ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં કેગનો અહેવાલ રજૂ થયો
ગૃહમાં વિરોધપ્રદર્શન દરમિયાન વેલમાં પહોંચેલા કોંગ્રેસના 4 સભ્યનું સસ્પેન્શન અધ્યક્ષે રદ્દ કર્યું
વિપક્ષના હોબાળાને લઈને 15 મિનિટ સુધી ગૃહ મુલતવી રખાયું : વિધાનસભામાં 3864 લોકોનાં મોતનો આંકડો રજૂ કરાયો : કેગના અહેવાલની બૂકને બદલે સીડી અપાઈ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોએ બેનરો સાથે પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના હોબાળાને લઈને 15 મિનિટ સુધી ગૃહ મુલતવી રાખવામાં આવ્યું હતું. 15 મિનિટ બાદ ગૃહની કાર્યવાહી ફરીવાર શરૂ થતાં કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવી જોર જોરથી તાળીઓ પાડીને ગૃહમાં રઘુપતિ રાઘવ રાજા રામ સબકો સન્મતિ દે ભગવાનની ધૂન શરૂ કરી હતી. બીજી તરફ ગૃહમાં વિરોધપ્રદર્શન કરતાં વેલમાં પહોંચેલા કોંગ્રેસના 4 ધારાસભ્યને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાદમાં હોબાળો થતાં અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ કોંગ્રેસના ચાર સભ્યનું સસ્પેન્શનન રદ કર્યું હતું. હવે ફરીવાર કાર્યવાહી શરૂ થઈ છે અને બંને પક્ષના ધારાસભ્યો પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા હતા. ગૃહમાં રૂપાણી સરકારની કામગીરી, નિર્ણયોની ટીકા કરતો કેગનો અહેવાલ રજૂ કરાયો, કેગના અહેવાલની બુકને બદલે સીડી આપવામાં આવી છે.
- Advertisement -

ગુજરાત વિધાનસભાના પ્રશ્ર્નોત્તરી કાળમાં ગુજરાત પર દેવાના વિપક્ષના સવાલમાં સરકારે આંકડા રજૂ કર્યા છે. ગુજરાતનું જાહેર દેવું 3 લાખ કરોડને પાર થયુ છે. વર્ષ 2020-21માં દેવામાં 33, 864 કરોડનો વધારો થયો છે. જ્યારે વર્ષ 2019-20માં દેવામાં 26, 791 કરોડનો વધારો થયો છે. કોંગ્રસ ધારાસભ્ય નિરંજન પટેલે પૂછેલા સવાલનો સરકારે જવાબ આપ્યો છે.
કોંગી ધારાસભ્યના સવાલમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષમાં રેમડેસિવર ઈન્જેક્શનના ગેરકાયદે જથ્થાના કેસો સામે આવ્યા, અમદાવાદમાં 56 વ્યક્તિ અને વડોદરામાં 15 વ્યક્તિ પાસે ગેરકાયદે જથ્થો પકડાયો, 54 ઈસમ સામે કોર્ટમાં કેસ દાખલ થયા, જ્યારે 17 ઈસમ સામે કેસ કરવાની કાર્યવાહી ચાલુ છે. સરકારે રસીકરણ અંગે જવાબ આપતાં જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં અમદાવાદ શહેરમાં કોરોનાની કુલ 34610064 લોકોને રસી આપવામાં આવી, જેમાં 4487654 લોકોને કોવિશીલ્ડ, 229035 લોકોને કોવેક્સિન અને 7933 લોકોને સ્પુતનિકની રસી આપવામાં આવી. જ્યારે અમદાવાદ જિલ્લામાં કુલ 1195218 લોકોને કોવિશીલ્ડ, 95951 લોકોને કોવેક્સિનની રસી આપવામાં આવી.
- Advertisement -
કોરોનાકાળમાં આવકમાં ઘટાડો નહીં : સરકારનો સ્વીકાર
કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠોડના સવાલનો સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે કોરોનાકાળમાં સરકારની આવકમાં ઘટાડો નથી થયો, સપ્ટેમ્બર 2019થી ઓગસ્ટ 2020 સુધીમાં જૠજઝમાં સરકારને 29 હજાર 257 કરોડની આવક થઈ છે. આ સમય ગાળામાં વેટમાં સરકારને 20 હજાર 036 કરોડની આવક થઈ છે. સપ્ટેમ્બર 2020થી ઓગસ્ટ 2021 દરમિયાન સરકારને જૠજઝમાં 38,645 કરોડની આવક જ્યારે વેટમાં 25,456 કરોડની આવક થઈ છે.
સરકારે રસીના ડોઝ વેસ્ટેજ ગયા હોવાનું સ્વીકાર્યું
રસીકરણ મુદ્દે બગાડનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો હતો. જાન્યુઆરી 2021થી જુલાઈ 2021 દરમિયાન કેન્દ્ર સરકારે 3.19 કરોડ ડોઝ રાજ્યને આપ્યા. રાજ્ય સરકારે જુલાઈ મહિના સુધીમાં 3.32 કરોડ નાગરિકોને રસી આપી. રસીનો વાયલ ખોલ્યા બાદ ચાર કલાક સુધીમાં વપરાશ કરવાનો હોય છે. સમય વીતી જતાં ડોઝનો બગાડ થતો હોવાનું સરકારનું કારણ કોંગી ધારાસભ્ય પુંજાભાઈ વંશના સવાલમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો.



