ગુજરાતમાં ધીમે ધીમે પુનઃ કોરોના કેસોમાં વધારો થવા પામ્યો છે. ગતરોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાદ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.
- Advertisement -
ગુજરાતમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. કોરોના સામાન્યથી લઈ નેતાઓ, સામાજીક અગ્રણીઓને પણ પોતાની ઝપટમાં લઈ રહ્યા છે.રાજ્યના આરોગ્યમંત્રી કોરોનાને માત આપીને પરત ફર્યા છે. ત્યારે ગતરોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ હવે ગુજરાત સરકારના માર્ગ-મકાન, સિવિલ એવિયેશન અને ટૂરિઝમ વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી પણ કોરોના સંક્રમિત થયા છે. કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી છે.
નમસ્કાર,
મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રોને પોતાનો કોરોના રિપોર્ટ કઢાવી લેવા નમ્ર વિનંતી છે.તબિયત સારી છે.
આપ સૌનો આભાર…
પૂર્ણેશ મોદી,કેબિનેટ મંત્રી,ગુજરાત સરકાર
— Purnesh Modi (@purneshmodi) June 29, 2022
- Advertisement -
પૂર્ણેશ મોદીએ ટ્વિટ કરીને આ અંગે આપી જાણકારી
ગુજરાતના આરોગ્યમંત્રી કોરોનાને માત આપી પરત ફર્યા છે ત્યારે બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોનાના હળવા લક્ષણ જણતા તેઓએ કોવિડનો રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા મુખ્યમંત્રી પટેલની સંપર્કમાં આવેલા લોકોને સાવચેત રહેવા સૂચન કરવામા આવ્યું છે. હાલ CM ભૂપેન્દ્ર પટેલને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.તેની વચ્ચે ગુજરાત સરકારના માર્ગ-મકાન, સિવિલ એવિયેશન અને ટૂરિઝમ વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે નમસ્કાર, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રોને પોતાનો કોરોના રિપોર્ટ કઢાવી લેવા નમ્ર વિનંતી છે. તબિયત સારી છે. આપ સૌનો આભાર… આ સાથે પૂર્ણેશ મોદી હોમ આઈસોલેટ થયા છે.
ગુજરાત સહિત દેશમાં કોરોનાના નવી લહેર
કોરોના મહામારીની નવી લહેર ફરી ભરડો લઈ રહી છે. ગુજરાત સહિત દેશમાં કોરોનાના નવા કેસોમાં એકએક વધારો થઈ રહ્યો છે તેવામાં હવે રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. સામાન્ય જનાતાની સાથે ટોચના નેતાઓ અને અગ્રણી લીડર્સો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે.