ભાગનારા ફરી પકડાતા વર્તાવાતો કહેર… આ બધું લોખંડી દિવાલમાં અકબંધ રખાતું હોવાછતાં અને અખબારો પર કડક સેન્સરશિપ હોવા છતાં ‘સ્ટેટસમેન’ જેવા અખબારોમાં બીટવીન ધ લાઈન્સ લખાતું રહેતું. વિદેશી પત્રકારોને પણ ન બક્ષાયાં. બાંહેધરીપત્રક પર સહી ન કરનારાને હાંકી કઢાયા જેમાં બીબીસીનો પણ સમાવેશ હતો. ત્યારપછી બીબીસીની વિશ્ર્વસનીયતા 100 ટકા ગેરેન્ટેડ બની ગઈ. તે સમયના સંજય ગાંધીના પરાક્રમોના અને અન્ય બ્લેકઆઉટ કરાયેલા ન્યુઝ અંગે પુસ્તકમાં વાંચવા મળશે.
ઈમરજન્સીનો વિરોધ કરનારાંઓના સગાં-સંબંધીઓ, મિત્રોને પણ હદબહાર હેરાન કરાતાં આવા લોકો બધી બાજુથી એકલા પડી ગયા. આર્થિક રીતે નોકરી-ધંધો ગુમાવી બેઠાં તે તથા આની વિરોધ અને તરફેણમાં બનેલા બનાવોનું વર્ણન રોચક છે. જેમકે ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’માં છપાયેલી લોકશાહીની મરણનોંધ, રાષ્ટ્રપતિજીએ ઉતાવળે કરેલી સહીનું કાર્ટુન, મા-દીકરાની સ્તુતિ ગાતા સમાચારપત્રો અને ઓલ ઈન્ડિયા રેડિયોની વાતો, સરકારી કાર્યક્રમોમાં ગાવાની ના પાડનાર મનમોજી પણ મહાન એવા ગાયક કિશોરકુમારની હેરાનગતિ ને શરણાગતિ, લેખિકાના બનેવી, જનસંઘના સંસદસભ્ય અને ઈકોનોમિસ્ટ એવા સુબ્રહ્મણ્યમ સ્વામીએ દેશ-વિદેશમાં સરકારના કારનામાઓના કરેલા પર્દાફાશ, લેખિકાના પતિ વિરેન્દ્ર કપુરની વિનાકારણે કરાયેલી ધરપકડ અને તેમાં સંજય ગાંધીની નિકટ રહેતી અંબિકા સોનીની વરવી ભૂમિકા, વીરેન્દ્ર કપૂરનો જેલવાલ, જુલમો, રામનાથ ગોએન્કા જેવા તાકાતવર વ્યક્તિની હેરાનગતિ વગેરે અંગેના પ્રકરણો માહિતીસભર અને સાથેસાથે ‘શોકિંગ’ પણ ખરાં. શેરનીનું બિરૂદ લઈને ફરતાં શ્રીમતી ગાંધી ખુદના નાના દીકરા સંજય સામે બકરી બની દોરવાયા કરે, અપમાનિત અને બ્લેકમેઈલ થયા કરે, સતત ચિંતિત અને અસલામતીથી પીડાયા કરે અને દીકરાનો માર પણ ખાય તેવા માની ન શકાય તેવા શ્રીમતી ગાંધીના વ્યક્તિત્વના પાસા બાબતે પુસ્તકમાં અનેક પ્રસંગો અપાયેલ છે. ‘અક્કલનો અધૂરો ને જીદે પૂરો’ એવી ગુજરાતી કહેવતને સાર્થક કરનાર દીકરો અને તેના અવિચારી કૃત્યોથી પુસ્તકના પાનાંઓ ભરાઈ ગયા છે. જેની સાથે ગાઢ અને પારિવારિક સંબંધો હતા એવા જયપ્રકાશ નારાયણ-જે.પી. જે સરકારના ભ્રષ્ટાચાર અને તાનાશાહ વિરૂદ્ધ આંદોલન ચલાવતા હોવાથી શ્રીમતી ગાંધીએ તેમની કીડનીઓ ફેઈલ થઈ ગઈ તે હદે જેલમાં અત્યાચાર ગુજારાવ્યો. દેશને લાખો-કરોડોમાં પડેલ સંજય ગાંધીની ઘેલછા સમાન મારૂતિ પ્રોજેકટ, માના વીસ મુદ્દાના અને દીકરીના પાંચ મુદ્દાના કાર્યક્રમે પ્રજાને હેરાન-પરેશાન કરી દીધેલ. બંધારણની ઐસીતૈસી કરી 1 વર્ષ ચૂંટણી પાછી ઠેલ્યા બાદ જાસુસીતંત્રએ જીતની ખાતરીનો રિપોર્ટ આપતાં માર્ચ 1977માં ચૂંટણી જાહેર કરાઈ અને ફંડની કમીથી લઈ વેરવિખેર કાર્યકર્તાઓ અને મા-બેટાની વફાદાર ટોળકીના હવનમાં હાડકા નાખવાના તમામ પ્રયત્નો છતાં મા-બેટાની કારમી હાર, નવી સરકાર તથા બંને પક્ષે અસરકારક ભૂમિકા ભજવી તે વ્યક્તિઓનું આગળ શું થયું તેનું વર્ણન અને રેફરન્સની યાદી સાથે પુસ્તક પૂર્ણ થાય છે ત્યારે મન ઉદાસ થઈ જાય છે પણ આગળ જતાં થયેલા કુદરતના ન્યાયે બધું સરભર કરી આપ્યું તેવી ધરપત પણ થાય છે.