-રાજયના 115 તાલુકામાં ઝાપટાથી માંડીને 1.5 ઈંચ સુધીનો મધ્યમ વરસાદ
ગુજરાતમાં ત્રણેક અઠવાડીયાનાં વિરામ બાદ ફરી મેઘસવારી હોય તેમ રાજયનાં 115 તાલુકાઓમાં સામાન્ય ઝાપટાથી માંડીને હળવો-મધ્યમ વરસાદ નોંધાયો હતો. સાથે રાજયમાં સીઝનનો કુલ વરસાદ 81.16 ટકા નોંધાયો હતો.
- Advertisement -
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેકટરનાં રીપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ દાહોદનાં ફતેહપુરામાં નોંધાયો હતો. રાજયના કુલ 115 તાલુકામાં ઝાપટાથી સર્વાધીક અર્ધો-પોણો ઈંચ થયો હતો.ડાંગ જીલ્લામાં સર્વાધિક અર્ધો-પોણો ઈંચ વલસાડનાં કપરાડામાં પોણો ઈંચ વરસાદ હતો.સુરત શહેરમાં અચાનક હવામાન પલ્ટો થવા સાથે વરસાદ તૂટી પડયો હતો અને સવા ઈંચ પાણી વરસ્યુ હતું. બારડોલી કામરેજમાં અર્ધો ઈંચ વરસાદ હતો.
ભરૂચ નર્મદા તથા તાપી જીલ્લામાં પર હળવો મધ્યમ વરસાદ નોંધાયો હતો. ઉતર ગુજરાતનાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી તથા ગાંધીનગર જીલ્લામાં ઝાપટા વરસ્યા હતા.અમદાવાદના અનેક ભાગોમાં ધીમીધારે હળવો વરસાદ નોંધાયો હતો.
મહીસાગરનાં સંતરામપુરમાં સવા ઈંચ પાણી પડયુ હતું.સૌરા-કચ્છમાં વાતાવરણ વાદળછાયુ બની રહ્યું હોવા છતાં કયાંય નોંધપાત્ર વરસાદ ન હતો.ધ્રાંગધ્રા, લખતર, હળવદ જેવા અમુક વિસ્તારોમાં સામાન્ય ઝાપટા વરસ્યા હતા.
- Advertisement -
હવામાન ખાતાના રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે, રાજયમાં ચોમાસાની સીઝનમાં સરેરાશ 877 મીમી વરસાદ થતો હોય છે તેની સરખામણીએ 711.44 મીમી થઈ ગયો છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ 136.19 ટકા સૌરાષ્ટ્રમાં 109.83 ટકા ઉતર ગુજરાતમાં 67.68 ટકા મધ્ય ગુજરાતમાં 65.60 ટકા તથા દ.ગુજરાતમાં 72.38 ટકા વરસાદ નોંધાયો છે.