ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર સવારના 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યના 14 જિલ્લાના 26 હજાર 409 મતદાન મથકો પર મતદાન શરૂ થયું છે. જેમાં 8,533 શહેરી મતદાન મથકો અને 17 હજાર 876 ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકોનો સમાવેશ થાય છે. આજે 14 જિલ્લાના 2 કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારો સહિત કુલ 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. આગામી 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
- Advertisement -
(10:00 AM)
આજે રાજ્યની 93 બેઠક પર મતદાન
સવારે 10 વાગ્યા સુધીમાં 13% મતદાન
સૌથી વધુ ગાંધીનગર જિલ્લામાં 14
સૌથી ઓછુ અમદાવાદ જિલ્લામાં 11
બનાસકાંઠા જિલ્લામાં 13% મતદાન
પાટણ જિલ્લામાં 13% મતદાન
મહેસાણા જિલ્લામાં 13% મતદાન
સાબરકાંઠા જિલ્લામાં 13% મતદાન
અરવલ્લી જિલ્લામાં 13% મતદાન
ગાંધીનગર જિલ્લામાં 14% મતદાન
અમદાવાદ જિલ્લામાં 11% મતદાન
આણંદ જિલ્લામાં 13% મતદાન
ખેડા જિલ્લામાં 13% મતદાન
મહિસાગર જિલ્લામાં 11% મતદાન
પંચમહાલ જિલ્લામાં 12% મતદાન
દાહોદ જિલ્લામાં 12% મતદાન
વડોદરા જિલ્લામાં 13% મતદાન
છોટાઉદેપુર જિલ્લામાં 13% મતદાન
(09:40 AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીલજના મતદાન મથકે મતદાન કર્યું. મત આપ્યા પહેલાં મુખ્યમંત્રીએ લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. આ પહેલા તેઓએ ટ્વીટ કરીને પણ મતદાન કરવાની અપીલ કરી હતી.
(09:35 AM)
મહીસાગર જિલ્લાના ખાનપુરના બાકોર ગામે EVM મશીન ખોટકાયું છે, ખાનપુરના બાકોર ગામે બુથ 3માં EVM ખોટકાયું છે. જિલ્લા વહીવટી વિભાગ દ્વારા 2 વાર મશીન બદલવામાં આવ્યું છતાં મતદાન શરૂ ન થતા મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.
- Advertisement -
(09:30 AM)
વાઘોડિયાના વ્યારા ગામે અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે મતદાન કર્યુ, મધુ શ્રીવાસ્તવે મતદાન કર્યા બાદ ભાજપ પર આક્ષેપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, 300 કરોડનું કૌભાંડ મેં ઝડપ્યું તેથી મારી ટિકિટ કપાઈ છે. ભાજપના સાંસદે મારી ટિકિટ કાપી છે.
(09:25 AM)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું છે. PM મોદી મતદાન કરવા પહોંચી રહ્યા હોવાથી રાણીપ ખાતે મોટી સંખ્યામાં સરર્થકો એકઠા થયા હતા. લાઇનમાં ઊભા રહીને PM મોદીએ વોટ આપ્યો હતો.
(09:18 AM)
મતદાન શરૂ થતાંની સાથે જ દાહોદમાં EVM ખોટકાયું છે. દેવગઢ બારીયાના સેવાનીયાના ફૂલપુરા ગામે EVM બગડ્યું છે. આણંદના સાંસદ મિતેષ પટેલ ઢોલ નગારા સાથે સહ પરિવાર મતદાન મથક પહોંચ્યા હતા. વાસદની સરદાર પટેલ વિનય મંદિર શાળામાં તેઓએ મતદાન કર્યું હતું.
Voting underway for #GujaratElections2022; visuals from polling booth 95, Shilaj Anupam School in Ahemdabad
Gujarat CM Bhupendra Patel will cast his vote here. pic.twitter.com/mYxi3OwKX2
— ANI (@ANI) December 5, 2022
(09:15 AM)
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ દેદરડા ગામના સ્થાનિકો સાથે રહીને મતદાન કર્યું છે. ગામ લોકો દ્વારા ફૂલહાર પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મતદાન કર્યા બાદ ભરતસિંહ સોલંકીએ વધુને વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે.
(09:10 AM)
ગુજરાતમાં આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ આંકલાવ ખાતે મતદાન કર્યુ છે.
(09:07 AM)
ભાજપના ઉમેદવાર ભીખુસિંહ પરમાર પરિવાર સાથે મતદાન કરવા મોડાસાના ચારણવાડા ગામે પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ ભીખુસિંહ પરમારે જંગી બહુમત સાથે વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
#GujaratElections | Congress leader Bharat Solanki votes in Botad
He says, "Congress received massive support in Saurashtra & south Guj in phase 1. Today, north Guj & central Gujarat are going to polls & you can see long queues. Come Dec 8, Cong will come to power with majority" pic.twitter.com/H3nvQMDn22
— ANI (@ANI) December 5, 2022
(09:05 AM)
ગુજરાતમાં 9 વાગ્યા સુધીમાં 3 ટકા મતદાન થયું છે. ભાજપ નેતા શંકર ચૌધરીએ રાધનપુરના વડનગર ખાતે મતદાન કર્યું, શંકર ચૌધરી થરાદ બેઠકથી ભાજપના ઉમેદવાર છે.
(09:00 AM)
બીજા ચરણમાં ખેડા જિલ્લાની છ બેઠક ઉપર મતદાન ચાલી રહ્યું છે. ઠાસરા વિધાનસભાના સેવાલીયામાં મતદારોની લાંબી લાઈનો લાગી છે, ગ્રામ્ય વિસ્તારોના મતદારો અને પહેલી વખત વોટિંગ કરનાર યુવા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(08:57 AM)
વહેલી સવારથી જ મતદારોએ મતદાન માટે લાંબી-લાંબી લાઈનો લગાવી છે. મોડાસામાં EVM ખોટવાયું છે. થરાદમાં ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે અને વાવમાં ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું છે. ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા)એ વડોદરામાં પત્ની સાથે મતદાન કર્યું છે. નડિયાદ બેઠકના ઉમેદવાર પંકજ દેસાઈએ પત્ની સાથે મતદાન કર્યું હતું.
(08:52 AM)
ગોધરાના ભાજપના ઉમેદવાર સી.કે.રાઉલજીએ પરિવાર સાથે મતદાન કર્યું છે. મતદાન કર્યા બાદ તેઓએ બૂથમાં વ્યવસ્થાના અભાવ અંગે નારાજગી વ્યક્ત કરી છે. મત કુટીરમાં લાઈટનો અભાવ તેમજ તેમના મતદાર યાદીમાં નામ બાબતે પણ તેઓએ નારાજગી વ્યક્ત કરી છે.
(08:50 AM)
દેવગઢ બારીયાના ભાજપના ઉમેદવારે બચુભાઈ ખાબડે પીપેરો મતદાન મથકમાં મતદાન કર્યું છે. બચુભાઈ ખાબડે લોકોને મતદાન કરવા અપીલ કરી છે.
(08:45 AM)
રાધનપુર કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈએ વલ્લભનગર પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું છે, જે બાદ તેઓએ લોકોને વધુમાં વધુ મતદાન માટે અપીલ કરી છે.
(08:36 AM)
મહીસાગર જિલ્લાની સંતરામપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડૉ. કુબેર ડિંડોરે પોતાના માદરે વતન ભંડારા ગામે મતદાન કર્યું, તેઓ માતા-પિતાના આશીર્વાદ તેમજ ગાયત્રી માતાના દર્શન કરી મતદાન મથકે પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ તેઓએ જંગી લીડથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
(08:30 AM)
આજે PM મોદી રાણીપ મતદાન કેન્દ્ર ખાતે મતદાન કરવા આવી રહ્યા હોવાથી રાણીપ મતદાન કેન્દ્ર ખાતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. PM મોદીના સમર્થકો અત્યારથી જ રાણીપ ખાતે પહોંચી ગયા છે. સમર્થકો ‘મોદી મોદી’ના નારા લગાવી રહ્યા છે. મતદાન કેન્દ્રની બહાર કેસરી ટોપી સાથે મોટી સંખ્યામાં સમર્થકો હાજર છે.
(08:25 AM)
મહેસાણાના ભાજપના ઉમેદવાર મુકેશ પટેલે મતદાન કર્યું છે. નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ પણ વહેલી સવારથી મતદાન માટે લાઈનમાં ઉભા રહ્યા.
(08:20 AM)
રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદના મતદાતાઓમાં મતદાનને લઇ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શીલજમાં મતદાન કરશે.