રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસને લઇ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટે રખડતા પશુની સમસ્યા ઉકેલવા ગંભીરતાથી કામ કરવા સરકારને ટકોર કરી છે.
ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તો બીજી બાજુ તંત્ર આ બાબતને લઇને મૌન સેવી રહ્યું છે. ત્યારે રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાના બાળકોથી લઈને વૃદ્ધો સતત તેનો ભોગ બની રહ્યાં છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ક્યાંક ને ક્યાંક કોઇનું આ રખડતા ઢોરના કારણે મૃત્યુ થાય છે. ત્યારે આ મામલે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટે રખડતા પશુની સમસ્યા ઉકેલવા ગંભીરતાથી કામ કરવા સરકારને ટકોર કરી છે.
- Advertisement -
સમસ્યા ઉકેલવા ગંભીરતાથી કામ કરવા સરકારને ટકોર
હાઈકોર્ટમાં રખડતાં ઢોરોના ત્રાસ અંગે કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશન અને જાહેરહિતની રિટ અરજીની સુનાવણી હાથ ધરાઇ હતી. આ તકે ગુજરાત હાઇકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું હતું કે, રખડતા ઢોરોના ત્રાસનો મામલો નિયંત્રણ બહારનો થઇ ગયો હોવાથી રાજ્ય સરકારે કડક પગલાં ભરવા જોઇએ. સરકારે મોટા શહેરો સહિત રાજ્યભરમાં નક્કર પગલાં ભરવા જોઈએ, આ સમસ્યા ઉકેલવા માટે ગંભીરતાથી કામ કરવું જોઈએ.
ચોક્કસ એક્શન પ્લાન રજૂ કરવા સરકારને કોર્ટનો આદેશ
સાથે જ હાઈકોર્ટે સરકારને મૌખિક નિર્દેશ કર્યો હતો કે, રખડતા ઢોરોના નિરાકરણ માટે ચોક્કસ એક્શન પ્લાન બનાવવીને રજૂ કરવામાં આવે. રખડતા ઢોરોના મુદે હવે સરકારે કંઇક કરવું જોઇએ. આ અરજીની વધુ સુનાવણી 9 જાન્યુઆરી હાથ ધરવામાં આવશે.