ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ ગુજરાત સાહિત્ય અકાદમી અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તાલાળાના સંયુક્ત ઉપક્રમે સનશાઈન સ્કૂલ બિલ્ડિંગ ખાતે માતૃભાષા મહોત્સવ યોજાયો હતો. આ તકે, વર્ચ્યુઅલ માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
કોલેજના આચાર્ય દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું અને વિવિધ કાવ્ય પંક્તિઓ દ્વારા ગુજરાતી ભાષાનું મહત્વ, વિવિધ દ્રષ્ટાંતો દ્વારા માતૃભાષાનું મહત્વ, વ્યક્તિના સર્વાંગી વિકાસ માટેનું સબળ અને સક્ષમ સાધન માતૃભાષા, ગુજરાતી ભાષાની મહત્વની કૃતિ અને એના રસસ્થાનોની મનભાવન રીતે ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે ‘મારા હસ્તાક્ષર, મારી માતૃભાષામાં’ અભિયાન અંતર્ગત વક્તાશ્રીઓ શાળા-કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપકો, તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ માતૃભાષામાં સહી કરી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમની આભારવિધિ કોલેજના પ્રો.રાજેશ મૂલચંદાણીએ કરી હતી.